લગ્ન માટે બેસ્ટ છે ભારતની આ રોમેન્ટિક જગ્યાઓ, જાણો શું છે? ખાસ વાત

ડેસ્ટીનેશન વેડિંગ માટે ઉત્તમ છે ભારતના આ રોમાંચક સ્થળો, જાણો શું છે ખાસિયત.

લગ્ન જીવનની એવી મહત્વની તક હોય છે, જે યાદગાર બનાવવા માટે હર હોઈ શક્ય એટલા પ્રયત્નો કરે છે. કપલ્સ ઈચ્છે છે કે તેમના લગ્ન એવા કોઈ વિશેષ સ્થળે થાય, જે બીજા કરતા અલગ હોય. તેના માટે તે ડેસ્ટીનેશન વેડિંગ આયોજન કરે છે. જો તમે તમારી કે તમારા કોઈ નજીકના માટે ડેસ્ટીનેશન આયોજન કરી શકો છો, તો આવો જાણીએ વિશેષ સ્થળો વિષે.

રાજસ્થાન :-

રોયલ વેડિંગની ઈચ્છા રાખો છો તો રાજસ્થાન તમારા માટે સારું સ્થળ રહેશે. હવેલીથી લઈને રોયલ પ્લેસ, તમામ ભાડા ઉપર મળી જશે. પૂર્વ રાજસ્થાન માં ઉદયપુર માં ઘણા વેડિંગ વેન્યુઝ છે જેવા કે દેવીગઢ કે સીટી પેલેસ કાંપલેક્સ. તે ઉપરાંત જયપુરમાં જલ મહલ પેલેસની પસંદગી કરી શકો છો. જોધપુરમાં પણ જઈ શકો છો. રનબાંકા પેલેસ, મેહરાનગઢ ફોર્ટ જઈ શકો છો.

અંડમાન અને નિકોબાર દ્વીપ :-

આ પણ હવે યુથની પસંદગી બનતું જાય છે. અહિયાં સફેદ રેતીથી ભરેલ બીચ અને તેની આજુબાજુ બનેલા પ્રાઈવેટ રિસોર્સ ડેસ્ટીનેશન વેડિંગ માટે પૂરતા સ્થળો છે. અહિયાં ગ્રીનરી ઘણી વધુ છે તેથી આ કુદરતી રીતે ઘણું મનમોહક લાગે છે. રોસ આઈલેન્ડ કે હેવલોક અહિયાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.

ગોવા :-

ગોવામાં સૌથી વધુ ડેસ્ટીનેશન વેડિંગ હોય છે. યંગસ્ટર્સનો બીચ તો આ સ્થળ ખાસ કરીને પોપ્યુલર છે. ગોવામાં બીચ વેડિંગ, ગાર્ડન વેડિંગ કે સનસેટ વેડિંગ નો વિકલ્પ પસંદ કરી શકો છો. સાથે જ અહિયાંનું પરંપરાગત સંગીત અને ડાન્સ, લગ્ન સમારંભમાં ચાર ચાંદ લગાવી દે છે. તમે ફાઈવ સ્ટાર હોટલ્સની પસંદગી કરી શકો છો.

કેરલ :-

કેરલને સુંદર શહેર ગણવામાં આવે છે. ફિલ્મ “ચેન્નાઈ એક્ષપ્રેસને” કેવી રીતે ભૂલાય. અહિયાં ઘણા બીચ, રિસોર્સ છે જ્યાં પ્રકૃતિ ની સુંદરતામાં લગ્ન ઉત્સવ મનાવવામાં આવી શકાય છે. ઘણા રિસોર્સ તો વેડિંગ પ્લાનરની સુવિધા પણ આપે છે. અહિયાં ઝડપથી વધતા વેડિંગ ડેસ્ટીનેશન ઉદ્યોગને કારણે હવે ઘણી નવી પદ્ધતિથી પણ ગોઠવણી કરવામાં આવેલ છે જેવા કે એલીફેંટ થીમ વેડિંગ. તેમાં વરરાજા હાથી ઉપર સવાર થઈને લગ્ન સમારંભ સુધી પહોચી શકે છે કે પરંપરાગત મલયાલી વેડિંગ સેરેમની, જ્યાં ભોજન પાંદડા ઉપર પીરસવામાં આવે છે.

લવાસા :-

પુનાની પાસે આવેલ લવાસા એવું હિલ સ્ટેશન છે જે ઇટલીના તર્જ ઉપર વિકસિત કરવામાં આવેલ છે. ત્યાં ઝરણા, પહાડ, ઝીલ અને આકર્ષક કુદરતી દ્રશ્યો છે. શહેરની ભીડભાડથી દુર આ લોકોને ઘણું પસંદ આવે છે. અહિયાં ઘણી એવી હોટલ છે જે ડેસ્ટીનેશન વેડિંગનું આયોજન કરે છે.