હિન્દી ની સૌથી પ્રખ્યાત ગાળ ”ભાડ મેં જાઓ” નો મતલબ જાણી લો અને ભાડ ના ફાયદા પણ

ભાડ અને ભડબુઝા

તેરે જૈસા નહિ કોઈ દુજા

જો કોઈ પૂછે કે વિશ્વનું સર્વશ્રેષ્ઠ ભોજન કયું છે? તો જવાબ છે સેકેલું પ્રાકૃતિક અન્ન

શાકભાજી કાચી પણ ખાઈ શકો છો અને ફળ ઝાડ પર પાકેલા. આ બંને ને સૂકવીને પણ ખાઈ શકાય છે પણ અન્ન કાચું ખાઈ શકાતું નથી.

સમૃદ્ધ ભારતની સમૃદ્ધ કલાઓ માંથી એક કલા હતી અન્ન ને સેકવું અને અન્ન ને શેકવા વાળા વૈજ્ઞાનિકોને જ ભાડબુઝા કહેવાતા હતા જે લોકો માટીથી બનેલ એક વિશેષ સંરચના ભાડમાં (ભઠ્ઠીમાં) અને બાલુ રેતીમાં શેકતા હતા. આ સેકેલું અન્ન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. ઉદાહરણ માટે ચણા જ લઇ લો તો ચણા સેકાઈ ગયા પછી શેકેલા ચણા કહેવાય છે. ચણાને એકલું કે ગોળ સાથે ખાવાથી મનુષ્ય ને શું શું મળે છે તે તમે ગુગલ દેવતા ને પૂછી શકો છો. સેકેલ ચણા ખાવાના લાભ કેટલાક નીચે લખેલ છે.

આવો જાણીએ ગોળ અને સેકેલ ચણા ખાવાના ફાયદા

માંસપેશીયો

ગોળ અને ચણા માં ઘણી માત્રામાં પ્રોટીન જોવા મળે છે જે માંસપેશીયો ને મજબૂત કરવામાં મદદ કરે છે.

ચહેરાની સુંદરતા :

આમાં ઝીંક હોય છે જે ત્વચા ને નિખારવામાં મદદ કરે છે બધાએ દરરોજ આનું સેવન કરવું જોઈએ જેનાથી તમારા ચહેરાની ચમક વધશે અને તે પહેલાથી વધારે સ્માર્ટ પણ લાગશે.

આકર્ષક વ્યક્તિત્વ :

ગોળ અને ચણાને એકસાથે ખાવાથી શરીરનું મેટાબોલિજ્મ વધે છે જે મોટાપો ઓછું કરવામાં મદદ કરે છે. જે વજન ઓછું કરવા માટે જિમ જઈને એક્સરસાઇઝ કરે છે તેમણે ગોળ અને ચણાનું સેવન જરૂર કરવું જોઈએ.

કબજિયાત :

શરીરનું પાચનતંત્ર ખરાબ હોવાના કારણે કબજિયાત અને એસીડીટી ની સમસ્યા થઇ જાય છે. એવામાં ગોળ અને સેકેલ ચણા ખાવા જોઈએ, આમા ફાયબર હોય છે જે પાચન શક્તિ સારું કરે છે.

મગજ

ગોળ અને ચણા મિક્ષ કરીને ખાવાથી મગજ તેજ થાય છે. આમા વિટામિન બી 6 હોય છે જે યાદશક્તિને વધારે છે.

દાંત :

આમાં ફોસ્ફોરસ હોય છે જે દાંતો માટે ખુબ ફાયદાકારક હોય છે. આના સેવનથી દાંત મજબૂત થાય છે અને જલ્દી તૂટતાં નથી

હ્ર્દય :

જે લોકોને હ્ર્દયથી જોડાયેલ કોઈ સમસ્યા હોય છે. જે માટે ગોળ અને ચણાનું સેવન ખુબ ફાયદાકારક છે. આમાં પોટાશિયમ હોય છે જે હાર્ટ અટેક થવાથી બચાવે છે.

હાડકા

ગોળ અને ચણા માં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરે છે. આનું દરરોજ સેવનથી ગઠિયા ના દર્દીને ખુબ ફાયદા થાય છે.

ભાડબુઝે આપણી શરીરના રક્ષક હોય છે પણ એકલો ચણા ભાડ ફોડી શકતો નથી ને, ભાઈ થોડા ચણા વાગે ઘણા વાળી વાત નથી. સાચું કહું તો આપણે જ પોતાના પગ પર કુલ્હાડી મારી રહ્યા છે. આપણે ભણેલા ગણેલા થઇ ને ટાઈ સાઈ લગાવીને વિદેશોની કોક અને કુરકુરે તો વેચી શકીએ છીએ પણ સ્વદેશી શેકેલા ચણા, સિંગ વેચવામાં શરમ આવે છે. આપણા વૃદ્ધ 100 વર્ષ સુધી નિરોગી રહેવાનો મંત્ર આ સેકેલા ચણા,શીંગ, અંગ આંકડા, ભૂભળ માં રોટ અને દાળબાટી, ચુરમા વગેરે જ હતા.

આવો ફરીથી ભાડ બનાવો, ભાડબુઝો નું એક વિશ્વ વિદ્યાલય ખોલો જેથી આ પ્રકારના અનેક સ્વાસ્થ્ય વર્ધક ખાદ્ય પદાર્થો નો માનકીકરણ કરી ભારત વાસિયોને પણ ખવડાવી શકાય અને વિશ્વ ને નિર્યાત કરીને વિદેશી મુદ્રા અર્જિત કરી ભારત ને પાછું વિશ્વ ગુરુ બનાવી શકાય.

ગોબર માં લિન અનપઢ જાટ રોહતકી

ડો. શિવદર્શન મલિક

www ડોટ vedicplaster.com

હવે તમને સમજાઈ ગયું હશે ભાડમેં જાઓ એટલે શું અર્થ થાય….