શ્રાવણ માસ માં એક મહિના માટે ભગવાન શિવ એમના સાસરી માં રહે છે, આ સ્થળએ છે

શ્રાવણ નો પવિત્ર મહિનો વીતી ગયો છે. પરંતુ હજી પણ શિવ ભક્તો ભગવાન શંકરની પ્રખર પૂજા-અર્ચના કરી રહ્યા છે. દક્ષેશ્વર મહાદેવ મંદિર ના વિશે તો તમે જાણતા જ હશો. આ મંદિર હરિદ્વાર ની નજીક કનખલ માં આવેલું છે. આ મંદિર ભગવાન શંકરનું છે, પરંતુ આ મંદિર નું નામ તેમની પહેલી પત્ની સતીના પિતા રાજા દક્ષ ના નામ પરથી પડ્યું છે. આ મંદિર ના વિશે એવું કહેવાય છે કે તેને રાણી દનકૌરે ઈ.સ.1810 માં બનાવડાવ્યું હતું. તેના પછી આ મંદિર ને 1962 માં ફરીથી બનાવવામાં આવ્યું.

પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન:

રાજા દક્ષ પ્રજાપતિને બ્રહ્માનાં માનસ પુત્ર કહેવામાં આવે છે. રાજા દક્ષ કાશ્મીર ખીણ પ્રદેશના હિમાલય પ્રદેશમાં રહેતા હતા. રાજા દક્ષના પુત્રી સતીએ તેના પિતાની ઇચ્છા વિરુદ્ધ જઈને ભગવાન શંકર સાથે લગ્ન કર્યાં હતા. એક વાર રાજા દક્ષ તેમના ત્યાં એક મહાયજ્ઞ નું આયોજન કર્યું અને તેમની પુત્રી અને જમાઈ શંકર ને ના બોલાવ્યા.

સતી પોતાના પિતાએ ના બોલાવવા છતાં યજ્ઞ માં પહોંચી ગયા. આ જોઈને રાજા દક્ષે સતી નો ખુબ ઉપહાસ કર્યો અને તેમની સામે જ તેમના પતિ શંકર માટે હૃદય દ્રાવક અને અપમાનજનક વાતો કહેવાની શરુ કરી દીધી. સતી માટે પોતાના પતિ ના વિષે આવી વાતો સાંભળવી સહેલી નહોતી. આ બધું તે સહન ના કરી શકી અને હવન માટેના અગ્નિકુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યાગી દીધા.

પ્રાર્થના કરવા પર દક્ષ ને આપ્યું જીવનદાન:

ત્યાં સુધી ભગવાન શંકર આ વાત થી અજાણ હતા. જયારે તેમને પોતાની પત્નીના પ્રાણ ત્યાગવાની વાત ખબર પડી તો તેમના ગુસ્સાનો કોઈ પાર જ ના રહ્યો. તે એટલા ગુસ્સે થયી ગયા કે તેમણે વીરભદ્ર ને રાજા દક્ષના યજ્ઞ નો નાશ કરવા મોકલી દીધા. આ જોઈને રાજા દક્ષે બીજા દેવતાઓ પાસે પોતાના પ્રાણ ની રક્ષા માટે પ્રાર્થના કરી.

બધા દેવતાઓ ને પ્રાર્થના કરવાથી ભગવાન શિવે દક્ષને જીવનદાન આપ્યું અને તેમને બકરીનું માથું લગાવી દીધું. રાજા દક્ષે ભગવાન શિવ પાસે માફી માંગી.

વાયુ પુરાણ માં પણ મળે છે આ મંદિરનું વર્ણન:

ભગવાન શંકર શ્રાવણ ના આખા મહિના માં પોતાના સાસરે કનખલ માં રહે છે. કનખલ માં તેમની યાત્રા દરમ્યાન બધા દેવી-દેવતાઓ, ગંધર્વ, પક્ષ, નવગ્રહ પરશક્તિઓ અને આખું શિવગણ ભગવાન શંકર ની સાથે પૃથ્વી પર આવે છે. જ્યાં દક્ષ નો યજ્ઞકુંડ હતો ત્યાં જ દક્ષેશ્વર મહાદેવ બનાવાયા છે.

એવી માન્યતા છે કે આજે પણ યજ્ઞકુંડ મંદિર માં તેના નિયત સ્થાન પર જ સ્થિત છે, જ્યાં તે સમયે હતું. મંદિરની જ નજીક ગંગા કિનારે દક્ષા ઘાટ આવેલ છે. મંદિર માં જતા પહેલા ભક્ત અહીંયા સ્નાન કરે છે. આનો ઉલ્લેખ વાયુ પૂરાણ માં પણ મળે છે. હર હર મહાદેવ, ભોલે ભંડારીની જય.