વૈજ્ઞાનિકો કપૂર વિષે શું કહે છે? ભગવાનની આરતીમાં કેમ થાય છે કપૂરનો ઉપયોગ?

વૈદિક ધર્મમાં પૂજા પદ્ધતિ પોતાનું એક વિશેષ મહત્વ ધરાવે છે. વૈદિક ધર્મનું પાલણ કરવા વાળા દરેક વ્યક્તિ માટે પોતાના ઇષ્ટ દેવની આરાધનાનું ઘણું મહત્વ હોય છે. પરંતુ તેનાથી પણ વધુ મહત્વ ધરાવે છે ઈશ્વરની આરાધનાની રીત.

તમે હંમેશા જોયું હશે કે ઈશ્વરની પૂજા કર્યા પછી જયારે આરતી કરવામાં આવે છે, તો તેમાં કપૂરનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. ધૂપ, અગરબત્તી સાથે કપૂરને પણ સળગાવવામાં આવે છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ?

હિંદુ ધર્મમાં દેશી ઘીના દીવડા અને કપૂરથી દેવી દેવતાઓની આરતી કરવાની પૂજા પદ્ધતિ છે. આરતીમાં કપૂરનો ઉપયોગ કરવાની પરંપરા પાછળ આધ્યાત્મિક અને વેજ્ઞાનિક કારણ છુપાયેલું છે. જે આ પ્રકારે છે.

૧. કપૂરની સુગંધથી વાતાવરણમાં સતોગુણની વૃદ્ધી થાય છે અને મન સરળતાથી ભક્તિભાવમાં દ્રઢ થઇ જાય છે.

૨. આરતી કરતી વખતે કપૂરની સુગંધથી ભગવાન પણ તરત પ્રસન્ન થઇ જાય છે અને સાધકની મનોકામના તરત પૂર્ણ કરે છે.

૩. ધર્મગ્રંથો મુજબ કપૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે.

૪. વૈજ્ઞાનિક અનુસંધાનો મુજબ સળગતા કપૂરની સુગંધમાં રોગ ફેલાવતા જીવાણું વગેરેનો નાશ કરવાની ક્ષમતા હોય છે. જેથી રોગ ફેલાવાનો ભય રહેતો નથી.

જેવી રીતે કપૂરના સળગવાથી વાતાવરણ સુગંધિત થઇ જાય છે, તે એ વાત દર્શાવે છે કે વ્યક્તિ પોતાની અંદરના અહંકારને સળગાવીને ચારે તરફ સારપ અને સકારાત્મકતાને ફેલાવશે. સાથે જ તે એ વાત માટે પણ પ્રતિબદ્ધ હોય છે કે તેની તરફથી જ્ઞાનનો પ્રસાર કરવાના પણ પુરા પ્રયાસ કરવામાં આવશે.

કપૂરની જ્યોત, મહાદેવના ક્રોધની જ્વાળાની પરીચાયક પણ છે, જેની અંદર સંસારની તમામ અશુદ્ધિઓ અને નકારાત્મક શક્તિઓ બળીને ભસ્મ થઇ જાય છે. આરતી દરમિયાન આપણે આપણી આંખો બંધ કરી આત્મ ચિંતન કરવા સાથે સાથે આપણી આત્માની વાત સાંભળવાનો પણ પ્રયાસ કરીએ છીએ. જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત થવા સાથે જ આપણે ખોટા અને સાચામાં અંતર કરી શકીએ છીએ.

આરતીની રીત :

આરતી પૂરી થયા પછી જ્યોતિ ઉપર હાથ રાખીને તેના ધુમાડાનો સ્પર્શ આપણા માથા અને આંખો ઉપર કરીએ છીએ, જેનો અર્થ છે કે આપણે ઈશ્વર પાસે એ પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારા વિચારો અને દ્રષ્ટિકોણને શુદ્ધતા પૂરી પાડે.

કપૂરનું નિર્માણ :

કપૂર બનાવવાની રીત વૈદિક કાળથી એક સરખી રીતે ચાલતી આવી છે. જેનો સંબંધ આયુર્વેદ સાથે છે. તજના ઝાડ અને તેની છાલ માંથી સ્વચ્છ કપૂર બનાવવામાં આવે છે. સફેદ કપૂર એક સારું એન્ટીઓક્સીડેંટ પણ હોય છે.

બેકટેરિયાનો નાશ :

કપૂરના વિષયમાં એવું માનવામાં આવે છે કે તે વાતાવરણને શુદ્ધ કરવા સાથે સાથે આસપાસ ફેલાયેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક : ત્વચા માટે ફાયદાકારક ત્વચા સાથે મળીને તે ઠંડકનો પણ અહેસાસ કરાવે છે. આજ કાલ અરોમા થેરોપી અને લેપના મિશ્રણની અંદર પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.

બીમારીઓમાં ઈલાજ :

જો સાચી સારવાર પદ્ધતિ મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે તો તે નસોની ગડબડ સાથે સાથે મીર્ગી(ખેચ)ની બીમારી, માનસિક ચિંતા વગેરેમાં પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. લાંબા સમયથી ચાલી આવી રહેલી માનસિક ચિંતાનો ઈલાજ પણ કપૂર દ્વારા કરી શકાય છે.

વિજ્ઞાનની પ્રમાણિકતા :

ઉપરોક્ત બિંદુઓ ઉપર વિચાર કરવામાં આવે, તેને ગંભીરતાથી લેવામાં આવે તો કપૂર ન માત્ર આધ્યાત્મિક રીતે ફાયદાકારક છે, પરંતુ સામાન્ય જીવનમાં પણ તેનો એક મહત્વનો રોલ છે. તેનો ઉપયોગ આપણેને માનસિક શાંતિ તો આપે જ છે, સાથે જ વિજ્ઞાને પણ તેની ઉપયોગીતાને પ્રમાણિત કરી દીધી છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.