‘ભાભીજી ઘર પર હૈ’ ની ગોરી મેમએ દેખાડી દીકરાની પહેલી ઝલક, તૈમુર કરતા વધારે ક્યૂટ છે

જેવું કે તમે જાણો છો, આજકાલ બોલીવુડ સાથે ટીવી જગત પણ ઘણું પોપ્યુલર બની ગયું છે. ટીવી દુનિયાની સુંદર ભાભીજી એટલે સોમ્યા ટંડન છેલ્લા થોડા દિવસોથી પોતાના પોપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હે’ માં જોવા મળી રહી હતી. ઘણા બધા લોકોમાં એવી વાતો થતી હતી કે ગોરી મેમ ક્યાં છે, અમુક લોકોનું કહેવું હતું કે સોમ્યા ટંડન એટલે અનીતા ભાભી શો ને છોડી ચુકી છે. પરંતુ સોમ્યાએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર પોતાની પ્રેગનેન્સીની જાણ કરી અને લોકોને ચોંકાવી દીધા.

ત્યારબાદ ૧૮ જાન્યુઆરીના રોજ સોમ્યાએ એક દીકરાને જન્મ આપ્યો, અને તેના સમાચાર આગની જેમ આખી ઇન્ડસ્ટ્રીમાં ફેલાઈ ગયા. સોમ્યા ટંડન ઇન્ડસ્ટ્રીની ઘણી જ સુંદર હિરોઈન છે અને એક સુપરહિટ ફિલ્મમાં જોવા મળી ચુકી છે. ‘ભાભીજી ઘર પર હે’ ની ગોરી મેમએ દેખાડી પોતાના દીકરાની પહેલી ઝલક. હવે તેમણે પોતાના દીકરાનો ફોટો શેર કર્યો છે અને લોકો બ્લેસિંગ્સ વહેચી રહ્યા છે.

‘ભાભીજી ઘર પર હે’ ની ગોરી મેમએ દેખાડી દીકરાની પહેલી ઝલક :

એન્ડ ટીવીના પોપ્યુલર શો ‘ભાભીજી ઘર પર હે’ માં ગોરી મેમના નામથી ફેમસ અભિનેત્રી સોમ્યા ટંડને પોતાના દીકરાનો ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો. આ ફોટામાં સોમ્યા પોતાના પતિ સૌરભ દેવેન્દ્ર સિંહ અને નાના મહેમાન પણ જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરતા સોમ્યાએ કેપ્શન આપ્યું, ‘saumyas_world_Our bundle of joy!’

સોમ્યાના આ ફેમીલી ફોટામાં તેના ફેન્સની સતત કમેન્ટસ આવી રહી છે, અને લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર સોમ્યાને અભિનંદન આપવા વાળા લોકોની કમી નથી. એક ફેનએ સોમ્યાના ફોટા ઉપર કમેન્ટ કરતા લખ્યું, ‘ભાભીજી Congrats”. તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં સોમ્યા ટંડને પોતાના સોશિયલ એકાઉન્ટ ઈંસ્ટાગ્રામ ઉપર પોતાની પ્રેગનેન્સીના સમાચાર આપતા બેબી બમ્પના ફોટા શેર કર્યા.

ત્યારે તેમણે લખ્યું હતું કે, આજે સવારે ઉઠી તો જાદુગર જેવો અનુભવ કરવા લાગી. સુપરહીરો જેવો અહેસાસ થઇ રહ્યો હતો. ખુશીને અંદર સુધી અનુભવી રહી છું. શરીરના દરેક અંગથી અનુભવી રહી છું, કે હું પ્રેગનેન્ટ છું. અને તે સમયની પળ જીવવા માગું છું. ડીસેમ્બર ૨૦૧૬ માં બેન્કર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે તેમણે લગ્ન કર્યા.

સોમ્યા ટંડને વર્ષ ૨૦૦૮ માં આવેલી ફિલ્મ ‘જબ વી મેટ’ માં કરીના કપૂરની બહેનનું પાત્ર નિભાવ્યું હતું. તે ઉપરાંત સોમ્યાએ ઘણા શો હોસ્ટ પણ કર્યા છે. સોમ્યા ટંડન એંડ ટીવીના પોપ્યુલર શો ભાભીજી ઘર પર હે માં આશીફ શેખની પત્ની અનીતા મિશ્રાનું પાત્ર નિભાવે છે. આ શો છેલ્લા ત્રણ વર્ષથી પોપ્યુલર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.