આ વખતે આ દિવસે નિંદ્રામાંથી જાગશે ભગવાન વિષ્ણુ, તુલસી અને ભગવાન શાલિગ્રામના થશે લગ્ન.

આ તારીખ પછી થશે લગ્ન સંબંધિત મહત્વપૂર્ણ કાર્યો, જાણો તારીખ સાથે તેનું મહત્વ. હિંદુ ધર્મમાં કારતક માસના સુદ પખવાડિયાની અગિયારસનું ઘણું જ મહત્વ છે. જે આ વખતે 25 નવેમ્બરના રોજ છે. કહે છે કે આ દિવસે લગ્ન સંબંધી તમામ શુભ કાર્યોની શરુઆત થઇ જાય છે.

અષાઢ સુદની અગિયારસથી ભગવાન વિષ્ણુ ચીર નિંદ્રામાં જતા રહે છે અને પછી ચાર મહિના સુધી તે વિશ્રામ કરે છે. કહે છે કે તે દરમિયાન ભગવાન ભોલેનાથ સૃષ્ટિનો કાર્યભાર સંભાળે છે એ કારણ છે કે ચાર મહિના પછી નારાયણ જાગે છે અને તે દિવસ હોય છે દેવઉઠી અગિયારસનો.

કારતક માસના સુદ પખવાડિયાની અગિયારસ દેવઉઠી અગિયારસ કહેવાય છે. કેમ કે તે દિવસે દેવ ગાઢ નિંદ્રામાં ઊંઘીને ઉઠે છે. અને ત્યાર પછી શરુ થઇ જાય છે લગ્ન જેવા શુભ કાર્ય.

25 નવેમ્બરના રોજ દેવઉઠી અગિયારસ : હિંદુ ધર્મમાં કારતક માસના સુદ પખવાડિયાની અગિયારસનું ઘણું મહત્વ છે. જે આ વખતે 25 નવેમ્બરના રોજ છે. કહે છે કે આ દિવસથી લગ્ન સંબંધી તમામ શુભ કાર્યોની શરુઆત થઇ જાય છે.

કેમ થાય છે તુલસી અને શાલીગ્રામના લગ્ન : દેવઉઠી અગિયારસના આગળના જ દિવસે દવાદશીને તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન પણ કરાવવામાં આવે છે. કહે છે કે આ લગ્ન પછી જ હિંદુ ધર્મ માનવા વાળા લગ્ન સંબંધી શુભ કાર્ય કરી શકે છે.

નારાયણનું જ રૂપ હતા ભગવાન શાલીગ્રામ : ભગવાન વિષ્ણુ જ શાલીગ્રામ રૂપમાં હોય છે. અને તુલસી અને ભગવાન નારાયણના લગ્ન કરાવવામાં આવે છે. તેની પાછળ પણ એક કથા વર્ણિત છે. જે મુજબ શંખચુડ નામના એક રાક્ષસની પત્ની વૃંદા મહાન સતી હતી. કહે છે તેના સતીત્વનો ભંગ કર્યા વગર શંખચુડને હરાવવો અશક્ય હતો. એટલા માટે શ્રીહરિએ પોતાનું રૂપ બદલ્યુ અને વૃંદાના સતીત્વનો ભગ કરી દીધો ત્યાર પછી જ શિવે શંખચુડનો વધ કર્યો. ત્યારે વૃંદાએ શ્રીહરિને શીલા રૂપમાં પરીવર્તીત થઇ જવાનો શ્રાપ આપ્યો. અને એટલા માટે નારાયણ ત્યારથી શીલા રૂપમાં પણ રહે છે અને તેને શાલીગ્રામ કહેવામાં આવે છે. વૃંદાએ આવતા જન્મમાં તુલસીના રૂપમાં જન્મ લીધો તો શ્રીહરિએ તેને આશીર્વાદ આપ્યા વગર તુલસી દળની ક્યારેય તેની પૂજા પૂરી નહિ થાય.

કારતક મહિનામાં શાલીગ્રામની પૂજાનું મહત્વ : કારતકના આખા મહિનામાં શાલીગ્રામની પૂજાનું ઘણું મહત્વ હોય છે. પરંતુ શાલીગ્રામ છે ક્યાં એ પણ જાણી લો. શાલીગ્રામ એક ગોળ કાળા રંગનો પથ્થર છે. જે નેપાળના ગંન્ડકી નદીના કાંઠે મળી આવે છે. આ પથ્થરમાં એક છીદ્દ્ર પણ હોય છે અને પથ્થરની અંદર તેની જાતે જ શંખ, ચક્ર, ગદા કે પદ્મ અંકિત હોય છે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.