બેડરૂમમાં અપનાવો આ વાસ્તુ ટિપ્સ, દામ્પત્ય જીવનમાં બની રહશે પ્રેમ

હિન્દુ ધર્મમાં લગ્નને પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. જે રીતે લગ્ન ન થવાના કારણોમાં, વાસ્તુ ઉપાય અજમાવવામાં આવે છે, બરાબર તે જ રીતે લગ્ન પછી પણ જો વાસ્તુ ઉપાય અજમાવવામાં આવે તો લગ્નજીવનને સુખદ બનાવી શકાય છે. તેના માટે સરળ ઉપાય છે. જે કોઈ પણ પરણિત વ્યક્તિ અજમાવી શકે છે. બેડરૂમ માટે વાસ્તુ ટિપ્સ.

વસ્તુશાસ્ત્રમાં જે વ્યક્તિ માને છે એ લોકો ખાસ આ વાંચે અને જે લોકોએ પોતાના ઘર વાસ્તુ મુજબ બનાવડાવ્યા છે અથવા વાસ્તુ પ્રમાણે જોઇને ખરીદ્યા છે એ લોકો કોમેન્ટ બોક્ષમાં ખાસ કોમેન્ટ કરે. કે ખરેખર વાસ્તુ પ્રમાણે ઘર લેવું એ કેટલા ટકા સાચું છે.

બેડરૂમ આપણા ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હોય છે, કારણ કે અહીં આપણે આરામ કરીએ છીએ અને આપણા જીવન સાથે સંબંધિત અંગત અનુભવ શેર કરીએ છીએ. આપણા જીવનનો એક મોટો સમય બેડરૂમમાં જ સૂતાં સુતા પસાર થાય છે. ઘણી વાર બેડરૂમ અથવા પલંગની વાસ્તુ વિરુદ્ધ હોવાને કારણે તેની અસર કાર્યક્ષમતા અને લવ લાઇફ ઉપર પણ પડી શકે છે.

જો વાસ્તુ અનુસાર બેડરૂમમાં અમુક વિશિષ્ટ વસ્તુઓ રાખવામાં આવે અથવા અમુક વિશિષ્ટ ટીપ્સ અપનાવવામાં આવે તો પતિ-પત્ની વચ્ચે વિવાદ થવાની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે અને રોમાન્સ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. આ વાસ્તુ ટીપ્સ આ મુજબ છે.

1. બેડરૂમમાં બારી જરૂર હોવી જોઈએ. સવારના કિરણો બેડરૂમમાં પ્રવેશ કરવાથી આરોગ્ય વધુ સારૂ રહે છે. ક્યારેય મુખ્ય દ્વાર તરફ પગ રાખીને ન સુવો. પલંગની સામે અરીસો ન હોવો જોઈએ. આમ કરવાથી તમે હંમેશાં દુ:ખી અને મુશ્કેલીમાં રહેશો.

2. પતિ-પત્નીના પ્રતીક તરીકે બેડરૂમમાં બે સુંદર સુશોભીત કુંડા રાખો. તેથી તમારું લગ્નજીવન સુખમય થઈ જશે અને જો તમારી આર્થિક પરિસ્થિતિ ઠીક નથી અને એ કારણથી દાંપત્ય જીવન સુખમય નથી તો સુંદર એવા બાઉલમાં પવિત્ર ક્રિસ્ટલ સાથે ચોખાના દાણાં સાથે રાખો.

3. પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ ભાગમાં કાચ અથવા સિરામિક પોટમાં નાના-નાના પત્થર અથવા ક્રિસ્ટલ્સ નાખીને લાલ રંગની બે મીણબત્તીઓ પ્રગટાવો. તેનાથી સકારાત્મક શક્તિ પ્રસરશે અને તમારી જોડી સલામત રહેશે.

4. બેડરૂમમાં પલંગ હંમેશા દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને સૂતી વખતે માથું ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. જો આમ નથી કરી શકતા તો પશ્ચિમ દિશામાં પલંગ રાખી શકાય છે. આ સ્થિતિમાં સુતી વખતે મોઢું પૂર્વ તરફ અને માથું પશ્ચિમ તરફ રહેવું જોઈએ.

5. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વ દિશા તરફ અને દક્ષિણ તરફ મોઢું રાખીને સુવું સુખદાયક હોય છે. ઉત્તર તરફ મોઢું રાખીને ન સુવું જોઈએ છે. ઉત્તર તરફ મોઢું રાખવાથી ઊંઘ નથી આવતી અને અને આવે છે, તો ખરાબ સ્વપ્નાઓ આવે છે. ઘરનો મુખ્ય બેડરૂમ હંમેશા દક્ષિણ પશ્ચિમ જેને નેઋત્ય કોણ પણ કહે છે (પશ્ચિમ-દક્ષિણ) ખૂણામાં બનાવવું જોઈએ. મુખ્ય બેડરૂમ તે હોય છે, જેમાં ગૃહસ્વામી સુવે છે.

6. બેડરૂમ સુશોભીત રાખો, ત્યાં કચરો ન જમા થવા દો. ધ્યાન રાખો કે ત્યાં સાઈડ ટેબલ ઉપર કોઈ પણ વસ્તુ ધૂળ ભરેલી, વેરવિખેર ન હોય. પ્રેમ વધારવા માટે સીરેમિકની બનેલી વિંડ ચાઇમ્સનો ઉપયોગ કરો.

7. લવ બર્ડ, મેંડરેન ડક જેવા પક્ષી પ્રેમના પ્રતિક છે, તેમની નાની મૂર્તિઓની જોડીમાં તમારા બેડરૂમમાં રાખો. તેનાથી દાંપત્ય જીવન સુખી રહેશે. બેડરૂમમાં એ બાબતનું વિશેષ ધ્યાન રાખો કે ત્યાં પ્રાણીના ચિત્રવાળી પેઇન્ટિંગ ક્યારે પણ ન મૂકો, તેના સ્થાને રોમેંટિક કલાકૃતિ જેવી કે યુગલ પક્ષીના ચિત્ર લગાવી શકો છો, આ ચિત્ર તમારા જીવનને રોમાંસથી ભરી દેશે.

8. બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ ક્યારેય બારીની સામે ન રાખો, કારણ કે બારી માંથી આવતા પ્રકાશ પરિવર્તન હોવાને કારણે મુશ્કેલી ઊભી કરશે. પલંગ સામે બારી ન રાખતા દીવાલ હોવી જોઈએ. બેડરૂમમાં ફર્નીચર ધનુષ્કાકાર, અર્ધ ચન્દ્રાકાર કે વૃતાકાર ન હોવું જોઈએ, તેના ઘરના સભ્યોનું આરોગ્ય બગડેલું રહેશે.

9. પતિ-પત્ની વચ્ચે રોમાન્સ જળવાઈ રહે, તેના માટે બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં હૃદયની આકૃતિનું દૈનિક કવરેજ રાખો.

10. આદર્શવાદી ચિત્ર આત્મશક્તિને વધારે છે અને દાંપત્ય જીવન પણ આનંદમય અને વિશ્વાસુ જળવાઈ રહે છે. તેથી બેડરૂમમાં રાધાક્રષ્ણનું ચિત્ર મૂકો તો સારું રહેશે. બેડરૂમમાં પલંગ એવી રીતે રાખો કે તે દરવાજા પાસે પાસે ન રાખો, એમ થવાથી મનમાં અશાંતિ અને વ્યાકુળતા રહેશે.

11. શયનકક્ષમાં પલંગની જમણી બાજુ નાનું ટેબલ જરૂરી વસ્તુ રાખવા માટે રાખવામાં આવે છે. શયનકક્ષમાં પ્રકાશ વ્યવસ્થા એવી હોય કે પલંગ ઉપર સીધો પ્રકાશ ન પડે. પ્રકાશ હંમેશા પાછળ કે ડાબી તરફથી આવવો જોઈએ. પલંગ સામેની દીવાલ ઉપર પ્રેરક અને રમણીય ચિત્ર લગાવવા જોઈએ.

12. બેડરૂમની દક્ષિણ-પશ્ચિમમાં ક્રિસ્ટલ ગ્લાસના બનેલા વૃક્ષફાનસનો ઉપયોગ કરવો જોઇએ. તેમાં લાલ બલ્બ મૂકો. આ ખૂબ જ વિશિષ્ટ ઉપાય છે. બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ ભાગમાં હંમેશાં પૃથ્વી અથવા અગ્નિથી જોડાયેલા રંગોનો ઉપયોગ સારો રહે છે. પડદો, કુશન, બારીઓ વગેરેમાં તેનો ઉપયોગ બરાબર રહે છે. લાલ રંગ રોમાન્સને દર્શાવે છે. જો તેનો ઉપયોગ વધારે ઘાટો લાગે તો ગુલાબી રંગ કરાવી લો.

13. બેડરૂમમાં ક્યારેય પણ ભગવાનના કેલેન્ડર અથવા ફોટા અથવા પછી ધાર્મિક વિશ્વાસ સાથે જોડાયેલ વસ્તુઓ ન રાખો. તેવામાં પતિ-પત્ની વચ્ચે ઝગડો થવો સ્વભાવિક બની જાય છે. તેની જગ્યાએ કુદરતી સોંદર્ય દર્શાવતા ફોટા મુકો. તેનાથી મનને શાંતિ મળે છે, પતિ પત્નીમાં પ્રેમ વધે છે.

14. કુટુંબમાં લડાઈ-ઝઘડાથી બચવા માટે ડ્રોઈંગ રૂમ એટલે બેઠક રૂમમાં ગુલાબ, મોગરા જેવા ફૂલના ગુલદસ્તા મુકો. તેથી તમારૂ લગ્નજીવન સુખી બની રહેશે.

બીજા ફકરામાં જણાવ્યા મુજબ ખાસ કોમેન્ટ કરશો.