અસુર રાવણને રામાયણના સૌથી મોટા ખલનાયકના રૂપમાં જોવામાં આવે છે.ક્હેવામાં આવે છે કે ધરતી ને રાક્ષસ રાવણના આતંકથી મુક્ત કરાવવા માટે પ્રભુ શ્રી રામે જન્મ લીધો હતો. અને બીજી બાજુ રાવણસંહિતામાં કહેવામા આવ્યું છે કે રાવણ જ્ઞાની હોવા સાથે એટલો બળવાન હતો કે તેને હરાવવો આસાન ન હતો.
રાવણ ના દુષ્કર્મ પણ ઓછા ન હતા. પોતાની શક્તિને વધારવા માટે તે સતત સાધુઓની હત્યા કરતો હતો. પરંતુ શું તમે જાણો છો કે અસુર રાવણ ભગવાન શ્રી રામથી જ નહિ પરંતુ અન્ય ચાર યોદ્ધાઓથી પણ હારી ગયેલ હતો. આવો અમે તમને જણાવીએ આ ચાર મહાયોદ્ધાઓ વિષે
બાલી
એક વખત અસુર રાવણ બાલી સાથે યુદ્ધ કરવા ગયો, બાલી તે સમયે પૂજા કરી રહ્યો હતો. રાક્ષસ રાવણ વારંવાર બાલી ને તેને ઉશ્કેરી રહ્યો હતો.જેનાથી બાલીની પૂજામાં વિઘ્ન ઉભું થઈ રહ્યું હતું.જ્યારે રાવણ ના માન્યો ત્યારે તો બાલી એ એને પોતાના બગલ માં દબાવી ને ચાર સમુદ્ર ની પરિક્રમા કરી હતી. એ પછી એને ધરતી પાર છૂટો ફેંક્યો હતો.
સહસ્ત્રબાહુ
સહસ્ત્રબાહુ અર્જુનના હજાર હાથ હતા અને તેના કારણે તેનું નામ શહસ્ત્રબાહું પડ્યું હતું. જયારે અસુર રાવણ સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કરવા પહોચ્યો તો શહસ્ત્રબાહું એ પોતાના હજાર હાથ થી નર્મદા નદીના પ્રવાહને રોકી દીધો હતો.
સહસ્ત્રબાહું એ નર્મદાનું પાણી ભેગું કર્યું અને પાણી છોડી દીધું, જેનાથી રાક્ષસ રાવણની આખી સેના નર્મદામાં વહી ગઈ હતી. હારી જવા છતાં પણ રાવણે હાર માની ન હતી અને ફરી એક વખત લડવા માટે ઉઠ્યો. પરંતુ આ વખતે પણ શહસ્ત્રબાસુએ રાવણને જેલમાં નાખે દીધો.
દૈત્યરાજ બલિ
દૈત્યરાજ બલિ પાતાળલોકનો રાજા હતો. એક વખત અસુર રાવણ રાજા બલી સાથે યુદ્ધ કરવા માટે પાતાળ લોકમાં તેના મહેલ સુધી પહોંચી ગયો હતો.ત્યાં પહોંચીને રાવણે બળીને યુદ્ધ માટે ઉશ્કેર્યો. તે સમયે બાલીના મહેલમાં રમી રહેલા બાળકોએ જ રાવણને પકડીને પટક્યો હતો અને ઘોડા સાથે અસ્તબલમાં બાંધી દીધો હતો. આ રીતે રાવણને હાર મળી.
શિવજી
એક વખત રાક્ષસ રાવણ નશામાં શિવજીને હરાવવા માટે કૈલાશ પર્વત ઉપર પહોંચી ગયો. રાવણે શિવજીને યુદ્ધ માટે ઉશ્કેર્યા, પરંતુ મહાદેવ તો ધ્યાનમાં લિન હતા. રાવણ કૈલાશ પર્વતને ઉપાડવા લાગ્યા.
ત્યારે શિવજીએ પગના અંગુઠાથી જ કૈલાશ નું વજન વધારી દીધું, આ વજનને રાવણ ઉપાડી ન શક્યો અને તેનો હાથ પહાડની નીચે દબાઈ ગયો. આ પછી શિવજીને પ્રશન્ન કરવા માટે રાવણે તેમની સ્તુતિ કરી. ત્યાર પછી શિવજીએ તેને મુક્ત કરી દીધો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.