જાણો, લીમડાના પાંદડાનો રસ દૂર કરશે અનેકો બીમારીઓ

લીમડાને આયુર્વેદમાં નીમ નારાયણ કહેવામાં આવે છે. તે શુદ્ધ હવાથી લઇને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં ઘણો લાભદાયક છે. અનેક વિદ્ધવાન લોકોને અનુભવ છે, કે જે રોગ કોઈ બીજી આયુર્વેદ દવાથી સારા ન થઇ શક્યા હોય, તેવા રોગ લીમડાના ચરણોમાં જવાથી સારા થઇ શક્યા છે. આવો જાણીએ તે સંદર્ભમાં લીમડાના રસના ફાયદા. લીમડાનો રસ પીવાથી અનેક રોગો થઇ જશે દુર.

૧. લીમડામાં એન્ટી ઇન્ફલેમેટ્રી તત્વ મળી આવે છે. લીમડાનો અર્ક પીંપલ અને એક્ને માંથી મુક્તિ માટે ઘણું સારું ગણવામાં આવે છે. તે ઉપરાંત લીમડાનો રસ શરીરની રંગત લાવવામાં પણ અસરકારક છે.

૨. લીમડાના પાંદડાનો રસ અને મધને ૨:૧ ના માપમાં પીવાથી પોલીયોમાં ફાયદો થાય છે. અને તેને કાનમાં નાખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.

૩. લીમડાનો રસ પીવાથી શરીરનો કચરો નીકળી જાય છે. જેથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને ડાયજેશન સારું થઇ જાય છે.

૪. તે ઉપરાંત લીમડાનો રસ ડાયાબીટીસના રોગીઓ માટે પણ ફાયદાકારક છે. જો તમે દરરોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કંટ્રોલમાં આવી જશે.

૫. લીમડાના રસના બે ટીપા આંખમાં નાખવાથી આંખોની દ્રષ્ટિ વધે છે, અને જો કન્જંગકટવાઈટિસ થઇ ગયું છે, તો તે પણ જલ્દી ઠીક થઇ જાય છે.

૬. શરીર ઉપર ચીકન પોક્સના નિશાનને સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. તે ઉપરાંત ત્વચા સબંધી રોગ, જેવા કે એક્જીમાં અને સ્મોલ પોક્સ પણ તેનો રસ પીવાથી દુર થઇ જાય છે.

૭. લીમડો એક રક્ત શોધક ઔષધી છે, તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું અથવા એનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં ૧૦ દિવસ સુધી સેવન કરતા રહેવાથી હાર્ટએટેકની બીમારી દુર થઇ શકે છે.

૮. પેઢા માંથી લોહી આવવા અને પાયોરિયા થવા ઉપર લીમડાના થડની અંદરની છાલ કે પાંદડાને પાણીમાં ભેળવીને કોગળા કરવાથી લાભ થાય છે. તેનાથી પેઢા અને દાંત મજબુત થાય છે. લીમડાના ફૂલની રાબ બનાવીને પિવાથી પણ તેમાં લાભ થાય છે. લીમડાનું દાંતણ રોજ કરવાથી દાંતોની અંદર જોવા મળતા જીવાણુંનો નાશ થાય છે. દાંત ચમકતા અને પેઢા મજબુત અને નીરોગી થાય છે. તેનાથી મન પ્રસન્ન રહે છે.

૯. લીમડાના રસના ફાયદા મેલેરિયા રોગમાં પણ થાય છે. લીમડો વાયરસના વિકાસને અટકાવે છે અને લીવરની કાર્યક્ષમતાને મજબુત કરે છે.

૧૦. પ્રેગનેન્સી દરમિયાન લીમડાનો રસ યોનીના દુઃખાવાને ઓછો કરે છે. ઘણી પ્રેગનેન્ટ મહિલાઓ લેબર પેન માંથી મુક્તિ મેળવવા માટે લીમડાના રસથી મસાજ કરે છે. પ્રસુતાને બાળક જન્મવાના દિવસથી જ લીમડાના પાંદડાનો રસ થોડા દિવસો સુધી નિયમિત પિવડાવવાથી ગર્ભાશય સંકોચન અને લોહીની સફાઈ થાય છે. તેમજ ગર્ભાશય અને તેની આસપાસના અંગોનો સોજો ઉતરી જાય છે, ભૂખ લાગે છે, દસ્ત સાફ થાય છે, જ્વર નથી આવતા, જો આવે પણ છે તો તેની ગતી વધુ નથી હોતી.

૧૧. લીમડાનો રસ પીવાથી કેન્સર જેવા અસાધ્ય રોગમાં પણ ઘણો ફાયદો મળે છે.

લીમડાનો રસ કેવી રીતે પીવો?

૧. લીમડાનો રસ ઘણો કડવો હોય છે, જેને પીવો ઘણો મુશ્કેલ હોય છે. જો તમારે તેના ફાયદા મેળવવા છે તો તેને એક ગ્લાસમાં નાખીને તેને દવા સમજીને આખો એક સાથે પી લો. તે ઉપરાંત તે પણ જુવો કે લીમડાના રસને બીજી કઈ કઈ રીતે પી શકાય છે.

૨. લીમડાના રસમાં થોડો મસાલો નાખી દો જેથી તેમાં સ્વાદ આવી જાય. તેને પીતા પહેલા તેમાં મીઠું કે કાળા મરી અને કે પછી બન્ને નાખી દો.

૩. ઘણા લોકોને લીમડાની સુગંધ સારી નથી લાગતી. એટલા માટે જયારે રસ કાઢી લો ત્યારે તેને ફ્રીઝમાં ૧૫-૨૦ મિનીટ માટે રાખો કે પછી તેમાં બરફના થોડા ક્યુબ નાખી દો અને પછી પીવો. પરંતુ સૌથી સારું રહેશે કે લીમડાનો રસ કાઢીને તરત જ પી લેવામાં આવે. એને ૩૦ મિનીટથી વધુ સંગ્રહ કરીને ન રાખવો જોઈએ.

૪. લીમડાના રસને પિતા પહેલા પોતાનું નાક દબાવી લો, તેનાથી રસ પીવામાં સરળતા રહેશે. જો તમારે લીમડાના રસનો વધુ ફાયદો મેળવવો છે, તો તેમાં ખાંડ જરાપણ ન ભેળવો.

૫. લીમડાનો રસ હંમેશા સવારે સવારે પીવો. તેની કડવાશને ઓછી કરવા માટે તેમાં મીઠું ભેળવો અને થોડુ એવું પાણી પણ.