ભિખારીના બેંક એકાઉન્ટમાં મળ્યા દોઢ કરોડ રૂપિયા, 5 મકાનોની પણ છે માલકીન, પછી પાલીસે કર્યું આ કામ.

ભીખ માંગનારી ભિખારણ નીકળી 5 મકાનોની માલીક, ખાતામાં મળ્યા દોઢ કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ હકીકત.  એક મહિલા ભિખારીના બેંક એકાઉન્ટમાં એક કરોડ 42 લાખ રૂપિયા જમા થવાનો કેસ સામે આવ્યો છે. સાથે જ તે મહિલા ભિખારીના નામ પર 5 મકાનો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેની ઉંમર 57 વર્ષ છે. આવો જાણીએ સંપૂર્ણ બનાવ.

ગલ્ફન્યુઝ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, બેંકમાં લગભગ દોઢ કરોડ રૂપિયા મુકવાવાળી આ મહિલા ભિખારી ઇજિપ્તની છે. પોલીસે તે મહિલા ભિખારીની ધરપકડ કરી લીધી છે, અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સ્થાનિક ન્યુઝ પેપર Al Masry Al Youm ના રિપોર્ટ અનુસાર, મહિલા ભિખારી વ્હીલચેર પર રહેતી હતી અને પોતાને એવી રીતે દેખાડતી હતી જાણે કે તેનો પગ કપાઈ ગયો છે. તે ઇજિપ્તના ઘણા રાજ્યોમાં ફરીને ભીખ માંગતી હતી.

ભીખ માંગતા સમયે મહિલા વ્હીલચેર પર બેસતી હતી, પણ અન્ય સમયે તે પોતાના પગથી ચાલતી હતી. જણાવવામાં આવે છે કે જયારે એક વ્યક્તિએ તે મહિલાને પોતાના પગ પર ચાલતા જોઈ ત્યારે સંપૂર્ણ બનાવનો ખુલાસો થયો.

મહિલાનું નામ નફીસા જણાવવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં એ પણ ખબર પડી છે કે, મહિલાને કોઈ બીમારી નથી. તપાસ દરમિયાન તે મહિલા ભિખારીના બે બેંક એકાઉન્ટમાં એક કરોડ 42 લાખ રૂપિયા થવાની જાણકારી મળી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.