પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા પહેલા તેની નીચેના નંબર જોઈ લો.

જો પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવો છો, તો તમે પણ જાણી લો કે શું કહેવા માંગે છે બોટલની નીચેનો નંબર

પ્લાસ્ટિકને લઈને લોકોના મનમાં એટલી જ વધુ ગેરસમજો, પ્રશ્ન અને ન ઉકેલી શકાય તેવી ગડમથલ છે, જેવી કે પ્રેમને લઈને છે.

શું પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ?

પ્લાસ્ટિક માનવજાત માટે વરદાન છે કે અભિશાપ?

લોકોએ એ કહેવત સાંભળી છે કે શરૂઆતમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ફાયદાકારક લાગે છે પરંતુ લાંબાગાળે નુકસાન કરે છે. વગેરે… વગેરે…

જુઓ, નિષ્ણાંતો પણ એ બધાને જવાબ આપવા માટે એટલી કાળજી લે છે, જેટલી કોઈ સલાહકાર ‘પ્રેમના માર્યા’ ની શિખામણ આપવા માટે લે છે. તેથી જ અમે તમને સૌથી અગત્યની વાત જણાવી આપીએ છીએ. તે એ છે કે, અહીં અમે તમને જણાવીશું કે કયા પ્લાસ્ટિક જોખમી છે, પરંતુ અમે તમને એ નહિ જણાવીએ કે કયા પ્લાસ્ટિક જોખમી નથી.

એટલે કે, તે વાત તો નિશ્ચિત થઈને કહી શકાય છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ આવી આવી રીતે ન કરવો, પરંતુ એવું ક્યારેય કોઈ નિશ્ચિત રીતે કહી શકાય નહીં કે આવા આવા પ્રકારના પ્લાસ્ટિકથી કોઈ ખતરો નથી.

અને જો તે પણ જાણી શકાય કે આવા આવા પ્લાસ્ટિક હાનિકારક નથી, તો પણ તેમાંથી બનેલી વસ્તુ, ડબ્બા કે કન્ટેનરમાં ઘણા એવા તત્વો ભળેલા હોઈ શકે છે, જે અન્યથા ઝેરી છે.

તેથી, સારું એ છે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ, કારણ કે તેમાં ખૂબ જ ટૂંકા ગાળાના ખૂબ જ નાના નાના ફાયદા છે, પરંતુ લાંબા ગાળાના મોટા ગેરલાભ છે. પરંતુ છતાં પણ આવું કરવું જરૂરી છે, તો એકવાર પ્લાસ્ટિક વિશેની મૂળભૂત માહિતી મેળવી લો. એટલી માહિતી જેટલી એક સામાન્ય માણસ માટે જરૂરી હોય છે.

ઓળખ કોડ ફરીથી બનાવો

પ્લાસ્ટિકના બોક્સ, કન્ટેનર, ડોલ, બોટલ અથવા પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ ઉપર ત્રિકોણથી ઘેરાયેલી સંખ્યા દેખાય છે. આ રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ છે. મોટે ભાગે તે બોટલ-કેન નીચે હોય છે, પરંતુ કેટલીક વાર તે બીજા કોઈ ભાગમાં પણ હોઈ શકે છે. રેઝિનનો અર્થ તે પદાર્થ છે કે જેમાંથી પ્લાસ્ટિક બનાવવામાં આવે છે (ખરેખર પ્લાસ્ટિક અનેક પ્રકારના પદાર્થો / રેઝિનમાંથી બનાવી શકાય છે). અને ઓળખ કોડ એટલે ઓળખ સંકેત.

શરૂઆતમાં આ કોડ એટલા માટે બનાવવામાં આવ્યો હતો, જેથી કે કચરો વીણવાવાળા અથવા પ્લાસ્ટિકના રિસાયકલ કરવા વાળા જાણી શકે કે ક્યુ પ્લાસ્ટિક ક્યા રેજિન માંથી બન્યું છે અને કઈ રીતે તેને ફરીથી રિસાયકલ કરી શકાય કે તેને રિસાયકલ પણ કરી શકાય છે કે નહિ.

પરંતુ વિચારો કે આ કોડ ચોક્કસપણે પ્લાસ્ટિક સોર્ટીંગ કરવા વાળા માટે હતો, તેમ છતાં તે પ્લાસ્ટિકમાં વપરાતી સામગ્રી વિશે માહિતી આપતા જ હતા ને. અને આ આધારે, આપણે જાણી શકીએ કે જોખમી રેઝિન, જોખમી પ્લાસ્ટિક કયા ક્યા છે.

એટલે કે ‘સત્તાવાર રીતે’ આ કોડ્સ ઝેરી અથવા સલામતી સૂચવતા નથી.

જ્યારે કોડ 1 થી 6 સુધીનો દરેક કોડ કોઈ ચોક્કસ ‘પ્લાસ્ટિક પોલિમર’ ની પુષ્ટિ કરે છે, તો તે કોડ 7 એક સામાન્ય કેટેગરી છે, જેમાં તે તમામ પ્રકારના પ્લાસ્ટિક આવે છે, જે 1 થી 6 સુધી ન આવતા હતા.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ, 1 (ઘણા સ્થળે પીઈટીઇ કે પીઈટીઈ પણ લખેલું હોઈ શકે છે.)

પોલિઇથિલિન ટેરેફેથલેટ – (પીઈટી અથવા પીઈટીઇ અથવા પોલિએસ્ટર)

આ પ્લાસ્ટિક પોલિમરનો ઉપયોગ મોટાભાગે કાપડ ઉદ્યોગમાં થાય છે. તેનાથી બનેલા કન્ટેનરમાં બહારના ઓક્સિજન અંદર પ્રવેશી શકતા નથી, તેથી અંદર ભોજનનો બગાડ થતો અટકાવે છે. આવા પ્રકારના રેઝિન અથવા પ્લાસ્ટિક પોલિમરનો ઉપયોગ કોલ્ડ ડ્રિંકની બોટલો, જાર, ઓવન ટ્રે-ટ્રે, ડિટરજન્ટ અને ક્લીનર કન્ટેનર વગેરેમાં કરવામાં આવે છે. આ સિવાય લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, ગિટાર, પિયાનો વગેરેની ફીનીશીંગ માટે આ ‘પ્લાસ્ટિક પોલિમર’ નો ઉપયોગ થાય છે.

જો આ કન્ટેનરમાં લાંબા સમય સુધી કોઈ પ્રવાહી રાખવામાં આવે છે, તો તેમાંથી એન્ટિમની નામનો પદાર્થ તેમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે. તે જ્યારે વધી જાય છે જયારે કન્ટેનર કોઈ ગરમ અને / અથવા બંધ જગ્યાએ રાખવામાં આવે છે ત્યારે.

લાંબા સમયથી એન્ટિમોની ટ્રાઇક્સાઇડના સંપર્કમાં આવતા કામદારોને શ્વસન અને ત્વચાની બળતરાની ફરિયાદ અને સ્ત્રી કામદારોને માસિક ધર્મ સંબંધી સમસ્યાઓ અને કસુવાવડની ફરિયાદો કરી છે.

પરંતુ આ તમામ નુકસાન પોલિથિન ટેરેફેથલેટની નહીં પરંતુ એન્ટિમોની ટ્રાઇઓક્સાઇડની છે અને હજી સુધી તે સાબિત થઇ શક્યું નથી કે પોલિથિન ટેરેફેથલેટથી એટલું એન્ટિમોની ટ્રાઇઓક્સાઇડ ઉત્સર્જિત થાય છે કે તે મનુષ્ય માટે હાનિકારક હોય.

વર્ડીકટ : રેડ

આપણે તેના ઉપયોગથી દુર રહેવું જોઈએ. ઘણા લોકો પીઈટીને અપેક્ષા કરતા સુરક્ષિત ‘સિંગલ યુઝ’ કે ‘યુઝ એંડ થ્રો’ પ્લાસ્ટિક માને છે પરંતુ રીસર્ચ કંઈક અલગ જ કહે છે – તેનાથી થેલેટ્સ અને એંટીમનીનો નીકળતો પ્રવાહ ખતરનાક હોઈ શકે છે. અને જો કોઈ મજબુરીને લઈને ઓછો ઉપયોગ કરીએ પણ છીએ, તો પણ માત્ર એક વખત યુઝ કરો અને ગરમીથી દુર રાખો.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 2 (એચડીપીઇ પણ ઘણી જગ્યાએ લખેલું હોઈ શકે છે):

હાઇ ડેન્સિટી પોલિથિન (એચડીપીઇ)

પોલિથિન સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા ‘પ્લાસ્ટિક પોલિમર’ છે કારણ કે તે બનાવવું ખૂબ જ સરળ છે અને તેથી તે ખૂબ સસ્તું પણ છે. તેનો ઉપયોગ પ્લાસ્ટિકની બેગ (કરિયાણા), દૂધ, પાણી અને જ્યુસના કન્ટેનર બનાવવા, બ્લીચની બોટલ બનાવવાથી લઈને દવાઓની બાટલીઓના બનાવવા સુધીમાં ઉપયોગ થાય છે.

પ્રમાણમાં સ્થિર હોવાને કારણે, તે સામાન્ય રીતે ખોરાક અને પ્રવાહી (પાણી, વગેરે) ના કન્ટેનર તરીકે સલામત પ્લાસ્ટિક માનવામાં આવે છે, જોકે કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે તે હોર્મોનલ ઈશ્યુ ક્રિએટ કરવા વાળા પદાર્થ – નોનીલફેનોલ સાબિત કરી શકે છે, ખાસ કરીને સૂર્યપ્રકાશમાં.

વર્ડીકટ : પીળો

તે ઘણી હદ સુધી સલામત છે, પરંતુ છતાં પણ કોઈ પણ હદ સુધી હોર્મોનલ ઈશ્યુ ક્રિએટ કરનારા રસાયણો છોડવા માટે કુખ્યાત છે.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 3 (વી અથવા પીવીસી પણ ઘણી જગ્યાએ લખેલો હોઈ શકે છે):

પોલિવિનાઇલ ક્લોરાઇડ (પીવીસી)

પોલિથિન પછી, તે વિશ્વમાં બીજો સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા પ્લાસ્ટિક રેઝિન હતો, પરંતુ હવે તેનો ઉપયોગ અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કારણ છે તેનાથી ગંભીર આરોગ્ય અને પર્યાવરણીય નકારાત્મક અસરો છે. દુઃખદ વાત એ છે કે તેના નિર્માણથી નિકાલ સુધીની આખી લાઈફ રીસાઈકલ જ ઝેરી છે.

તેનાથી પણ વધુ દુ:ખ એ છે કે તેની ઓછી કિંમતને કારણે, તે હજી પણ ઓછા લોકપ્રિય નથી.

ચાઈનામાં બનેલા અથવા ભારતમાં પણ બનેલા સસ્તા રમકડાં જુઓ. ઘણે અંશે તે સંભવિત છે કે તેમાં બનેલા ત્રિકોણની અંદર 3 લખાયેલું હોય. તેનો ઉપયોગ રમકડા, શેમ્પૂની બોટલો, મોં ધોવાની બોટલ, ડીટરજન્ટ અને ક્લીનરની બોટલો, લોહીની બાટલીઓ, વિંડો ફ્રેમ્સ વગેરેમાં થતો હતો, અને તેનો ઉપયોગ હજી પણ થાય છે.

વર્ડીકટ : લાલ

પીવીસીને સૌથી વધુ ઝેરી પ્લાસ્ટિક માનવામાં આવે છે. તેમાં ઘણા પ્રકારનાં ઝેરી રસાયણો હોય છે, સાથે સાથે ઘણા પ્રકારના બીજા રસાયણ જેવા હવા વગેરેના સંપર્કમાં આવવાથી બની શકે છે જેવા કે કાચ, પારો બીજા પણ ઘણા બધા. કોઈપણ કિંમતે તેનો ઉપયોગ કરવાનું ટાળો.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 4 (LDPE પણ ઘણી જગ્યાએ લખાયેલું હોઈ શકે છે):

લો ડેન્સિટી પોલિથિન (LDPE)

પોલિથિન સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતા ‘પ્લાસ્ટિક પોલિમર’ છે કારણ કે તે બનાવવું ખૂબ જ સરળ છે અને તેથી તે ખૂબ સસ્તું પણ છે.

ઉચ્ચ ઘનત્વ વાળા પોલિથિનમાં પણ એ વાત હતી, બસ એકમાત્ર તફાવત એ છે કે એલડીપીઇની રાસાયણિક રચના તેને વધુ ફેક્સીબલ અને વધુ પાતળું બનાવવામાં મદદ કરે છે. બ્રેડ, કરિયાણા, અખબારો, કચરો વગેરે, પાતળી ફિલ્મ (કામમાં – જેવી કે ચાંદીની મીઠાઈઓ) નો ઉપયોગ થાય છે. યા તો બહારના વાતાવરણને અંદરથી વસ્તુ માંથી અથવા અંદરની વસ્તુને બહારના વાતાવરણથી સુરક્ષિત કરવા માટે. કેબલના તાર, પિચકારીથી અંદરની વસ્તુ કાઢી શકાય એવી બોટલો – જેમ કે ટમેટા કેચઅપ બોટલ વગેરેમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 2ના ધોરણ, પ્રમાણમાં સ્થિર હોવાને કારણે, તે સામાન્ય રીતે ખોરાક અને પ્રવાહી (પાણી, વગેરે) ના કન્ટેનર તરીકે સલામત પ્લાસ્ટિક માનવામાં આવે છે, જોકે કેટલાક અભ્યાસો ઉપરથી તે જાણવા મળ્યું છે કે આ આંતરસ્ત્રાવીય મુદ્દાઓ ક્રિએટ કરનારા પદાર્થ. નોનીલફેનોલ પદાર્થ સ્ત્રાવ કરી શકે છે.- ખાસ કરીને સૂર્યપ્રકાશમાં,

વર્ડીકટ : પીળો

તે ઘણી હદ સુધી સલામત છે, તેમ છતાં પણ થોડે અંશે હોર્મોનલ મુદ્દાઓ ક્રિએટ કરનારા રસાયણો મુક્ત કરવા કુખ્યાત છે.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 5 (પીપી પણ ઘણી જગ્યાએ લખાયેલું હોઈ શકે છે):

પોલીપ્રોપાઈલિન (પીપી)

પોલિપ્રોપાઈલિનનો ઉપયોગ પોલિથિન જેવી વસ્તુ ફરી વખત ઉપયોગમાં લેવા માટે કરવામાં આવે છે, પરંતુ પોલિપ્રોપાઈલિન સામાન્ય અપેક્ષિત સખત અને વધુ ગરમી પ્રતિરોધક હોય છે. ફૂર કંટેનર જેવા કેચપ, દહીં, કોટેજ પનીર, વગેરેના કંટેનર તરીકે દવા કંટેનર તરીકે સ્ટ્રો, બોટલ ઢાંકણા, બાળકોની બોટલ તરીકે ડિસ્પોઝલ ડાયપર અને સેનિટરી પેડ લાઇનર્સ તરીકે તેનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે.

સામાન્ય રીતે ભોજન અને પાણીના કંટેનરના ઉપયોગ માટે આ પ્રકારના પ્લાસ્ટિક એક સુરક્ષિત પ્લાસ્ટિક માનવામાં આવે છે, જ્યારે ગરમ થાય છે અથવા કરવામાં આવે છે ત્યારે ફેફસાં સંબંધિત રોગોનું જોખમ રહેલું છે.

વર્ડીકટ : પીળો

તે ઘણી હદ સુધી સલામત છે, પરંતુ વૈજ્ઞાનિક પ્રયોગો દરમિયાન કેટલાક એડિટિવ રસાયણોનો સ્ત્રાવ થતો હોવાનું જોવા મળ્યું છે. જો એડિટિવ રસાયણો કહેવામાં આવે છે, તો તે પોતે બિન-હાનિકારક છે પરંતુ કોઈ બીન હાનિકારક પદાર્થ માંથી મળીને એક હાનિકારક પદાર્થ બની શકે છે.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 6 (પીએસ પણ ઘણી જગ્યાએ લખેલું હોઈ શકે છે)

પોલિસ્ટેયરન (પીએસ)

ઇંડા કાર્ટુન, પેકેજિંગ, બાઇક હેલ્મેટ્સ, નિકાલજોગ કપ અને બાઉલ, યુઝ એંડ થ્રો વગેરેમાં વપરાતા પોલિસ્ટેયરનમાંથી સ્ટેરિનનો સ્ત્રાવ થઈ શકે છે. જે કેન્સરનું કારણ બની શકે છે. તે મગજ અને તંત્રિકા સિસ્ટમ માટે પણ એક ઝેરી પદાર્થ માનવામાં આવે છે.

વર્ડીકટ : લાલ

પોલિસ્ટેયરન ટાળો, જે સ્ટેરિનનો સ્ત્રાવ લીક કરી શકે છે, જે મગજ અને તંત્રિકા સિસ્ટમ માટે ઝેરી છે અને કેન્સરની સંભાવના પણ વધારે છે.

રેઝિન આઇડેન્ટિફિકેશન કોડ 7 (ઓ પણ ઘણી જગ્યાએ લખેલો હોઈ શકે છે)

અન્ય તમામ પ્લાસ્ટિક

આ કેટેગરીમાં કોઈ વિશિષ્ટ પ્લાસ્ટિક સામગ્રી નથી આવતી, પરંતુ તેમાં ઉપર જણાવેલ કેટેગરી માંથી બાકી રહેલા તમામ પ્લાસ્ટિક આવી જાય છે અથવા તો પછી કેટલાક નવા ડીસ્કવર કરવામાં આવેલા બાયોપ્લાસ્ટિક્સ ઉપર જણાવેલા જુદા જુદા પ્લાસ્ટિકમાંથી બે કે બેથી વધુ મિશ્રણ અથવા લેયર્સ માંથી બનેલા પ્લાસ્ટિક, બધા આમાં આવે છે.

વર્ડીકટ : લાલ

આ પ્લાસ્ટિક કયા રેઝિનમાંથી બનાવવામાં આવ્યું છે તે આપણે જાણતા નથી, તેથી આ આમ તો આપણેને ખબર નથી હોતી કે આ પ્લાસ્ટિક ક્યા રેજિન માંથી બન્યું છે, એટલા માટે તે કહી શકાતું નથી કે આ પ્લાસ્ટિક ખતરનાક છે કે નહિ. પરંતુ હજી પણ તેને બે કારણોસર રેડ ઝોન વાળું પ્લાસ્ટિક હોય તો સંપૂર્ણ મિશ્રણ ‘લાલ પ્લાસ્ટિક કેટેગરીમાં આવી જશે.

અને બીજું કારણ જે મહત્વનું છે, તે છે કે કેટલીકવાર આઇડેન્ટિફિકેશન કોડ 7 નીચે પીસી લખાયેલું હોય છે. આનો અર્થ એ કે પ્લાસ્ટિક – પોલીકાર્બોનેટ છે કોઈ ‘અજાણ્યું’ પ્લાસ્ટિક અથવા ‘ઘણા પ્લાસ્ટિકોનું મિશ્રણ’ નથી. પરંતુ તફાવત એ છે કે પોલીકાર્બોનેટ ફક્ત જાણીતા ડેવિલ બાકીનો કોડ 7 વાળા પ્લાસ્ટિક Unknown Devil.

અર્થ, અજાણ્યું ન હોવા છતાં પણ એટલું જ ખતરનાક છે. જેટલું કોડ 7 નીચે આવનારા બીજા પ્લાસ્ટિક.

પોલીકાર્બોનેટનો ઉપયોગ નાના બાળકોની બાટલીઓ, પાણીની બોટલો, ત્રણ અને પાંચ ગેલનનાં વિશાળ પાણી સંગ્રહ કન્ટેનર, કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી, બ્લુ-રે ડિસ્ક, પ્રયોગશાળાનાં સાધનો, ગિયર્સ, સ્નોબોર્ડ્સ, કારનાં પાર્ટ્સ, સેલફોન, કમ્પ્યુટર, વગેરે બનાવવા માટે કરવામાં આવે છે.

પોલીકાર્બોનેટ માંથી બિસ્ફેનોલ એ (બીપીએ) નો સ્ત્રાવ થાય છે. જે કેન્સરના જોખમ સહિતના અનેક પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસરો માટે ઓળખાય છે.

અંતિમ વર્ડીકટ : તમે જોયું હશે કે કોઈ પણ લીલો રંગ કોઈને નથી મળ્યો, એટલે કે ઉપરથી પોલિમર્સનો માત્ર ‘મર્યાદિત ઉપયોગ માટે’ 2, 4 અને 5 ઠીક છે, પરંતુ 1, 3, 6 અને 7 (પોલિકાર્બોનેટ) થી તો સ્પેસીફીકલી ટાળો.

છેવટે, ઘણાં ડબ્બા અથવા બોટલ નીચે નંબરોને બદલે, કેટલાક વધુ કોડ આપવામાં આવ્યા હશે, અમે બધા નંબર ઉપર શેર કર્યા છે. જેથી જો તમને એકથી સાત સુધી કોઈ નંબર ન દેખાય તો પણ તમે બરાબર અનુમાન લગાવી શકો છો.

સુરક્ષિત રહો, સ્વસ્થ રહો

આ માહિતી ધ લલનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.