ઉનાળાની ઋતુમાં ‘બીલીનું શરબત’ પીવો અને રહો તાજામાજા, શીખો રેસિપી.

સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે ‘બીલીનું શરબત’, તમે પણ ઘરે સરળ રીતે બનાવી શકો છો, જાણો તેની વિધિ.

ઉનાળાની ઋતુમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે ઘણા વિકલ્પ હોય છે. તેમાંથી એક છે બીલીનું શરબત, જે તમને આ ઋતુમાં બજારમાં ઘણું જોવા મળશે. મોટાભાગના લોકો બીલીનું શરબત બહારથી જ ખરીદીને પીવે છે, પણ તેને ઘરે બનાવી શકાય છે. આ શરબત બનાવવાની રીત ઘણી સરળ છે. અને જો અત્યાર સુધી તમે તેને ઘરે નથી ટ્રાઈ કર્યું તો ફેમસ શેફ કુણાલ કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર આ શરબત બનાવવાની રેસિપી શેર કરી છે. તમે તે જોઈને ઘરે જ બીલીનું શરબત બનાવી શકો છો.

બીલીમાં રહેલા પોષક તત્વ :

પ્રોટીન – 2 ગ્રામ

ફેટ – 0.3

મિનરલ – 1.9 ગ્રામ

ફાઈબર – 2.9 ગ્રામ

કેલ્શિયમ – 90 મી.ગ્રા.

ફોસ્ફરસ – 55 મી.ગ્રા.

પોટેશીયમ – 600 મી.ગ્રા.

વિટામીન સી – 10 મી.ગ્રા.

બીલીના શરબતના ફાયદા :

જો તમને માઈગ્રેન કે માથાના દુઃખાવાની સમસ્યા રહે છે તો તમારે બીલીનું શરબત જરૂર પીવું જોઈએ.

બીલીના ફળમાં વિટામીન એ પણ હોય છે અને તે આંખોના આરોગ્ય માટે ઘણું જ સારું માનવામાં આવે છે.

કબજિયાતની સમસ્યાને પણ બીલીનું શરબત પી ને દુર કરી શકાય છે.

જો તમને ઉલટી કે ઉબકા થઇ રહ્યા છે તો તમારે બીલીના ફળનું શરબત પણ પી લેવું જોઉએ, તેનાથી તમને રાહત મળશે.

વાળ માટે પણ બીલીનું શરબત ઘણું ઉપયોગી છે. બીલીમાં આયરન અને ઝીંક બંને જ મળી આવે છે. જે વાળના આરોગ્ય માટે ફાયદાકારક છે. બીલીના ફળમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જો તમારા શરીરમાં ક્યાંય પણ સોજો છે તો બીલીનું શરબત પીવાથી તે દુર થઇ જાય છે.

આ સરળ સ્ટેપ્સને ફોલો કરો અને ઘરે 10 મિનીટમાં બનાવો બીલીનું શરબત.

જરૂરી સામગ્રી :

1 બીલીનું ફળ

1 લીટર પાણી

મુઠ્ઠી જેટલા ફુદીનાના પાંદડા

5-10 બરફનાં ગાંગડા

ચપટી મીઠું

ખાંડ સ્વાદ મુજબ

બનાવવાની રીત :

સૌથી પહેલા વેલણની મદદથી બીલીના ફળને તોડી લો અને તેની જાડી છાલને અલગ કરી લો.

બીલીની છાલ ફેંકતા પહેલા તેમાં રહેલા ગરબને ચમચીની મદદથી કાઢો.

હવે ગરબ માંથી બીજ કાઢી લો. ઘણી વખત બીલીના ફળના બીજની આસપાસ ઘણું બધું જેલ લાગેલું હોય છે, જે કડવું હોય છે. તેને કાઢવામાં ન આવે તો શરબતમાં પણ કડવાશ આવી જાય છે.

ત્યાર બાદ એક મોટા વાસણમાં બીલીના ફળનું ગરબ લો અને તેમાં 1 ગ્લાસ પાણી નાખીને સારી રીતે મિક્ષ કરો. આ રીતે તમે ગરબને સારી રીતે મિક્સ પણ કરી શકશો અને તેમાં રહેલા બીજ પણ કાઢી શકાશે.

હવે એક મોટી ચારણીથી આ મિશ્રણને ગાળી લો. ચારણીમાં થોડું વધુ પાણી નાખો જેથી જેટલું બની શકે ગરબનો રસ નીકળી જાય.

હવે તમે ધારો તો તેમાં સ્વાદમુજબ ખાંડ પણ નાખી શકો છો. બીલીના ફળ ઘણી વખત ઘણા ગળ્યા પણ હોય છે. પણ પાણી મિક્સ કરવાથી તેની મીઠાશ થોડી ઓછી થઇ જાય છે. તેથી તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો.

હવે એક ગ્લાસમાં બરફના ટુકડા અને ફુદીનાના પાંદડા નાખો. તેમાં એક ચપટી મીઠું નાખો અને પછી શરબત નાખીને સર્વ કરો.

આ માહિતી હરજિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.