ભગવાન ને થાળ ધરાવો તે ભગવાન જમે છે? સાંભળો ડોંગરેજી મહારાજ ભાગવત પ્રમાણે જવાબ આપે છે.

એક બહુ ભણેલા સાહેબ મળ્યા હતા અને એ કહેતા હતા કે તમે બહુ જુના જમાનાની કથા કરો છો, જમાનાને અનુસાર બોલવું જોઈએ, અમે બહુ ભણેલા છીએ તમે કથામાં કો છો, કે ભગવાનને અર્પણ કર્યા વગરનું પાણી પણ પીવું નહિ, ભગવાન પાણી પીવે છે? ભગવાન ખાતા નથી ને ભગવાન પાણી પીતા નથી. આ બધું નાટક છે, હું માનતો નથી. ભગવાન ખાતા હોય તો ભોગ ધરાયા પછી ઓછું કેમ થતું નથી? આજકાલ જેટલા નાસ્તિક લોકો પ્રશ્નો પૂછે છે, તેમાંથી એક પણ પ્રશ્ન એવો નથી, જેનું સમાધાન વ્યાસજીએ ભાગવતમાં લખ્યું ના હોય, વ્યાસ નારાયણ જાણતા હતા કે કળીયુગમાં કેવા કેવા બુદ્ધિના ઉત્પન્ન થવાના છે.

વ્યાસ નારાયણ જેવો કોઈ જ્ઞાની થયો નથી ને થશે પણ નહિ, नमोस्तुते व्यास विशाल बुद्धेः વ્યાસજીનો આ અંતિમ ગ્રંથ છે. હજારો વર્ષો તપશ્ચર્યા કરી ભગવાનની સતત ભક્તિ કરતા, જ્ઞાન ભક્તિ જયારે બુદ્ધિ અતિશય પરિપક્વ થઇ છે, જ્ઞાન ભક્તિ બહુ વધ્યા પછી ભાગવતની કથા કરી છે. કોઈ વિષય છોડ્યો જ નથી. હજારો વર્ષ તપશ્ચર્યા કરી પછી વ્યાસજીને જે મળ્યું છે એ એમણે આપણને આપી દીધું, કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા નથી. સમાજને સદમાર્ગ બતાવ માટે ગ્રંથો લખ્યા છે.

કેટલાક લોકોને પોતાની બુદ્ધિમાં બહુ વિશ્વાસ હોય, એવું સમજે છે કે હું બહુ ડાહ્યો છુંને બહુ ભણેલો છું મારી બુદ્ધિ કબુલ કરતી નથી, અરે તારી બુદ્ધિ બગડેલી છે તેથી કબૂલ કરતી નથી. અમારા ઋષિઓએ લખ્યું છે એ બધું સાચું છે, બંગલામા રહેનાર અને દાળભાત ખાનાર કદાચ જુઠ્ઠું બોલતા હશે, અમારા ઋષિઓ ઝાડના પાન અને ફળ ખાતા હતા, લંગોટી પહેરતા હતા, ઝાડના તળે બેસતા હતા એમને કોઈ સ્વાર્થ નથી. આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ બધું સાચું છે. શાસ્ત્રમાં લખેલું બુદ્ધિ કબૂલ ના કરે એ દોષ બુદ્ધિનો છે. બુદ્ધિ બગડેલી છે, શાસ્ત્રોમાં સંતોમાં વિશ્વાસ રાખજો.

ભગવાનને ભોગ ધરો એ ભગવાન આરોગે છે, ઓછું થતું નથી ને ભગવાન આરોગે છે. બંને સિદ્ધાંતો સાચા છે. માનવ જેવું ખાય છે એવું ભગવાન જલ્દી ખાતા નથી. ભગવાનની બધી લીલા દિવ્ય છે, અને આ કળિયુગમાં ભગવાન માનવ જેવું ખાવા લાગે ને તો કોઈ ભગવાનને ભોગ ધરે પણ નહિ. બધા જાણે છે કે જેટલો ભોગ ધરાવશું એટલો પ્રસાદ તો પાછો મળવાનો જ છે, માનવના જેવું ભગવાન ખાતા નથી. ભગવાનની બધી લીલા દિવ્ય છે. ભગવાનને તમે જે અર્પણ કરો છો, તેમાંથી દિવ્યરસને ખેંચી લે છે, રસભોગી ભગવાન છે, વેદોમાં વર્ણન આવે છે रसो वैसा: પરમાત્મા રસરૂપને આરોગે છે,

આ ગુલાબનું ફૂલ છે, તમે એનું વજન કરો અને પછી 5 કે 10 વાર વાસ લો, વાસ લઈને ફરીથી વજન કરો, વજન ઓછું થશે? વાસ લેતા પહેલા વજન કરો અને વાસ લઈને પછી વજન કરો, વજન જરા પણ ઓછું થતું નથી, એક માનવમાં એવી શક્તિ છે, ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે, ફૂલને ધક્કો વાગતો નથી, સુગંધ ખેંચી લે છે, તો પણ ફૂલનું વજન ઓછું થતું નથી, માનવ જેમ ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે તેમ ભગવાન તમે જે અર્પણ કરો છો તે સામગ્રીમાંથી દિવ્યરસને ભગવાન ખેંચી લે છે. તમે જેમ સુગંધને ખેંચી લો છો, ભગવાન રસભોગી છે.

જુઓ વિડિયો :