ડાયનીંગ ટેબલ પર બેસી ને જમતા હોય તો ખાસ વાંચો આયુર્વેદ નો મત બુફે વાળા પણ ધ્યાન દે

મિત્રો જેમ કે તમે પાછળના વિડીયોમાં જોયું ભોજન કરવાના થોડા નિયમો રાજીવભાઈ એ જણાવ્યું છે જેનું તમે જો પાલન કરશો તો તમારું સવાસ્થ્ય સારું રહેશે. તે નિયમ એ હતા કે ખાવાનું હમેશા ચાવીને ખાવ. હવે તમે કહેશો કે કેટલું ચાવવાનું છે તો જેટલા તમારા દાંત છે એટલી વાર ચાવવાનું છે. તે સિવાય એક નિયમ બીજો હતો કે ભોજન કરતા સમયે તમારે તણાવમાં નથી રહેવાનું, ઉતાવળ નથી કરવાની. જો તમારે કોઈ મજબુરી હોય તો તેના વિષે વિસ્તારથી જણાવેલ હતું. જેમ કે જો ટ્રેન પકડવી છે તો તેને તમે છોડી નથી શકતા જેથી તમે ખાવાનું ઉતાવળ થી ન ખાવ, ખાવાનું છોડી દો તેને પેક કરાવી દો અને ટ્રેન માં ખાવ હવે આપણે આગળના નિયમની વાત કરીએ કે ભોજન કેવી રીતે કરવું જોઈએ.

જો તમારે ભોજન કરવાનું છે તો તમે બેઠા બેઠા ખાવું જોઈએ. તે ઉભા રહીને ભોજન કરવું તે નિયમ મનુષ્ય માટે નથી. તે નિયમ જાનવરો માટે છે. તેની પાછળ જે કારણ છે તે એ છે કે જાનવર ચાર પગેથી ચાલે છે. તેના શરીરમાં સેન્ટ્રલ ઓફ ગ્રેવિટી (Center of Gravity) કેન્દ્ર મનુષ્યથી અલગ છે. કેમ કે મનુષ્ય બે પગ ઉપર ચાલે છે. અને જાનવર 4 પગ ઉપર ચાલે છે. તેથી મનુષ્ય અને પશુ બન્ને નું ગુરુત્વ કેન્દ્ર જુદું જુદું હોય છે.

આયુર્વેદ મુજબ પશુઓને ઉભા રહીને ભોજન કરવાની છૂટ છે મનુષ્ય માટે નથી. મનુષ્યને બેસીને ખાવું જોઈએ. તેનો અર્થ છે કે ઉભા રહીને ખાવાની પદ્ધતિને બફૈલો પદ્ધતિ કહે છે. બફૈલો એટલે કે ભેશ. હવે તમારા મનમાં એક સવાલ ઉઠશે કે અમે લગ્નમાં ગયા છીએ અને ત્યાં વ્યવસ્થા એવી છે કે ઉભા રહીને જ ખાવું પડે તો તે સમયે શું કરવું ? તો મારી તમને વિનંતી છે કે તમે જ્યાં પણ લગ્નમાં ગયા છો, લગ્ન પ્રસંગમાં ગયા છો, કે કોઈ બીજા પ્રસંગમાં ગયા છો અને ત્યાં ઉભા રહીને જમવાની સીસ્ટમ છે તો તમે તમારી થાળીમાં ખાવાનું લઇ લો અને ત્યાં કોઈપણ જગ્યાએ બેસવાની જગ્યા જોઇને બેસીને જ ખાવ.

આયુર્વેદ મુજબ ઉભા રહીને ભોજન કરવું ખુબ તકલીફ વાળુ કામ છે. હવે તે તકલીફ કઈ છે તે હું તમને જણાવું છું. અત્યારે તમે બેઠા છો, થોડી વારમાં તમે ઉભા થઇ જશો. તમને બેસવા અને ઉભા થતા સુધીના સમયગાળા માં ફરક નો અનુભવ થાય છે. કેમ કે બેસવાથી શરીરનું ગુરુત્વ કેન્દ્ર બદલાઈ જાય છે. હવે તેનું કારણ એ હોય છે જે જયારે તમે ઉભા રહીને ખાવાનું ખાવ છો તો પૃથ્વી નું જે ગુરુત્વ બળ હોય છે તે તમારી ઉપર સૌથી વધુ હોય છે અને જયારે ઉભા રહીને ભોજન કરો છો તો તમે જે ભોજન ખાધું તે ઝડપથી અંદર જતું રહે છે.

આયુર્વેદ ના નિયમ મુજબ ખાવાનું ધીમે ધીમે નીચે ઉતરવું જોઈએ. પણ ઉભા રહીને ખાશું તો ખાવાનું જલ્દી થી નીચે ઉતરી જશે. તે જે જલ્દી થી નીચે ઉતરેલ ખાવાનું છે તેના જે લાળ નું પ્રમાણ જે આહાર નળી માં મળવું જોઈએ તે ઓછું થઇ જાય છે અને ગુરુત્વ બદલાવને કારણે તે જલ્દી થી નીચે આવી જાય છે. આ ખોરાકને પાચનમાં તકલીફ ઉભી થઇ જાય છે. અને પાચન કરવામાં શરીરના અંગોને પણ તકલીફ વધુ થાય છે. તેથી આયુર્વેદમાં ખુબ કડક રીતે નિયમ બનાવેલ છે કે મનુષ્ય જાતિના લોકો માટે બેસીને ભોજન કરવું જ સૌથી ઉત્તમ છે.

હવે તમારા મનમાં વિચાર આવશે કે બેસવું કેવી રીતે. તમે કહેશો કે અરે હું તો ખુરશીમાં બેસીને જ ખાઉં છું. એટલે કે ડાઈનીંગ ટેબલ ઉપર. તે સારી રીત નથી. સૌથી સારી રીત સુખ આસન છે જેને આલતી પાલતી પણ કહે છે.

રાજીવભાઈ એ એક જાણકારી બીજી આપી છે કે ખુરશી ઉપર બેસીને ખાવાનું ખાવાનો નિયમ યુરોપના લોકોનો છે. અને તેની પાછળનું પણ કારણ છે. યુરોપ અને ભારતમાં ખુબ ફરક છે યુરોપ અને ભારત માં સૌથી મોટું અંતર એ છે કે યુરોપ માં ઠંડી વધુ છે. તમે જાણતા જ હશો કે ત્યાં એટલી ઠંડી છે કે એક વર્ષમાં આઠ મહિના સુર્યપ્રકાશ નથી નીકળતો. તાપમાન માઈનસ 40 ડીગ્રી સેન્ટીગ્રેડ હોય છે બરફ ઉપર બરફ જામી જાય છે. જ્યાં ઠંડી ખુબ હોય છે તે લોકોના શરીરમાં Synovial fluid ઓછું બને છે. Synovial fluid એક એવું ફ્લુઇડ હોય છે જે શરીરમાં જેટલા પણ સાંધા છે તેમાં હાડકા વચ્ચે હોય છે જે હાડકા ના ઘર્ષણ નું કામ કરે છે અને હાડકા ને ઘસતા અટકાવે છે. જેમ કે ગાડીમાં ઓઈલ નાખીએ છીએ, તેવું જ શરીરમાં ઓઈલ છે. જેના સાઈનોવિયલ ફ્લુંડ કહે છે.

Synovial fluid ઠંડી વાળા દેશના લોકોમાં ઓછું હોય છે. તો તે જલ્દી ઉઠી બેસી શકતા નથી તેથી તેમને નિયમ છે કે ઉભા રહી ને ખાય કે ખુરશી ઉપર ખાય કેમ કે ગોઠણ તેના વળી નથી શકતા. કેમ કે Synovial fluid નું પ્રમાણ ઓછું હોવાને લીધે કડક થઇ જાય છે. તેથી યુરોપના લોકો મેજ ખુરશી ઉપર બેસીને ખાય છે. ભારત વાળાઓ માટે આ નિયમ નથી, કેમ કે અહિયાં મોસમ સામાન્ય રહે છે. ભારતમાં તો જમીન ઉપર બેસીને ખાવાનું સૌથી ઉત્તમ છે તો આયુર્વેદ માં તેનું એક સૂત્ર ખાસ જણાવવામાં આવ્યું છે કે નીરોગી રહેવા માટે જમીન ઉપર બેસીને ભોજન કરો. અને તે ખુબ જરૂરી છે.

ભારત માં ઘણી પરંપરા એવી છે જેનો સીધો સબંધ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે છે. એવી જ એક પરંપરા છે જમીન ઉપર બેસીને ખાવાની. ભારતીય ઘરોમાં જ્યાં આજે પણ ખાવાનું પારંપરિક રીતે જ પીરસવામાં આવે છે, જ્યાં લોકો જમીન ઉપર બેસીને જ ભોજન કરે છે.

વજન નિયંત્રણમાં રહે છે – જયારે તમે સુખાસન માં એટલે કે પલોઠી વાળીને બેસો છો, તો તમારું મગજ પોતાની જાતે જ શાંત થઇ જાય છે અને સારી રીતે ભોજન ઉપર ધ્યાન આપી શકીએ છીએ. સાથે જ સુખાસન માં બેસીને ખાવાથી તમે જરૂર કરતા વધુ ખાવાથી બચી શકો છો.

શીરીરને લચીલું બનાવે છે – જયારે તમે પદ્માસન માં બેસો છો, તો તમારી શ્રેણી, નીચેની પીઠ, પેટની આજુ બાજુ અને પેટની માંસપેશીઓ માં ખેચાણ થાય છે જેને લીધે ડાયજેસ્ટિવ સીસ્ટમ સરળતાથી પોતાનું કામ કરી શકે છે અને સારી રીતે પચાવવામાં મદદ મળે છે.

પાચન તંત્ર સુધારે છે – જયારે તમે ભોજન કરવા માટે સુખાસન ની મુદ્રા માં બેસો છો તો તમે સ્વભાવિક રીતે જ ખાવા માટે આગળ ઝુકશો અને ખાવાનું ગળવા માટે પાછા પહેલા વાળી અવસ્થા માં આવી જાવ છો. આવી રીતે આગળ અને પાછળ ઝૂકવા થી તમારી પેટની માંસપેશીઓ સક્રિય રહે છે જેનાથી તમારા ભોજન ને પચાવવામાં ખુબ સરળતા થઇ જાય છે.

કુટુંબને જોડે છે – સામાન્ય રીતે જમીન ઉપર બેસીને ભોજન કરવાની પ્રથા એક પારંપરિક રોજીંદી કામગીરી છે. યોગ્ય સમયે જો ઘરના કુટુંબીજનો એક સાથે ભોજન કરે તો એક બીજા સાથે આત્મીયતા વધે છે, તેથી તે કુટુંબીજનો સાથે જોડવાનું એક ઉત્તમ કારણ બની જાય છે.

સમય પહેલા ઘરડા થવા નથી દેતા – ભોજન ની આ પારંપરિક પદ્ધતિ તમને સમય થી વહેલા ઘરડા થવા દેતા નથી કેમ કે તે મુદ્રામાં બેસીને ખાવાથી રીડ ના હાડકા અને પીઠ સાથે જોડાયેલી તકલીફ થતી નથી. સાથે જ જે લોકો ખભા ને પાછળ ધકેલવાની ખોટી મુદ્રામાં બેસવાને લીધે કોઈપણ પ્રકારના દુઃખાવા થી પરેશાન થાય છે. તે તકલીફ પણ આ આસન માં બેસીને ખાવાથી દુર થઇ જાય છે.

સાંધાને લચીલા બનાવે છે – પદ્માસન અને સુખાસન એક એવી મુદ્રા છે જે તમને આખા શરીરને લાભ પહોચાડે છે. તે માટે તમને પાચન તંત્ર ને સારું કરવામાં જ મદદ નથી કરતા પણ તમારા સાંધા ને કોમળ અને લચીલા બનાવી રાખવામાં મદદ કરે છે. ગઠીયા અને હાડકા ની નબળાઈ જેવા અસાધ્ય રોગો થી પણ બચાવે છે. લચીલાપણું ની સાથે સાંધા માં ચીકાશ આવી જાય છે જેથી જમીન ઉપર બેસવામાં સરળતા રહે છે.

હ્રદયને મજબુત કરે છે – જયારે તમે જમીન ઉપર બેસીને ખાવ છો તો બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આવી રીતે હ્રદય ખુબ સરળતાથી પાચનમાં મદદ કરનારા દરેક અંગો સુધી લોહી પહોચાડે છે, પણ જયારે તમે ખુરશી ઉપર બેસીને ખાવ છો તો ત્યાં બ્લડ સર્ક્યુલેશન ઉંધી થાય છે. તેમાં સર્ક્યુલેશન પગ સુધી થાય છે, જો કે ખાતી વખતે જરૂરી નથી હોતું.

રાજીવ ભાઈ નાં આયુર્વેદ નાં આવાજ લેખ વાંચવા અને કામ ની જરૂરીયાત વાળી પોસ્ટ વાંચવા અમારા પેજ ગુજ્જુ ફેન ક્લબ અને ગુજરાતી મસ્તી લાઈક સેર કોમેન્ટ કરી શકો છો કાઈ કામ કાજ હોય તો મેસેજ પણ કરો. બીજી વેબસાઈટ ફેસબુક પેજ વાળા લોકો ને વિનંતી કોપી નાં કરસો તમે પણ લોકો ને મહેનત કરી ને સારું આપો.