બેડરૂમમાંથી આવતો હતો અજીબ અવાજ, બે વર્ષ સુધી ઊંઘી શક્યું નહીં કપલ પણ જયારે દીવાલ તોડી તો

માણસ આખો દિવસ કામની દોડધામથી આરામ મેળવવા માટે રાત્રે શાંતિથી ઊંઘે છે. અને તે પણ એકદમ શાંતિ વાળા વાતાવરણમાં તમે રાત્રે સુઈ રહ્યા છો અને અચાનકથી કોઈ અવાજ કાનમાં ગુંજવા લાગે તો ઊંઘ ન આવવી સ્વભાવિક છે. પરંતુ શું થાય જયારે એક જ પ્રકારનો અવાજ સતત બે વર્ષ સુધી દરરોજ આવે અને તમે સારી ઊંઘ માટે દુ:ખી રહો. સ્પેનના ગ્રેનાડામાં એક કપલ સાથે એવી જ ઘટના સામે આવી છે, જેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો.

સમાચાર મુજબ, Pinos Puente માં રહેતા એક કપલ રોજ રાત્રે મધમાખીઓના અવાજથી રાત આખી ઊંઘી શકતા ન હતા. તેમણે મધમાખીઓનો પૂડો શોધીને દુર કરવાનો પ્લાન બનાવ્યો. પરંતુ ઘરની ચારે તરફ શોધવા છતાં પણ તેને મધમાખીઓનો પૂડો જોવા મળ્યો જ નહિ. પછી તેમણે મધમાખીઓના રક્ષણ માટે કામ કરવા વાળા માણસોને પોતાની તકલીફ સાથે સંપૂર્ણ બાબત જણાવી.

તેઓ જણાવે છે કે, હું એક દિવસ તે કપલના ઘરે ગયો અને તેના રૂમની અંદર અને બહાર શોધખોળ કરી. અચાનકથી દીવાલની બહારના ભાગમાં મને કાંઈક નિશાન જોવા મળ્યું. મેં દીવાલ તોડવાનો નિર્ણય લીધો. મેં જયારે દીવાલનો અમુક ભાગ તોડ્યો તો મધમાખીઓનું ઝુંડ મને મળી ગયું. હું મધમાખીઓની સંભાળ માટે કામ કરું છું એટલા માટે મેં તેને જાળવીને કાઢવાનો પ્લાન બનાવ્યો.

તેમણે જણાવ્યું કે, ધીમે ધીમે દીવાલનો ભાગ તોડ્યા પછી મેં મધમાખીનું પોડાને સાંચવીને કાઢવામાં સફળ રહ્યા. તેમણે જણાવ્યું કે આ પૂડામાં લગભગ ૮૦ હજાર મધમાખીઓ હતી. તેને કાઢવામાં મને લગભગ ૭ કલાક જેટલો સમય લાગી ગયો. તેમણે જણાવ્યું કે મને આશ્ચર્ય થાય છે કે ખરેખર આ કપલ પોતાના બેડરૂમની બરોબર પાછળની દીવાલમાં છુપાયેલી આટલી મધમાખીઓના અવાજ વચ્ચે ખરેખર બે વર્ષ કેવી રીતે રહી શક્યા હતા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વીડિઓ :