દુનિયા છોડતા પહેલા વ્યક્તિ પાસે હોવી જોઈએ આ 4 વસ્તુઓ, નહીં તો કરવો પડશે યમદંડનો સામનો.

જો કોઈ વ્યક્તિ પ્રાણ ત્યાગવાના છે તો તેની પાસે રાખો આ 4 વસ્તુઓ, પરલોકમાં નહિ થાય તેમને કોઈ કષ્ટ.

ગરુડ પુરાણ હિંદુ ધર્મના મુખ્ય ગ્રંથો માંથી એક છે. આ ગ્રંથમાં લોક પરલોકના ઘણા રહસ્ય જણાવવામાં આવ્યા છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે, જો કોઈ વ્યક્તિનો જીવ જવાનો છે અને તેની પાસે આ 4 વસ્તુ છે, તો પરલોકમાં તેને કોઈ કષ્ટ નથી થતા અને તેના પ્રાણ સહજતાથી નીકળી જાય છે. જાણો કઈ કઈ છે તે 4 વસ્તુઓ.

તુલસી : તુલસીનો છોડ માથા પાસે હોય તો માણસનો આત્મા શરીર ત્યાગ પછી યમદંડથી બચી જાય છે. જો તુલસીના પાંદડા તે વ્યક્તિના માથા ઉપર રાખવામાં આવે તો પણ લાભ થાય છે.

ગંગાજળ : અંતિમ સમયે ગંગાજળને મોઢામાં રાખી પ્રાણ ત્યાગવાનું વિધાન જણાવવામાં આવ્યું છે. ગંગાજળ શરીરને પવિત્ર કરે છે અને જયારે કોઈ વ્યક્તિ શુદ્ધતા સાથે શરીરનો ત્યાગ કરે છે, તો તેણે પણ યમલોકમાં દંડને પાત્ર નથી બનવું પડતું. એ કારણ છે કે જીવનના છેલ્લા તબક્કામાં ગંગાજળ સાથે તુલસીના પાન આપવામાં આવે છે.

શ્રીમદ્દભાગવત : જીવનના છેલ્લા તબક્કામાં શ્રીમદ્દ્ભાગવત અથવા અન્ય ધર્મ ગ્રંથના પાઠ કરવાથી વ્યક્તિને દરેક સાંસારિક મોહ માયા માંથી મુક્તિ મળે છે. આ પ્રકારે આત્મા દ્વારા શરીર ત્યાગ ઉપરાંત વ્યક્તિને મુક્તિ મળે છે અને યમદંડનો સામનો કર્યા વગર સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કે પુનર્જન્મ પ્રાપ્ત થાય છે.

દાન : જીવનના અંતિમ સમયમાં પહોંચેલા વ્યક્તિ પાસે જો દાન પુણ્ય કરાવવામાં આવે તો તેના પ્રાણ સહજતાથી નીકળી જાય છે અને પરલોકમાં પણ તેને કોઈ કષ્ટ નથી પડતું.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.