‘ભાભી જી ઘર પર હૈ’ ના પેલૂ રિક્ષાવાલા એક એપિસોડની લે છે આટલી ફી કે તમે વિચારી પણ નહીં શકો

એક એપિસોડની આટલી ફી લે છે ‘ભાભી જી ઘર પર હૈ’ ના પેલૂ રિક્ષાવાલા, ડાયલોગ બોલ્યા વિના જ થયા પ્રખ્યાત. ટીવીના પ્રખ્યાત કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ની જેમ જ દર્શક ‘ભાભીજી ઘર પર હૈ’ ના પણ ઘણા દીવાના છે. આ શો માં કામ કરતા દરેક કેરેક્ટર પોતાની રીતે અનોખા છે. દરેક વ્યક્તિ પોતાના પાત્રને ભજવવા માટે સંપૂર્ણ મહેનત કરે છે, જે સ્ક્રીન પર સ્પષ્ટ જોવા પણ મળે છે. ‘ભાભીજી ઘર પર હૈ’ ની અંગુરી ભાભીની વાત કરીએ કે પછી શો માં ‘આઈ લાઈક ઈટ’ કહેતા સક્સેનાજીની, દરેક વ્યક્તિ પોતાની સ્ટાઇલ માટે લોકપ્રિય છે.

તેમજ આ શો માં એક એવું પાત્ર પણ છે જે કાંઈ પણ બોલ્યા વગર ઘણું બધું કહી દે છે અને દર્શકોને હસાવી હસાવીને લોટપોટ કરી દે છે. જી હા, તમે એકદમ સાચું સમજ્યા, અમે મોર્ડન કોલોનીના ‘પેલૂ રિક્ષાવાળા’ ની વાત કરી રહ્યા છીએ. પેલૂ રિક્ષાવાળાનું સાચું નામ અક્ષય પાટિલ છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, પેલૂ રિક્ષાવાળા ઉર્ફ અક્ષય પાટિલને એક એપિસોડ માટે કેટલી ફી મળે છે.

પેલૂ રિક્ષાવાળાને તમે ચિઠ્ઠી કાઢીને વાત કરતા જોયો છે. તેમજ તેનો લુક પણ ઘણો રસપ્રદ છે. હંમેશા મફલર બાંધીને દાંત દેખાડીને હસવાનો પેલૂ રિક્ષાવાળાનો અંદાજ બધાને હસવા માટે મજબુર કરી દે છે. કોઈમોઇ ડોટ કોમમાં છપાયેલા સમાચાર અનુસાર પેલૂ ઉર્ફ અક્ષય પાટિલને એક એપિસોડના લગભગ 15 હજાર રૂપિયા મળે છે. જોકે, તેની ફી ને લઈને કોઈ સત્તાવાર જાણકારી મળી નથી, એટલે કે તેની પુષ્ટિ કરી શકાઈ નથી.

તમને જણાવી દઈએ કે અક્ષય પાટિલ લાંબા સમયથી ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તે ભાભીજી ઘર પર હૈ સિવાય અન્ય ઘણા ટીવી શો માં કામ કરી ચુક્યા છે. એક્ટર રણવીર સિંહ સાથે અક્ષયનો ફોટો ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ ફોટાને તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કર્યો હતો. આ ફોટાને તેમના ફેન્સે ઘણો પસંદ કર્યો હતો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.