ગુરુવારના દિવસે દરવાજા પર ભિખારી આવે તો કરો આ 3 કામ, ક્યારેય નહિ થાય ધન-અન્ન ની અછત

કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છતો નહિ હોય કે, તેના ઘરે ધન અને અન્નની ક્યારેય કમી થાય. આ બંને વસ્તુ જ આપણા દિનચર્યાનો મુખ્ય ભાગ છે. આને મેળવવા માટે માણસ દિવસ રાત મહેનત કરે છે. એવામાં આજે અમે તમને એક એવા ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવ્યા પછી તમારા જીવનમાં ક્યારેય ધન અને અન્નની કમી રહશે નહિ.

આ ઉપાયમાં તમારે ગુરુવારના દિવસે પોતાના ઘરના દરવાજા પર આવનારા ભિખારીની સાથે ત્રણ ખાસ કામ કરવાના છે. આ ત્રણ કામ તમને ઘણો બધો લાભ આપશે. સામાન્ય રીતે જયારે કોઈ ભિખારી આવે છે, તો આપણે તેના પર ગુસ્સે થઈએ છીએ, કે પછી તેને ભગાડી દઈએ છીએ. પરંતુ ગુરુવારના દિવસે જો કોઈ ગરીબ તમારા ઘરના આંગણે આવે છે, તો તમારે તેને ખાલી હાથ મોકલવો નહિ. તમે તેને નીચે જણાવેલ ત્રણ કે પછી ઓછામાં ઓછી એક વસ્તુ તો જરૂર આપો. આનાથી ન તો તમારું ધન ઓછું થશે, અને ન તમારા ઘરના અન્ન ભંડાર ખાલી થશે.

પહેલું કામ : ભોજન દાન.

ગુરુવારના દિવસે કોઈ ભિખારી કે ગરીબ જરૂરિયાતમંદ માણસ તમારા આંગણે આવે, તો તેને ભૂખ્યા પેટ પાછા મોકલો નહિ. તમે તેને ભોજન માટે કંઈક સામગ્રી જરૂર આપો. ઈચ્છો તો ઘરમાં પહેલાથી પડેલું જમવાનું આપો કે પછી ચોખા, ઘઉં વગેરે વસ્તુ આપો. ગુરુવારના દિવસ કોઈ અજાણ્યા ભૂખ્યા વ્યક્તિને જમવાનું આપવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન થશે.

તમારી અંદર રહેલી દયા ભાવના જોઈને તે તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી થવા દેશે નહિ. તમારા ઘરની બરકત હંમેશા બની રહેશે. જો ગુરુવારના દિવસે તમારા ઘરે ભિખારી ન આવે, તો તમે કોઈ ચારરસ્તા કે મંદિરમાં જઈને ભિખારી શોધો અને તેમને ભોજનનું વિતરણ કરો. એક ભૂખ્યા ભિખારીના દિલથી નીકળેલી દુઆ હંમેશા સફળ રહેશે.

બીજું કામ : ધન દાન.

ભોજનની સાથે સાથે ગુરુવારે ઘરે આવેલ ભિખારીને પૈસા પણ આપી શકો છો. આ પૈસા તમે તમારી ઈચ્છા અનુસાર કેટલા પણ આપી શકો છો. બસ એક વાતનું ધ્યાન રાખો કે, પૈસા દિલથી જ આપવાના છે. મન મારીને કે પછી ફોર્મેલીટી માટે આપો નહિ. જો તમે ગુરુવારના દિવસે આ નેક કામ કરો છો, તો લક્ષ્મીનારાયણ તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ક્યારેય ધનની કમી થવા દેશે નહિ. તમે જેટલું દાન કરશો બદલામાં તમને તેનાથી ઘણું વધુ પાછું મળશે.

ત્રીજું કામ : વસ્તુ દાન.

ગુરુવારે ઘરે આવેલા ભિખારીને કોઈ વસ્તુ જેવી કે કપડાં, બુટ કે પછી અન્ય વસ્તુનું દાન કરવાનું શુભ હોય છે. આ વસ્તુ નવી કે જૂની કોઈ પણ આપી શકો છો. આ પ્રકારનું દાન તમે બહાર જઈને પણ કરી શકો છો. આ વસ્તુ દાન કરવાથી તમારા ઘરમાં ભોગ વિલાસની વસ્તુ ક્યારેય કમી થવા દેશે નહિ.

તો તમે સારી રીતે જાણી લીધું છે કે, ગુરુવારના દિવસે જો કોઈ ભિખારી તમારા ઘરના આંગણે આવે છે, તો તમારે તેની સાથે કેવો વ્યવહાર કરવાનો છે. જો તમને અમારા દ્વારા આપવામાં આવેલ જાણકારી પસંદ આવી હોય, તો તમે બીજાને શેયર કરવાનું ભૂલશો નહિ, સાથે જ આવી બધી જાણકારીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.