બેંક PO નું ઈન્ટરવ્યું આપવા ગયો હતો યુવક, માર્કશીટ જોઈને અધિકારીઓના ઉડી ગયા હોંશ, જાણો

આજના સમયમાં નોકરી માટે ઘણી હરીફાઈ જોવા મળે છે, કોઈ પણ સ્થળે ૧૦૦-૨૦૦ જગ્યા માટે જાહેરાત બહાર પડે તો પણ લાખોનું સંખ્યામાં અરજીઓ આવતી જોવા મળે છે, અને લોકો તેમાં પાસ થવા માટે અનેક પ્રકારની છેતરપીંડી પણ કરતા જોવા મળે છે.

પટનામાં સ્ટેટ બેંકના પીઓનું ઈન્ટરવ્યું આપવા ગયા અરજદારનું સર્ટીફીકેટ જોઇને ઈન્ટરવ્યું લઇ રહેલા અધિકારી ચકિત થઇ ગયા. કુલ માર્ક્સ કરતા વધુ માર્કસ જોઇને અધિકારીઓના હોંશ ઉડી ગયા.

પટના, જેએનએન. ગાંધી મેદાન પોલીસ સ્ટેશનની ખોટી ડીગ્રીની બાબતમાં મધેપુરાના એસબીઆઈ ધેલાર શાખામાં સહાયક હોદ્દા ઉપર રહેલા સાવન કુમારને શુક્રવારે જેલ મોકલી દીધા. તે ગુરુવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યાલયમાં ચાલી રહેલા પરીવિક્ષાધીન અધિકારી (પીઓ)ના સ્થળ ઉપર પહોચ્યા હતા. પરંતુ સ્નાતકના પ્રમાણપત્રમાં ઘણા વિષયોમાં કુલ માર્ક્સથી વધુ માર્ક્સને લીધે તેને જેલમાં જવું પડ્યું.

ત્રણ વિષયોમાં કુલ માર્ક્સથી વધુ હતા માર્ક્સ

સ્થાનિક પ્રધાન કાર્યાલયમાં ૧૬થી ૧૭ સપ્ટેમ્બર સુધી પીઓની બહાલી માટે ચકાસણી ચાલી રહી હતી. ગુરુવારે ચકાસણીમાં પૂર્ણિયાના મરંગા આવેલી વર્મા કોલોનીના રહેવાસી સાવન કુમાર પણ હાજર રહ્યા હતા. તેને ઈંટર સુધીના સર્ટીફીકેટ સાચા મળ્યા. પરંતુ, સ્નાતકના સર્ટીફીકેટ જોઈ ચકાસણીમાં હોદાયેલા અધિકારી ચોંકી ગયા.

સર્ટીફીકેટ તમીલનાડુની એક યુનીવર્સીટીનું હતું. પરંતુ તેમાં ત્રણ વિષયમાં કુલ માર્ક્સ કરતા વધુ માર્ક્સ હતા. સર્ટીફીકેટ તેણે ૨૦ મેં ૨૦૧૫ના રોજ પ્રાપ્ત કર્યું હતું. તેમાં આઠ વિષય હતા. તેમાંથી ત્રણ વિષયમાં પૂર્ણાંક ૫૦ માર્ક્સના હતા. પણ તેમાં તેણે માર્ક્સ ક્રમશઃ ૬૮, ૭૧ અને ૭૩ માર્ક્સ હતા. સર્ટીફીકેટ ઉપર માર્ક્સની સંખ્યા અને સ્નાતક પ્રમાણપત્ર ઉપર પત્ર સંખ્યા સાથે યુનીવર્સીટીનો સિક્કો, સહી પણ હતા.

મોટી રકમ આપીને મેળવ્યું હતું સર્ટીફીકેટ

તેના શેક્ષણિક અને બીજા દસ્તાવેજોની ચકાસણીના અધિકારીઓએ સાવન કુમાર સાથે પુછપરછ કરી. તેણે જણાવ્યું કે તે સ્નાતકનું સર્ટીફીકેટ અપાવનારી એક ગેંગ દ્વારા તેને મળ્યું હતું. પ્રવેશ મેળવીને પરીક્ષા ફી પણ આપી. પોસ્ટથી તેનું સર્ટીફીકેટ આવ્યું હતું. પરંતુ તે માર્ક્સ ન જોઈ શકાયા. પુછપરછમાં તેણે સ્વીકારી લીધું કે બેંકમાં નકલી દસ્તાવેજ રજુ કર્યું હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.