એક ચમચી ઘી વાળની દરેક સમસ્યાની કરશે છુટ્ટી, બસ વાપરવાની રીત ખબર હોવી જોઈએ

સુંદર દેખાવા માટે વાળ પણ સુંદર હોવા જરૂરી છે. તમારા વાળ તમારી પર્સનાલીટીને વધારવાનું કામ કરે છે. જો તમારા વાળ કાળા, મુલાયમ અને ચમકદાર હશે તો તે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પણ આજકાલ લોકોને વાળને લગતી સમસ્યા પણ વધારે જોવા મળી રહી છે. આજકાલ લોકોના વાળ ઉંમર પહેલા જ સફેદ થવા લાગે છે, તેમજ જલ્દી ખરવા લાગે છે, માથામાં ખોડો થવો, જુ પડવી વગેરે સમસ્યા વધારે જોવા મળે છે. આજે અમે તમને વાળને લગતી થોડી સમસ્યા માટે ઘી કઈ રીતે કામ આવી શકે છે એ જણાવીશું.

વાળના સ્વાસ્થ્ય માટે ઘીનો ઉપયોગ ખૂબ જ સરસ વિકલ્પ છે. કારણ કે ઘી માં રહેલા પોષક તત્વો વાળને પોષણ આપે છે અને સાથે સાથે વાળને મજબૂત પણ બનાવે છે. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘી માં પર્યાપ્ત માત્રામાં ફેટ (ચરબી) હોય છે, આથી ઘી માંથી બનેલા હેર માસ્ક વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને પોષણ આપવાની સાથે સાથે વાળની રુક્ષતાથી (શુષ્કતા) છુટકારો અપાવે છે. ઘી વાળને કન્ડિશનિંગ કરે છે. એનો યોગ્ય ઉપયોગ કરવાથી ખોપડીની શુષ્કતા પણ ઓછી થઈ જાય છે, જેનાથી માથામાં ખોડો (ડેન્ડ્રફ) થતો નથી. આથી ઘી નો ઉપયોગ જરૂરથી કરો. ચાલો જાણીએ ઘી વાળ માટે કેવી રીતે લાભદાયક છે.

ખોડો દૂર કરે છે :

વાળમાં ઘી નો ઉપયોગ ખોડાની સમસ્યા દૂર કરે છે. કારણ કે ઘી માં રહેલા તત્વો માથાના સુકાપણાને ઘટાડે છે, જેનાથી ખોડાની સમસ્યા ઓછી થાય છે.

વાળ ખરતા અટકાવે છે :

ઘી વાળને મૂળ માંથી મજબૂત કરે છે, જેનાથી વાળ ખરતા અટકે છે. એના માટે વાળમાં થોડું હુંફાળું ઘી લગાવી એક કલાક રહેવા દો, અને પછી તેને સારી રીતે ધોઇ લો.

વાળના વિકાસ માટે :

ખૂબ જ સરસ લાંબા વાળ માટે ઘી નો ઉપયોગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. વાળના વિકાસ માટે ઘી ને થોડું હુંફાળું ગરમ કરી માથામાં મસાજ કરો. આમ કરવાથી વાળને પોષણ મળશે.

કન્ડિશનિંગની રીતે કામ કરે છે :

બજારમાં મળતા કંડીશનરમાં રહેલા કેમિકલ વાળને નુકશાન પહોંચાડે છે. એવામાં તમારે ઘી નો ઉપયોગ કરવો જોઈએ. આ એક સારામાં સારું કંડીશનર છે, જે વાળ માટે ખુબજ લાભદાયી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.