રાજીવભાઈ દ્વારા જણાવેલા એલોવેરાના આ પ્રયોગો અને ફાયદા તમે નહિ જાણતા હોય

નમસ્કાર મિત્રો, તમારું એક વાર ફરીથી સ્વાગત છે. મિત્રો જેમ તુલસી એક અદભુત ઔષધ છે, એવી જ રીતે આપણા ઘરના નજીકમાં એક ઔષધ મળે છે. જેનું નામ છે ” એલોવેરા ” જે ઘર ના કુંડા માં પણ ઉગાડી શકો છો, જે ખુબ જ અદભુત ઔષધ મનાય છે.

એલોવેરા ઘણી બધી બીમારીઓને મટાડવામાં કામ આવે છે. અલોવેરા ને આપણે આપણા ઘરમાં કોઈ પણ કુંડામાં લગાવી શકીએ છીએ. અલોવેરાનો રસનો ઘણી બધી દવા બનાવવામાં ઉપયોગ થાય છે. અલોવેરાનો રસ કાઢવો ખુબ જ સરળ છે, બસ તમારે તેના પાંદડા કાપવાના હોય છે, પાંદડા કાપતા જ તેનો રસ નીકળવાનો શરુ થઇ જાય છે. જો એલોવેરાના પાંદડાને કાપવાની જગ્યાએ આપણે છોલી દઈએ તો પણ તેનો રસ નીકળી શકે છે.

એલોવેરાના ઉપયોગો :

જેવું કે આપણે જાણી ચુક્યા છીએ કે, એલોવેરા સૌથી પ્રસિદ્ધ ઔષધિમાંની એક છે. અલોવેરાનો ઉપયોગ ઘણી બધી બીમારીઓથી છુટકારો મેળવવા માટે થાય છે. નીચે રાજીવ ભાઈ દીક્ષિતે એલોવેરાના કેટલાક મહત્વપૂર્ણ ઉપયોગ બતાવ્યા છે. ચાલો આપણે જાણીએ કે એલોવેરા ક્યાં ક્યાં કામમાં આવે છે:-

1- અલોવેરાનો સૌથી પહેલો ઉપયોગ છે કે તે સુગર રોગને મટાડવામાં કામ આવે છે. જેને પણ સુગરની સમસ્યા રહે છે, તેમને સવાર સાંજ 1-1 ચમચી એલોવેરાના રસનું સેવન કરવું જોઈએ.

2- અલોવેરાનો બીજો મોટો ઉપયોગ છે કે જે લોકોને નપુસંક્તાની ફરિયાદ હોય છે, આ તેમના માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ બીમારીથી પીડિત લોકોએ એલોવેરાના રસને ચારથી પાંચ ચમચી સવાર સાંજ લેવો જોઈએ.

3- અલોવેરાનો ત્રીજો ઉપયોગ એ લોકો માટે છે જેમના શરીરમાં ફોડકા, ખીલ વગેરે નીકળતા રહે છે.

4- જો તમારા વાળોમાં સિક્રીની ફરિયાદ છે, તો અલોવેરાનો રસ તમારા માટે ઘણો લાભદાયી છે.

5- જો તમારા વાળ તૂટે છે અને ખરે છે, તો તમે એલોવેરાના રસને 15 મિનિટ માટે લગાવીને છોડી દો, ત્યાર બાદ વાળને ધોઈ નાખો. આમ કરવાથી એક અઠવાડિયામાં તમારા વાળ તૂટવાનું ખરવા નું બંધ થઇ જશે.

6- જો કોઈના વાળ સમયથી પહેલા સફેદ થઇ રહ્યા છે, તો તે લોકો માટે પણ અલોવેરાનો રસ ઘણો લાભદાયી સાબિત થશે.

7- જો તમારા શરીરનો કોઈ ભાગ બળી ગયો છે, તો બધા ડોક્ટર તમને કહેશે કે તમને ” ગેન્ગરીન ” થઇ ગયું છે. તમારૂ અંગ કાપવું પડશે. તો તમે ગભરાઓ નહીં કારણ કે અલોવેરાનો રસ જ એકમાત્ર તેનો ઈલાજ કરવાની ક્ષમતા રાખે છે.

8- જેમને પણ લોહીનો બગાડ થઇ ગયો હોય, એટલે લોહીમાં એસીડીટીની માત્રા વધી ગઈ છે, તમને ચર્મ રોગ થઇ ગયો છે, આવા કોઈ પણ વ્યક્તિને જો તમે એલોવેરાનો રસ પીવડાવી દો તો તે સાજો થઇ જશે.

9- જો તમારા શરીરમાં અલ્સર જેવા આંતરિક રોગ થઇ ગયા છે, તો આનો રસ પીવાથી તમે એકદમ સજા થઇ જશો.

10- બાળકોથી લઈને વડીલો સુધી જો તમારા કાનમાં દુખાવાની ફરિયાદ રહે છે, તો તમે અલોવેરાનો રસ કાનમાં નાખી લો. આને નાખ્યાના પાંચ મિનિટ પછી તમારા કાનનો દુખાવો માટી જશે.

કેટલાક અન્ય ફાયદાકારક ઉપયોગો >>

1- જો તમારા મોંમાંથી ખુબ જ વાસ આવે છે, તો તમે એલોવેરાના રસને પેઢા પર લગાવીને કેટલીક વાર માલીસ કરો. ત્યાર બાદ પાણીના કોગળા કરી લો, તમારા મોમાં વાંસની ફરિયાદ દૂર થઇ જશે.

2- જો તમારા દાંતમાંથી અથવા પેઢામાંથી લોહી આવે છે, તો અલોવેરાનો રસ આ રોગને પણ સરળતાથી દૂર કરવાની શક્તિ રાખે છે.

એક ખુબ જ સારી વાત એ છે કે એલોવેરા એટલે કે કૉર્પટ માત્ર ભારતમાં જ મળે છે. તમે આનો બિઝનેસ પણ કરવા માંગતા હોય તો ઘણો ફાયદો થશે. શું તમે જાણો છો ? અમેરિકામાં કૉર્પટનો રસ 1000 રૂપિયા લીટર વેચાય છે. આ ગાયના દૂધથી પણ વધારે મોંઘુ વેચાય છે. અમેરિકા અને યુરોપમાં આની સૌથી વધારે માંગ છે.