દુનિયાના સુંદર અને ફરવા માટેના ઇત્તમ સ્થળો જલ્દી જ ગાયબ થઈ જશે, સમય રહેતા એકવાર ત્યાં જઈ આવજો.

પૃથ્વી પરથી આ સ્થળો ગાયબ થાય તે પહેલા તેનો પ્રવાસ કરી આવવો, નહિ તો તમે પસ્તાશો.

દુનિયામાં કેટલાક એવા સ્થળો છે જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે. અને તે એ સ્થળો છે જે આવનારા થોડા વર્ષોમાં આપણા ગ્રહ પરથી ગાયબ થઇ જશે. એટલા માટે તમે આ સ્થળ ઉપર જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. જી હાં, પૃથ્વી ઉપર કેટલાલ ઇનક્રેડીબલ સ્થળો છે જે હંમેશા માટે જતા રહેશે. તેને લઈને એ વાતનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આ સ્થળો કેટલા જલ્દી પૃથ્વી ઉપરથી સંપૂર્ણ રીતે ગાયબ થઇ જશે. અત્યારે તો તમે આ સ્થળો ઉપર જઈ શકો છો અને આ સ્થળને એક્સપ્લોર કરી શકો છો. પણ ભવિષ્યમાં કદાચ તે નહિ હોય.

ગ્રેટ બેરીયર રીફ, ઓસ્ટ્રેલીયા : શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોટી કોરલ રીફ, ગ્રેટ બેરીયર રીફ ભવિષ્યમાં ગાયબ થવાની સંભાવના છે. આ માછલીઓની લગભગ 1500 પ્રજાતિઓનું ઘર છે, જેમાં અમુક પ્રજાતિઓ તો માત્ર અહીં જ જોવા મળે છે. તે લગભગ 1680 માઈલના એરિયાને કવર કરે છે અને જોવા લાયક છે. રિપોર્ટોમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 30 વર્ષમાં કોરલ બ્લીચીંગ અને ગ્લોબલ વોર્મિંગને કારણે અહીના ખડકોએ પોતાનો લગભગ 50 ટકા ભાગ ગુમાવી દીધો છે. અને અનુમાનો મુજબ, ગ્રેટ બેરીયર રીફ વર્ષ 2030 સુધી ઈર્રેવર્સીબલી રીતે ડેમેજ થઇ જશે.

મેડાગાસ્કર આઈલેંડ, દક્ષીણ પૂર્વ આફ્રિકા : મેડાગાસ્કર વાઈલ્ડલાઈફ ઉત્સાહી લોકો માટે ઉત્તમ સ્થળ છે, કેમ કે તે દુનિયામાં લગભગ બે તૃતીયાંશ કાચિંડા, લીંબુની 50 પ્રજાતિઓ અને બીજા ઘણા બધા જીવોનું ઘર છે. મેડાગાસ્કર હાલ જે મુખ્ય જોખમનો સામનો કરી રહ્યું છે, તે વન કપાવાનું છે. જેનાથી આ આઈલેંડના લગભગ 90 ટકા મૂળ વન ખલાસ થઇ ગયા છે. અને રિપોર્ટો અનુસાર મેડાગાસ્કરની ઘણી બિન નોંધાયેલ સ્થાનિક પ્રજાતિઓ શોધતા પહેલા જ ખોવાઈ જશે. વૈજ્ઞાનિકોનું એ પણ અનુમાન છે કે આપણે આગળના 35 વર્ષમાં મેડાગાસ્કર આઈલેંડ ગુમાવી શકીએ છીએ.

ડે-ડ સી, જોર્ડન અને ઇઝરાઈલની સરહદ : ડે-ડ સી, જોર્ડન જે પોતાના હાઈ સોલ્ટના લેવલ માટે ઓળખવામાં આવે છે, જે સ્નાન કરવા વાળાને પાણી ઉપર કોઈ પણ પ્રકારના પ્રયત્ન કર્યા વગર તરવા દે છે, તે હવે છેવટે નષ્ટ થઇ રહ્યું છે. ફેમસ ટુરીસ્ટ એટ્રેક્શન માંથી એક, જીયોલોજીકલ અને હ્યુમન ફેકટર્સના મિક્સચરે તેના ડિઝાસ્ટરમાં યોગદાન આપ્યું છે, જ્યાં પાણીનું લેવલ દર વર્ષે લગભગ 3 ફૂટના દરથી નીચે આવી રહ્યું છે.

ગૈલાપાગોસ આઈલેંડ, એક્વાડોર : ગૈલાપાગોસ આઈલેંડ પોતાનામાં એક નાની એવી દુનિયા છે, અને ફ્લાઈટલેસ કોરમોરેંટથી લઈને વિશાળ કાચબા સુધી, વનસ્પતિઓ અને જીવોની એક વિશાળ વિવિધતા માટે એક ઘર તરીકે કામ કરે છે. પણ તે આઈલેંડસ પણ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે. ક્રૂઝ પ્રવાસીઓનું નિયમિત આવવું, ચાર વ્યસ્ત વિમાનઘરો અને વધતી વસ્તી સાથે, ગૈલાપાગોસ આઈલેંડ વિનાશના પંથે છે.

માલદીવ : આ સુંદર ડીસ્ટેનેશનનો પ્રાચીન દરિયા કાંઠો, આકર્ષક રિસોર્ટ, અવિશ્વનીય સ્નોર્કલિંગ સ્પોટ દર વર્ષે દુનિયાભર માંથી પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે. આ આઈલેંડ નેશનનું ભવિષ્ય ઉજવળ નથી દેખાતું. એવી સંભાવના છે કે જો સમુદ્રનું લેવલ પોતાના વર્તમાન દરથી વધતું રહેશે, તો માલદીવ 21 મી સદીના અંત સુધી સમુદ્રમાં ખોવાઈ જવા વાળું પહેલું રાષ્ટ્ર બની શકે છે.

વેનિસ, ઇટલી : આ પોસ્ટકાર્ડ-પરફેક્ટ મધ્યકાલીન શહેર સમુદ્રના વધતા સ્તરને કારણે પણ જોખમમાં છે. શહેરની નહેરોનું ઇન્ટ્રીકેટ નેટવર્ક જે પુલોની નીચે અને કોબલ્ડ ગલીઓ દ્વારા જીપ કરે છે, તેના પર સંકટ છે. એક ધારણા અનુસાર આપણે નજીકના ભવિષ્યમાં માત્ર પોસ્ટકાર્ડ ઉપર જ તેને જોઈશું. કેમ કે વેનિસ એક અસ્થિર લેગુન ઉપર બનાવવામાં આવ્યું છે અને તે ઝડપથી ડૂબી રહ્યું છે.

વારંવાર આવતા પુરે વેનિસની બિલ્ડીંગોની નીચેની ઇંટોના નુકશાનને વધાર્યું છે. સમુદ્રના લેવલમાં માત્ર 3.3 ફૂટનો વધારો શહેરને પાણીની નીચે લઇ જશે. એટલા માટે ચિંતા એ નથી કે શહેર ગાયબ થઇ જશે કે નહિ, પણ તે છે કે વિનાશ ક્યારે આવશે?

કાંગો બેસીન, આફ્રિકા : દુનિયાના લગભગ અડધા ઓક્સીજન માટે જવાબદાર કાંગો બેસીન અત્યારે એક નબળું જંગલ ક્ષેત્ર છે. સવાના, જંગલો અને દલદલમાં હાથિઓ અને ગોરિલ્લાઓ સાથે, ખનન, વનોની કાપણી અને ગેરકાયદેસર વન્યજીવોના વેપારથી બેસીનને જોખમ છે. પર્યાવરણવીદોને ચિંતા છે કે જો આવા પ્રકારની સ્થિતિ રહેશે, તો 2040 સુધી જંગલના છોડ અને જાનવર ગાયબ થઇ શકે છે.

ઓલંપિયા, ગ્રીસ : પ્રાચીન શહેર ઓલંપિયા ગ્રીસના મુખ્ય પુરાતાત્વીક સ્થળો માંથી એક છે, અને પ્રીહીસ્ટોરીક ટાઈમથી વસેલું છે. હાલના વર્ષોમાં તેને ગરમ અને ડ્રાઈ સમરનો સામનો કર્યો છે, જેના કારણે મોટા પ્રમાણમાં જંગલમાં આગ લાગી છે. તેણે આસપાસના ક્ષેત્રોને સળગાવી દીધા છે. અને ખંડરોની નજીકના ક્ષેત્રો ઉપર પણ કબજો કરી લીધો છે. ઈતિહાસના જાણકારોનું માનવું છે કે, વધતા તાપમાન અને ઓછા વરસાદ સાથે આ સ્થળ ઉપર પછીથી જવા કરતા વહેલી તકે જ જવું યોગ્ય રહેશે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.