વિડીયો : દિયરના લગ્નમાં ભાભીએ મચાવી ધમાલ, કર્યો એવો જબરજસ્ત ડાન્સ કે સોશિયલ મીડિયા પર થયો વાયરલ

પોતાના દિયરના લગ્નમાં ભાભીએ કર્યો ધમાકેદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર લોકો થયા દિવાના, જુઓ વિડીયો

સાસરિયામાં દરેક સંબંધો પૂરા કરવા માટે છોકરીઓ ઘણી મહેનત કરતી હોય છે. પછી, તે સંબંધ પતિ, સાસુ-સસરા, નણંદ અથવા દિયરના કેમ ન હોય. દરેક છોકરી માટે સૌથી પ્રેમાળ સંબંધ દિયર-ભાભીનો હોય છે. ભાભી સાથે મજાક-મસ્તી, તોફાન, રોષ અને સંબંધનું સન્માન માત્ર દિયર જ કરી શકે છે. ભાભી માટે દિયર ઘણા ખાસ હોય છે. ભાભીની દરેક બાબતનું પોતાનું સિક્રેટ હોય છે. બંને પોતપોતાની મસ્તીમાં વ્યસ્ત રહે છે. ઘણી વાર તો બંનેના સંબંધ જોઇને સાસુ અને પતિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

દિયર ભાભીના સંબંધને માતા-પુત્રનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. દિયર માત્ર ભાભીના જ નહીં, પરંતુ બાળકોના પણ પ્રિય કાકા હોય છે. બાળકો તો દરેક સમયે કાકાની આગળ પાછળ ફરતા રહે છે. દિયરની મોહક શૈલી પણ ભાભીને ખૂબ પસંદ આવે છે. જયારે દિયર ક્યાંક ડેટ ઉપર જાય ત્યારે ભાભી તૈયાર થવામાં મદદ કરે છે. ભાભીની દરેક બાબત ઉપર ચડસા ચડસી માત્ર દિયર જ કરી શકે છે. ભાભી પણ લાડકા દિયર સાથે ઘણી હસી મજાક કરે છે, તેમ છતાં બંને એક બીજાની વાતનું ખોટું નથી લગાડતા.

તમે વિચારી રહ્યા હશો કે અમે દિયર ભાભીની વાત શા માટે કરી રહ્યા છીએ. તમે એકદમ બરાબર વિચારી રહ્યા છો. અમે દિયર અને ભાભી વિશે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજે અમે તમને જે વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ તેમાં એક ભાભી તેના દિયરના લગ્ન ઉપર જોરશોર ડાંસ કરી રહી છે. લગ્નનું વાતાવરણ હોય અને નૃત્ય ન હોય, તેવું બની જ નથી શકતું.

ભારતમાં તો લગ્નમાં હંમેશા સંગીતની વિધિ પણ હોય છે. જેમાં લોકો જોરદાર નૃત્ય કરે છે અને જોરદાર ગીતો ગાતા હોય છે. આ પરંપરા ઘણી જૂની છે. પરંતુ બદલાતા સમય સાથે ઢોલ નગારાનું સ્થાન હવે ડીજેએ લઇ લીધું છે. ડીજેમાં એકથી એક ચડિયાતા ફિલ્મના ગીતો વગાડવામાં આવે છે. આવી સ્થિતિમાં, પોતાને રોકી શકવા મુશ્કેલ બને છે.

આ વીડિયોમાં ભાભીએ તેના દિયરના લગ્નમાં એવો ડાન્સ કર્યો હતો કે લોકો માત્ર જોતા જ રહી ગયા. ‘હમ આપકે હૈ કૌન’ ફિલ્મનાં ગીત ‘લો ચલી મેં અપની દેવર કી બારાત લેકે’ ઉપર આ ભાભીએ એવો ડાન્સ કર્યો છે કે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયરલ થઇ ગયો. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. ભાભીનો પ્રેમથી ભરેલો આ ડાન્સ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તમે પણ જુવો દિયરના લગ્નમાં ભાભીનો આ સુંદર ડાંસ.

જુઓ વિડીયો :

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.