ભગવાન ગણેશ તમારા બધા દુઃખ કરશે દૂર, બુધવારે કરો આ ઉપાય, ઘરમાં આવશે ધન અને ખુશીઓ

જેમ કે તમે બધા લોકો જાણો છો કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે, પૌરાણીક માન્યતાઓ મુજબ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીની પૂજા જરૂર કરવી જોઈએ, ભગવાન ગણેશજીને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે, તમામ દેવી દેવતાઓથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે.

બુધવારનો દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે અને આ દિવસે તેમની વિધિ પૂર્વક પૂજા થાય છે, એવું માનવામાં આવે છે કે તેમની બુધવારે પૂજા કરવાથી ભગવાન ગણેશજી ઘણા જલ્દી ભક્તોથી પ્રસન્ન થઇ જાય છે અને તેમના તમામ દુઃખ દુર કરે છે, જે વ્યક્તિ ઉપર ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ રહે છે તે વ્યક્તિની તમામ મનોકામનાઓ જલ્દી પૂરી થઇ જાય છે.

ભગવાન ગણેશજીને દુઃખ દુર કરવા વાળા માનવામાં આવે છે, જો તમે બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરો છો અને તેની સાથે સાથે થોડા ઉપાય કરો છો તો તમારા જીવનની તમામ સમસ્યાનું નિવારણ થઇ શકે છે, આજે અમે તમને બુધવારના દિવસે કરવામાં આવતા થોડા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ, જેનાથી તમારા ઘણા બધા દુઃખો દુર થશે.

આવો જાણીએ જીવનને આનંદમય બનાવવા માટે બુધવારે ક્યા ઉપાય કરવા

જો તમે તમારા કુટુંબમાં ખુશીઓ જાળવી રાખવા માગો છો તો તમે બુધવારના દિવસે સૌપ્રથમ સવારના સમયે સ્નાન કરી લો, ત્યારપછી તમે તમારા ઘરની નજીક કોઈપણ ગણેશ મંદિરમાં જાવ અને તમારી સાથે દુર્વા લઇ જવાનું ન ભૂલશો, હવે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરો, એટલું કર્યા પછી તમે ગણેશજીને ઘી અને ગોળનો ભોગ ચડાવો અને થોડો ગોળ અને ઘી ગાયને પણ ખવડાવો, આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી ઘણી તકલીફો દુર થશે અને કુટુંબમાં ખુશી જળવાઈ રહેશે.

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહની ખરાબ અસર છે તો તેવામાં કોઈપણ ગણેશ મંદિરમાં જઈને મગનું દાન કરવું જોઈએ, તેનાથી બુધ ગ્રહના દોષ શાંત થઇ જાય છે.

ઘણી વખત જોવા મળે છે કે કુટુંબમાં નકારાત્મક શક્તિઓનો વાસ થવાને કારણે જ ઘરમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે, જેના કારણે જ કુટુંબના સભ્ય કોઈને કોઈ તકલીફમાં રહે છે, જો તમે ઘરની નકારાત્મક શક્તિઓને દુર કરવા માગો છો તો તેના માટે તમે બુધવારના દિવસે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરો, તેનાથી તમામ પ્રકારની ખરાબ શક્તિઓનો નાશ થશે.

કન્યાના લગ્નમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે તો બુધવારના દિવસે કન્યાના વિવાહની કામનાથી ભગવાન ગણેશજીને માલપુવાનો ભોગ ચડાવો, માન્યતા મુજબ આ ઉપાય કરવાથી વિવાહના યોગ જલ્દી ઉભા થાય છે, જો કોઈ યુવકના લગ્નમાં તકલીફો ઉભી થઇ રહી છે તો ગણેશજીને પીળારંગની મીઠાઈનો ભોગ ચડાવવો જોઈએ.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા બધા ઉપાય જણાવવામાં આવ્યા છે જે કરવામાં ઘણા જ સરળ છે પરંતુ તેની અસર વ્યક્તિના જીવન ઉપર સકારાત્મક પડે છે, તે જ્યોતિષના ઉપાયોમાંથી અમે તમને ઉપરોક્ત થોડા ઉપાય જણાવ્યા છે, જેનાથી તમારા જીવનના ઘણા દુઃખ દુર થશે અને ગણેશજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.