જાણો ઘરમાં કઈ ધાતુનો કાચબો રાખવાથી થાય છે લાભ.

જો આપણે ફેંગશુઈ કે પછી ભારતીય ધાર્મિક શાસ્ત્રો મુજબ ઘર કે ઓફીસમાં કાચબા રાખવા ઘણું શુભદાયક માનવામાં આવે છે. તે રાખવાથી ઘરના પરિવારના સભ્યોની ઉંમરમાં વધારો થાય છે. સાથે સાથે ઘરમાં સુખ શાંતિ વધે છે.

હિંદુ સનાતન ધર્મને આધારે કાચબાના રૂપમાં ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતાર લીધો હતો. જેને કુર્મ અવતારના નામથી પણ ઓળખવામાં આવે છે. એટલે રોજગારીનું સ્થળ કે તમારા મકાનમાં સુખ સમૃદ્ધી અને ખુશીઓ વધારવા માટે કાચબો રાખવો શુભ હોય છે.

કાચબા લાંબા સમય સુધી જીવતા રહેવા વાળા એક શાંત જીવ છે. તમે કાચબાને ફોટામાં કે પછી અષ્ટધાતુમાં બનેલા કાચબાને ઘરના મંદિરમાં રાખી શકો છો. ધ્યાન રાખશો કાચબાને પાણીથી ભરેલા પિત્તળ કે અષ્ટધાતુના પાત્રમાં જ રાખો.

કાચબાને ક્યારેય ન રાખશો બેડરૂમમાં :

ખાસ ધ્યાન રાખો કે કાચબાને ક્યારે પણ બેડરૂમમાં ન રાખો. તેનાથી ઘરમાં અવળી અસર પડી શકે છે. તેને તમે ઘરની ઉત્તર દિશા તરફ રાખો.

ઘરમાં કાચબા રાખવાથી થતા વિશેષ ફાયદા :

૧. ઘરના સભ્યોની ઉંમરમાં વધારો થાય છે, કેમ કે કાચબા પણ લાંબી ઉંમરના જીવે છે.

૨. ઘરમાં શાંતિ જળવાયેલી રહે છે, કેમ કે કાચબા શાંત પ્રાણી છે.

૩. ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ નજર લગતી નથી.

૪. કાચબા રાખવાથી બીમારીઓ તે ઘરમાં નથી આવતી.

૫. ચાઈનાના વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ મુજબ કાચબા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

જુદા જુદા કાચબા અને મળતા જુદા જુદા લાભ :

ફેંગશુઈ મુજબ તો ઘરમાં કાચબાની મૂર્તિ રાખવું શુભ માનવામાં આવે છે. હિંદુ પુરાણમાં પણ વિષ્ણુના અવતાર કાચબાનું વર્ણન સમુદ્ર મંથનની કથામાં દર્શાવવામાં આવ્યું છે. તેને લઇને મોટાભાગના ઘરોમાં ઘણા પ્રકારના કાચબાની મૂર્તિ રાખવાનું ચલણ વધી ગયું છે. એ પણ માન્યતા છે કે કાચબા જે ઘરમાં હોય છે, ત્યાંના લોકોની ઉંમર વધી જાય છે. તેની સાથે કાચબાની વીંટી પહેરવાથી પણ ઘણા લાભ પ્રાપ્ત થાય છે.

જો તમને સંતાન પ્રાપ્તિ જોઈએ તો કોઈ બીજા કાચબા તરફ ધ્યાન ન આપો. તેના માટે ઘરમાં એવો કાચબો રાખો, જેની પીઠ ઉપર બચ્ચું રાખેલ હોય.

કાચબાની જોડી :

ઘરમાં હંમેશાથી કજિયા, લડાઈ-ઝગડા વગેરેનું વાતાવરણ રહે છે, તો કાચબાની જોડી રાખવાથી વાતાવરણ સકારાત્મક રહે છે.

ક્રિસ્ટલ કાચબા :

જો તમે આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યા છો તો તમારે બીજા નહિ, પરંતુ ક્રિસ્ટલ માંથી બનેલો કાચબો રાખવો જોઈએ. તેને ઘર કે ઓફીસની ઉત્તર દિશામાં રાખવો અને મોઢું અંદરની તરફ રહે. ધ્યાન રાખો તેને કોઈ સુકા સ્થાન ઉપર રાખવાને બદલે વાસણમાં પાણી ભરીને રાખો.

ધાતુના કાચબા :

સખત મહેનત કરવા છતાં પણ જો તમારી કારકિર્દીમાં સફળતા નથી મળી રહી, તો તમારી પોતાની આસ પાસ મેટલ માંથી બનેલો કાચબો રાખવો જોઈએ. જે કારકિર્દી માટે શુભ માનવામાં આવે છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.