ભાભીજી ઘર પર હૈ, શો ની અનિતા ભાભીનું મોટું ડીસીઝન, દર્શકોમાં નિરાશા.

ટીવી જગતમાં “ભાભીજી ઘર પર હૈ” શોના મુખ્ય પાત્ર અનીતા ભાભીનો મોટો નિર્ણય, દર્શકો થયા નિરાશ.

લોકપ્રિય ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં ગોરી મેમની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સૌમ્યા ટંડને આખરે આ શો છોડી દેવાનો નિર્ણય લઇ લીધો છે. દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન સૌમ્યાએ સમાચારની પુષ્ટિ કરી હતી. તેણે જણાવ્યું કે તે છેલ્લા 5 વર્ષથી આ શો સાથે સંકળાયેલી હતી, જો કે હવે તે આ સફર આગળ વધારવા માંગતી નથી. તેમ જ તેની નજીકના સૂત્રો કહે છે કે અભિનેત્રીએ બિગ બોસના શોને અલવિદા કહી દીધી છે, જો કે અભિનેત્રીએ પણ આ સમાચારને માત્ર અફવા ગણાવી છે.

હું હવે મારી કારકીર્દિમાં આગળ વધવા માંગુ છું :-

સૌમ્યા કહે છે, આ એક ખુબ જ વિચારીને લેવામાં આવેલો નિર્ણય છે. મેં આ શો પાંચ વર્ષથી કર્યો છે અને આ પાત્ર પાંચ વર્ષ સુધી ભજવ્યું છે અને હું મારી જાતને આ ભૂમિકા વધુ પાંચ વર્ષ કરતી નથી જોઈ શકતી અને ન તો જોવા માગું છું. બસ આથી જ હવે હું આ શો હવે આગળ નથી કરવા માગતી. જેટલું મારે આ પાત્રનું અન્વેષણ કરવાનું હતું એટલું મેં કરી દીધું છે અને હવે હું મારી કારકીર્દિમાં આગળ વધવા માંગુ છું.

હું આગળ કેટલાક પડકારરૂપ પ્રોજેક્ટ્સ કરવા માંગુ છું. આ દિવસોમાં જુદા જુદા પ્લેટફોર્મ્સ ઉપર ખૂબ સારા કંટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે, તેથી હવે હું મારી કારકિર્દીમાં કંઈક નવું કરવા માંગુ છું.

કોઈ વિરોધાભાસ નથી, કોઈ ઝઘડો નથી :-

સૌમ્યાના શો છોડવાની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસને કારણે સૌમ્યા આ મોટો નિર્ણય લઈ રહી છે. તેવામાં અભિનેત્રીના પગાર કાપ અને તેના સહ-અભિનેતા સાથે અણબનાવ પણ એક કારણ માનવામાં આવતું હતું.

જો કે સૌમ્યાએ આ બધી બાબતોને અફવા ગણાવી હતી. તે કહે છે, “ના, ત્યાં કોઈ વિરોધાભાસ નથી, ઝઘડાઓ નથી, કોઈ વિભાગોમાં લેવાયેલો નિર્ણય નથી. તમે જે પણ અફવાઓ સાંભળી છે, તે બધી ખોટી છે. આ ખૂબ જ વિચારીને લેવામાં આવેલો નિર્ણય છે. તેનું કોવિડ સાથે પણ કોઈ લેવા દેવા નથી. પગાર કાપવાની વાત અને બિગ બોસની વાતો પણ અફવા છે. એકમાત્ર કારણ છે કે હવે હું આ ભૂમિકામાં પોતાને આગળ જોવા નથી માગતી.”

બિનૈફર કોહલી સાથે ઘણા સારા સંબંધ છે :-

વાતચીત દરમિયાન સૌમ્યાએ ખુલાસો કર્યો કે તેનો નિર્માતા બિનૈફર કોહલી સાથે ખૂબ સારો સંબંધ છે. તે નહોતા ઇચ્છતા કે સૌમ્યા શો છોડી દે પરંતુ અભિનેત્રીએ નિર્ણય લઇ લીધો હતો. હાલમાં સૌમ્યા પાસે કોઈ નવો પ્રોજેક્ટ નથી પરંતુ તે ટૂંક સમયમાં કોઈ નવા કામમાં જોડાશે. તે 21 ઓગસ્ટના રોજ તેના અંતિમ એપિસોડનું શૂટિંગ કરશે.

ખોટ તો પડશે પણ ‘શો ચાલવો જ જોઇએ’ : બિનૈફર કોહલી

સૌમ્યાના શો છોડવાથી, બિનૈફર કહે છે, જો આ કોવિડ યુગ દરમ્યાન કોઈને પણ નવી તકો મળે, તો તેણે તેની કદર કરવી જોઈએ. તે સૌમ્યાએ પણ કર્યું. હું તેના નિર્ણયથી સંતુષ્ટ છું. હા, તેની ખોટ તો પડશે પરંતુ ‘આ શો તો ચાલવો જ જોઇએ’ તેમ જ સૌમ્યાનો એક વર્ષનો દીકરો છે, જે સંપૂર્ણ રીતે વેક્સીનેટેડ પણ નથી. આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

હું વ્યક્તિગત રૂપે તેને ખૂબ પસંદ કરું છું. જો કે કોઈ કારણથી અમે બંને એકબીજા સાથે કામ કરવાનું ચાલુ રાખી શક્યા નહીં. જો કે સૌમ્યાએ આ શો માટે જે કર્યું છે, તે ખૂબ તેની સામે આ ખુબ જ નાનું છે. જ્યારે તે ગર્ભવતી હતી, ત્યારે ચેનલે પણ તેમને ઘણો ટેકો આપ્યો હતો. કોઈ પોતાની હિરોઈન માટે રાહ નથી જોતું, પરંતુ અમે સૌમ્યાની રાહ જોઈ હતી. હવે બધું સકારાત્મક રીતે બન્યુ છે અને આશા છે કે અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું.

ટૂંક સમયમાં નવી ગોરી મેમની શોધ શરૂ થશે :-

વાતવાતમાં બીનૈફરે કહ્યું કે તે ટૂંક સમયમાં જ નવી ગોરી મેમની શોધ શરૂ કરશે. જો કે કેટલાક નામ તેના ધ્યાન ઉપર છે, પરંતુ તેણે હજી સુધી ચેનલ સાથે આ વિશે વાત કરી નથી. નોંધપાત્ર વાત એ છે કે, થોડા સમય પહેલા શૈફાલી જરીવાલાનું નામ પણ આ શોમાં અનિતા ભાભી માટે લેવામાં આવી રહ્યું હતું.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.