જોક્સ :
પાડોશી : યાર તારા ઘરેથી રોજ હસવાના અવાજ આવે છે.
આ ખુશહાલ જીવનનું રહસ્ય શું છે?
પપ્પુ : એમાં એવું છે ને કે, મારી પત્ની રોજ મને બૂટથી મારે છે.
જો લાગી જાય તો તે હશે છે, અને ન લાગે તો હું હશું છું.
બસ આ રીતે જ હસતા-રમતા જીવન પસાર થઈ રહ્યું છે.
પાડોશી બેભાન…
જોક્સ :
માં પોતાના બગડેલા દીકરાને જ્ઞાન આપતા,
દીકરા પત્ની ઘરની લક્ષ્મી હોય છે, એની સાથે ઝગડો ન કર.
દીકરો : માં જો પત્ની લક્ષ્મી છે, તો મારી ગર્લફ્રેન્ડ શું થઈ?
માં (વેલણથી મારતા) : ગર્લફ્રેન્ડ કાળું ધન છે.
જોક્સ :
પત્ની (પતિના જન્મ દિવસ પર) : શું ગીફ્ટ આપું?
પતિ : ગીફ્ટ રહેવા દે. બસ મારી ઈજ્જત કર્યા કર અને,
મારી સાથે નમ્રતાથી વાત કર્યા કર.
પત્ની (5 મિનીટ વિચારીને) : નહિ, હું તો ગીફ્ટ જ આપીશ.
જોક્સ :
પિતા (દીકરા પર ગુસ્સો કરતા) : એક કામ યોગ્ય રીતે નથી થતું તારાથી.
તને ફુદીનો લાવવા કહ્યું હતું અને તે ધાણા લઈ આવ્યો.
તારા જેવા બુદ્ધિ વગરનાને તો ઘરમાંથી કાઢી મુકવો જોઈએ.
દીકરો : પપ્પા ચાલો સાથે જઈએ.
પિતા : કેમ?
દીકરો : મમ્મી કહી રહી કે આ મેથી છે.
જોક્સ :
છોકરીએ પપ્પુને પૂછ્યું : પ્રેમ લગ્ન પહેલા કરવો જોઈએ કે, લગ્ન પછી?
પપ્પુ : ક્યારેય પણ કરો, પણ પત્નીને ખબર પડવી જોઈએ નહિ.
જોક્સ :
એક દિવસ મેથ્સના શિક્ષક પોતાના વર્ગમાં બાળકોને ખીજાઈ રહ્યા હતા.
શિક્ષક (બાળકોને) : કાલે જે ઘડિયા યાદ કરીને નથી આવ્યાને તેની ખેર નથી.
ચંપુ : ઠીક છે ગુરુજી, કાલનું કાલે જોઈશું.
બીજા દિવસે શિક્ષક : જે ઘડિયા યાદ કરીને નથી આવ્યા તે મરઘા બની જાય.
ચંપુ : સાહેબ, સુકા મરઘા કે પછી રસાવાળા.
(તે બોલ્યા પછી બિચારો ચંપુ હજુ સુધી તેના શિક્ષકનો માર ખાઈ રહ્યો છે)
જોક્સ :
પત્ની પિયરથી પાછી આવી ત્યારે પતિ દરવાજો ખોલતાંની સાથે જ જોર જોરથી હસવા લાગ્યો.
પત્ની : આવું કેમ હસી રહ્યા છો?
પતિ : ગુરુજીએ કહ્યું હતું કે જયારે પણ મુસીબત સામે આવે તેનો સામનો હસીને કરવાનો છે.
જોક્સ :
સિપાઈ : ચાલ ભાઈ, તારી ફાંસીનો સમય થઈ ગયો છે.
કેદી : પણ મને તો ફાંસી 20 દિવસ પછી થવાની હતી.
સિપાઈ : જેલર સાહેબે કહી રહ્યા હતા કે,
તું એમના ગામનો છે, એટલા માટે તારું કામ પહેલા.
જોક્સ :
એક સુંદર છોકરી બસ સ્ટેન્ડ પર ઉભી હતી.
ગલીનો મજનુ એને જોઈને બોલ્યો,
ચાંદ તો રાત્રે નીકળે છે, આજે દિવસે કેમ નીકળી આવ્યો?
છોકરી : અરે ઘુવડ તો રાત્રે બોલે છે,
આજે દિવસે કેમ બોલી રહ્યો છે.
જોક્સ :
લેડીઝનો વિભાગ,
પતિનું કોઈ સાથે અફેયર ચાલી રહ્યું હતું
પત્નીએ પતિ માટે એક જ રંગની ૧૨ અંડરવેયર ખરીદી
પતિ : એક જ રંગની આટલી બધી અંડરવિયર કેમ લીધી?
બધા કહેશે હું ક્યારેય અંડરવિયર નથી બદલતો કે શું!
પત્ની : બધા કોણ??
શાંતિ છવાઈ ગઈ.
જોક્સ :
મુકેશ : ડોક્ટર સાહેબ, મને એક સમસ્યા છે.
ડોક્ટર : શું?
મુકેશ : વાત કરતા સમયે મને માણસ દેખાતો નથી.
ડોક્ટર : અને એવું કયારે થાય છે?
મુકેશ : ફોન પર વાત કરતા સમયે.
જોક્સ :
એક વાર પત્નીએ પોતાની પતિને પૂછ્યું,
પત્ની : જો હું 2-4 દિવસ માટે નહિ દેખાઉં તો તમને કેવું લાગશે?
પતિ મનમાંને મનમાં ઘણો ખુશ થયો. એનાથી રહેવાયું નહિ
અને તે બોલી પડ્યો,
પતિ : મને ઘણું સારું લાગશે.
પછી શું હતું, પત્ની સોમવારે નહિ દેખાય,
મંગળવારે નહિ દેખાઈ, બુધવાર નહિ દેખાય.
ગુરુવારે પણ નહીં દેખાઈ,
પછી શુક્રવારે જયારે આંખના સોજા ઓછા થયા ત્યારે થોડી થોડી દેખાઈ.