ભગવાન સામે હાથ જોડતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો તમારી પૂજા થઇ શકે છે વ્યર્થ

ભગવાન સામે હાથ જોડવાથી તમામ મુશ્કેલીઓનો અંત આવી જાય છે. આપણું મસ્તક હંમેશા ઈશ્વર આગળ નમવું જોઈએ. જયારે આપણે ભગવાન પાસે કોઈ વિનંતી કરીએ છીએ કે તેમને યાદ કરીએ છીએ ત્યારે તેમને હાથ જોડીએ છીએ. આ ઘણી જ જૂની પ્રથા છે. આમ તો ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે ભગવાન સામે હાથ જોડતી વખતે તમારે થોડી વિશેષ ભૂલો કરવાથી દુર રહેવું જોઈએ, જો તમે આ ભૂલો કરો છો તો ભગવાન નારાજ થઇ શકે છે કે તમારી પૂજા વ્યર્થ થઇ શકે છે. તો આવો જાણીએ તમારે શું કરવું અને શું ન કરવું જોઈએ.

પહેલી ભૂલ – હાથોની પોઝીશન

ભગવાનને નમન કરતી વખતે હાથોની હથેળીઓ એક બીજા સાથે સારી રીતે ચોંટેલી હોવી જોઈએ. તેને ઢીલી કે બેદરકારીથી ન જોડો. એવું ન લાગવું જોઈએ કે તમે હાથ જોડવામાં આળસ કરી રહ્યા છો કે ભગવાન ઉપર કોઈ ઉપકાર કરી રહ્યા છો. તમારા બંને હાથોની હથેળીઓને એક બીજા સાથે સારી રીતે લગાવીને રાખો,સાથે જ આંગળીઓની પોઝીશન ઉપરની તરફ સીધી એટલે કે ૯૦ ડીગ્રી ઉપર સીધી રાખવા ને બદલે હળવી એવી ભગવાનની સામેની તરફ નમેલી કે ૯૦ ડીગ્રી ઉપર આડી થઇ જાય તેમ રાખો.

બીજી ભૂલ – શરીરની પોઝીશન

જયારે ભગવાનને હાથ જોડો તો તમારું શરીર સ્ટ્રેટ એટલે એટલે સીધું હોવાને બદલે થોડું એવું નીચે નમેલું જોઈએ. તેનું કારણ એ છે કે તમે ભગવાન આગળ નમીને પોતાને નાના અને તેમને મોટા માનીને આદર સન્માન આપો છો. એટલા માટે તેમને નમન કરતી વખતે તમારા શરીરનો ઉપરનો ભાગ તેમની તરફ થોડો નમાવી લો. તે ઈશ્વરને નમન કરવાની સાચી પદ્ધતિ છે.

ત્રીજી ભૂલ – કોણી અને ખંભો

ભગવાન સામે હાથ જોડતી વખતે તમારા ખંભા લટકતા ન હોવા જોઈએ. એટલે કે જોવામાં એવું ન લાગે કે તમને હાથ જોડવામાં કોઈ રસ નથી કે જોર પડી રહ્યું છે. અને કોણીની વાત કરીએ તો તેને પાછળની તરફ વધુ ન જુકાવો. પરંતુ એક સીધી લાઈનમાં રાખો. સરળ શબ્દોમાં કહીએ તો તમારા ખંભા અને કોણી વધુ ઢીલા કે બેદરકારીવાળી પોઝીશનમાં ન હોવા જોઈએ.

ચોથી ભૂલ – મનના વિચાર

જયારે ભગવાનને હાથ જોડીએ તો મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તમારા વિચાર શુદ્ધ હોવા જોઈએ. મનમાં કાંઈ ખોટું ન ચાલવું જોઈએ. એટલા માટે તમારું મન શાંત અને શુદ્ધ હોય ત્યારે ભગવાનને હાથ જોડો. ગુસ્સાવાળા મૂડમાં ભગવાનને નમન ન કરો. ભગવાનને પુરા દિલથી અને સ્વચ્છ મનથી પ્રણામ કરો.

પાંચમી ભૂલ – માથાની પોઝીશન

ભગવાન સામે તમારું માથું હંમેશા નમેલું હોવું જોઈએ. એટલા માટે તમે તેમને નમન કરો તો તેમની સામે માથાની પોઝીશન પણ નમાવી દો. માથું ઊંચું રાખવું એવું દર્શાવે છે કે તમે ઘમંડમાં છો અને પોતાને ભગવાનથી આગળ સમજી રહ્યા છો. એટલા માટે તે ભૂલ ભૂલથી પણ ન કરો.

હવે તમને ભગવાનને યોગ્ય રીતે નમન કરતા આવડી ગયું છે. તો તમે ઈશ્વરને યોગ્ય રીતે નમન કરજો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.