ભાત બનાવવાની આ રીત જોઇને તમે કહેશો હાળું પહેલા કેમ ખબર નોતી આ ટ્રીક ની

બધા લોકોને ભાત ખાવાનું ખુબ ગમે છે. લગભગ દરેક ઘરમાં ભાત બનાવવામાં આવે છે. દરેક ને છુટા છુટા ભાત ગમે છે પણ લોકોને ભાત બનાવવાની સાચી રીત ની ખબર નથી હોતી જેથી ભાત વધુ પાકી જાય છે જેથી ભાતનો સ્વાદ પણ જતો રહે છે. ભાતને પરફેકટ બનાવવા માટે તમારે થોડી ટીપ્સ અપનાવવી પડશે જેનાથી ભાત છુટા છુટા બનશે. ચાલો તમને જણાવીએ છીએ છુટા ભાત બનાવવાની ટ્રીક.

જુદી જુદી ડીશ બનાવવા માટે જુદી જાતના ચોખા ઉપયોગમાં લેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બાસમતી ચોખા પોતાના સ્વાદ અને સુગંધ ને કારણે આખા વિશ્વ માં પ્રખ્યાત છે. જો તમે ઈચ્છો છો તમારા બનાવેલ ભાત પણ છુટા છુટા દેખાય તો જરૂર અપનાવો આ ટ્રીક. ચાલો તમને જણાવીએ છીએ ભાત ને છુટા છુટા બનાવવાની રીત.

ભાતને પકાવતા પહેલા તેમાં થોડા ટીપા તેલના નાખી દો તેનાથી ભાત ચોટશે નહી અને છુટા છુટા બનશે. જો તમે ખુબ જુના ચોખા ઉપયોગ કરી રહ્યા છો તો તેને લગભગ 30 મિનીટ સુધી જરૂર પલાળીને રાખો.

ભાત બનાવતી વખત ચોખા અને પાણીનું પ્રમાણ 1:2 માં રાખો એટલે કે એક કપ ચોખા તો 2 કપ પાણી નાખો. જો તમે ભૂરા ભાત બનાવી રહ્યા છો તો પાણી થોડું વધુ પ્રમાણમાં લેવું પડશે.

ભાતને ઉકળતી વખતે વારંવાર હલાવવા ન જોઈએ નહી તો ભાત ચોટી જાય છે અને તૂટી જાય છે.

જો તમે પણ આનાથી સારી રીત જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરી ને બીજા ને મદદ રૂપ થઇ શકો છો.

ભાત ઘણી જાતના હોય છે, અને એમાંથી એક છે બ્રાઉન રાઈસ. આવો જાણીએ એના થોડા ફાયદાવિષે.

જે લોકો હેલ્દી ડાયટ ખાવા, અને જે લોકો વજન ઓછું કરવામાં રસ ધરાવે છે અને ચોખાથી પરેજી કરે છે, તેમના માટે ભૂરા ચોખા એક ઉત્તમ વિકલ્પ છે. કેલેરી ઓછી કરવાની સાથે સાથે તેના બીજા પણ ઘણા ફાયદા છે.

જાણો તેના ૫ ફાયદા :

૧. કોલેસ્ટ્રોલ : ભૂરા ચોખા ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે, અને વધારાની ચરબીને શરીરની અંદરના ભાગોમાં જામવાથી અટકાવવામાં મદદ કરે છે.

૨. ડાયાબીટીસ : સામાન્ય રીતે ચોખામાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે ડાયાબીટીસના દર્દીઓ તેનાથી દુર રહે. પણ ભૂરા ચોખાના સેવનથી લોહીમાં સાકરનું સ્તર વધતું નથી એમ કહેવામાં આવે છે. એટલા માટે ડોક્ટરની સલાહ લઈને આ તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે.

૩. હ્રદય રોગ :

હાર્ટએટેક કે હ્રદયના બીજા રોગો, ખાસ કરીને ઘમનીઓમાં કોલેસ્ટ્રોલના જામવાને કારણે થાય છે. તેવામાં ભૂરા ચોખાનું સેવન તેનાથી બચાવી તમારા હ્રદયનું પણ રક્ષણ કરવામાં મદદ કરે છે.

૪. હાડકા :

મેગ્નેશિયમ અને કેલ્શિયમથી ભરપુર હોવાને કારણે ભૂરા ચોખા હાડકાને મજબુત કરવા માટે ખુબ મદદગાર સાબિત થાય છે. સફેદ ચોખાની સામે આ આરોગ્યને ઘણા ફાયદા કરે છે.

૫. વજન ઓછું :

વજન ઓછું કરવા માંગો છો, અને ચોખાથી દુર નથી રહી શકતા, તો સફેદ ચોખાને બદલે ભુરા ચોખાને ભોજનમાં ઉમેરો કરો. થોડા જ સમયમાં તમે વજનમાં ઘટાડો અનુભવશો.