ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીના દિવસે આ રીતે કરો એમની પૂજા

મહાશિવરાત્રીનું પર્વ દર વર્ષે મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી અને તેનું વ્રત રાખવાથી દરેક ઈચ્છા પૂર્ણ થઇ જાય છે. અને આ દિવસે જો કુંવારા લોકો શિવજીની પૂજા કરે છે તો તેના વિવાહ જલ્દી થઇ જાય છે.

એટલા માટે તમે મહાશિવરાત્રીના દિવસે શિવજીની પૂજા અર્ચના જરૂર કરો. આ મહાશિવરાત્રીનું પર્વ કેમ મનાવવામાં આવે છે, વર્ષ ૨૦૨૦માં આ પર્વ ક્યારે આવી રહ્યું છે, મહાશિવરાત્રી પૂજાવિધિ શું છે અને આ દિવસે વ્રત કેવી રીતે કરવુ. તે બધી જાણકારી આ લેખમાં આપવામાં આવી છે.

કેમ મનાવવામાં આવે છે મહાશિવરાત્રી

મહાશિવરાત્રી મનાવવા સાથે ઘણી કથાઓ જોડાયેલી છે. ભાગવત પુરાણ મુજબ સમુદ્ર મંથનના સમયે વાસુકી નાગના મોઢા માંથી ભયંકર ઝેર નીકળ્યું હતું. જો કે તે દેવતાઓ પાસે આવ્યા હતા. આ ઝેરનું જો એક ટીપું પીવાથી કોઈપણ મરી જાય છે. આ ઝેર મળવાને કારણે દરેક દેવતા ગભરાઈ ગયા હતા.

ત્યારપછી તમામ દેવતા શિવજી પાસે ગયા અને તેમણે શિવજીને આ ઝેર વિષે જણાવ્યું. શિવજીએ દેવતાઓની મદદ કરવા માટે તે ઝેર પી લીધું અને તેને પોતાના કંઠમાં ધારણ કરી લીધું. ત્યારથી ભગવાન શિવનું નામ નીલકંઠ પડી ગયું છે અને મહાશિવરાત્રી મનાવવામાં આવવા લાગી.

લિંગ પુરાણ મુજબ એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે તે વાતને લઈને વિવાદ થઇ ગયો કે આપણા બંને માંથી સૌથી મોટા કોણ છે. પોતાને મોટા સાબિત કરવા માટે તેમણે પોતાના દિવ્ય અસ્ત્ર શસ્ત્રોનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે થયેલા આ વિવાદને રોકવા માટે દેવતાઓ, ઋષિ મુનીઓએ ભગવાન શિવ પાસે મદદ માગી અને ત્યારે ભગવાન શિવ જ્યોર્તિલિંગના રૂપમાં પ્રગટ થયા અને બ્રહ્મા અને વિષ્ણુને શાંત કરાવ્યા. અને જ્યોર્તિલિંગના પ્રગટ થવાને લઈને તે દિવસને શિવરાત્રીના રૂપમાં મનાવવામાં આવે છે.

મહાશિવરાત્રી ૨૦૨૦

વર્ષ ૨૦૨૦માં મહાશિવરાત્રીનું પર્વ ૨૧ ફેબ્રુઆરી, શુક્રવારના દિવસે આવી રહી છે. ચૌદશ તિથી ૧૭.૨૦ વાગ્યે (૨૧ ફેબ્રુઆરી) શરુ થઇ જશે જો કે ૧૯.૦૨ વાગ્યા (૨૨ ફેબ્રુઆરી) સુધી રહેશે. અને મહાશિવરાત્રીની પૂજાવિધિ આ મુજબ છે.

મહાશિવરાત્રીની પૂજાવિધિ

મહાશિવરાત્રીની પૂજાવિધિ ઘણી જ સરળ છે અને આ પૂજા તમે ઘરમાં પણ કરી શકો છો. આ દિવસે તમે સવારે ઉઠીને સૌથી પહેલા સ્નાન કરો. ત્યારપછી તમારા પૂજા ઘરની સારી રીતે સફાઈ કરો.

પૂજા ઘરની સફાઈ કર્યા પછી મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિઓને પંચામૃતથી સ્નાન કરાવો.

ત્યારપછી એક આસન ઉપર બેસી જાવ. પૂજાની શરુઆત કરતા સૌથી પહેલા દીવો પ્રગટાવો. ત્યારપછી પૂજા કરવાનો સંકલ્પ લો.

ભગવાન ગણેશનું નામ લઈને તમારી પૂજા શરુ કરી દો.

ભગવાન શિવની પૂજા કરવા માટે સૌથી પહેલા તેમની મૂર્તિને એક થાળીમાં રાખી દો. ત્યારપછી ગંગાજળથી સ્નાન કરાવો.

ગંગાજળથી સ્નાન કરાવ્યા પછી શિવ ઉપર વસ્ત્ર, મોલીનો દોરો, ફૂલ, ઈત્ર અને બીલી પત્ર ચડાવો.

શિવ ભગવાનને મીઠી વસ્તુનો ભોગ ચડાવી દો અને મૂર્તિ ઉપર પાન અને દક્ષિણા ચડાવી દો.

શિવની પૂજા કર્યા પછી નીચે આપવામાં આવેલી શિવ આરતી ગાવ.

આરતી પૂરી થયા પછી ભગવાન શિવની પૂજા દરમિયાન કોઈપણ ભૂલ થઈ હોય તે માટે માફી માગો.

મંદિરમાં જઈને મહાશિવરાત્રીની પૂજાવિધિ

ઘણા લોકો દ્વારા મંદિરમાં જઈને મહાશિવરાત્રીની પૂજા કરવામાં આવે છે. મંદિરમાં જઈને કેવી રીતે મહાશિવરાત્રીની પૂજા કરવી તેની વિધિ આ મુજબ છે.

મંદિરમાં જઈને તમે સૌથી પહેલા શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરો. દૂધ અર્પણ કર્યા પછી શિવલિંગ ઉપર જળ ચડાવો.

ત્યારપછી શિવલિંગને ગંગાજળ સ્નાન, દહીં સ્નાન, ઘી સ્નાન અને પછી મધથી સ્નાન કરાવો અને સ્નાન કરાવતી વખતે શિવ ભગવાનના નામનો જાપ કરો.

સ્નાન કરાવ્યા પછી શિવલિંગ ઉપર ફૂલ અર્પણ કરો અને બીલીપત્ર ચડાવો.

ત્યારપછી ચંદનથી શિવલિંગને તિલક લગાવો.

ॐ નમઃ શિવાય મંત્રના જાપ ઓછામાં ઓછા ૨૧ વખત કરો. તે ભગવાન શિવનો મૂળ મંત્ર છે.

મંત્રના જાપ કર્યા પછી ઉભા થઈને શિવ આરતી ગાવ.

શિવજીની આરતી

ॐ जय शिव ओंकारा….

एकानन चतुरानन पंचांनन राजे|

हंसासंन, गरुड़ासन, वृषवाहन साजे॥

ॐ जय शिव ओंकारा…

दो भुज चारु चतुर्भज दस भुज अति सोहें|

तीनों रुप निरखता त्रिभुवन जन मोहें॥

ॐ जय शिव ओंकारा…

अक्षमाला, बनमाला, रुण्ड़मालाधारी|

चंदन, मृदमग सोहें, भाले शशिधारी॥

ॐ जय शिव ओंकारा….

श्वेताम्बर,पीताम्बर, बाघाम्बर अंगें|

सनकादिक, ब्रम्हादिक, भूतादिक संगें||

ॐ जय शिव ओंकारा…

कर के मध्य कमड़ंल चक्र, त्रिशूल धरता|

जगकर्ता, जगभर्ता, जगसंहारकर्ता॥

ॐ जय शिव ओंकारा…

ब्रम्हा विष्णु सदाशिव जानत अविवेका|

प्रवणाक्षर मध्यें ये तीनों एका॥

ॐ जय शिव ओंकारा…

काशी में विश्वनाथ विराजत नन्दी ब्रम्हचारी|

नित उठी भोग लगावत महिमा अति भारी॥

ॐ जय शिव ओंकारा…

त्रिगुण शिवजी की आरती जो कोई नर गावें|

कहत शिवानंद स्वामी मनवांछित फल पावें॥

ॐ जय शिव ओंकारा…

जय शिव ओंकारा हर ॐ शिव ओंकारा|

ब्रम्हा विष्णु सदाशिव अद्धांगी धारा॥

ॐ जय शिव ओंकारा.

મહાશિવરાત્રીના દિવસે જરૂર રાખો વ્રત

મહાશિવરાત્રીના દિવસે ઘણા લોકો દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે. એવી માન્યતા છે કે મહાશિવરાત્રીના દિવસે વ્રત રાખવાથી દરેક કામના પૂરી થઇ જાય છે. એટલા માટે તમે પણ મહાશિવરાત્રીનું વ્રત જરૂર રાખો. અને મહાશિવરાત્રીનું વ્રત કેવી રીતે રાખવામાં આવે છે અને તે દરમિયાન શું કરવું જોઈએ તેની જાણકારી આ મુજબ છે.

જો તમે મહાશિવરાત્રીનું વ્રત રાખી રહ્યા છો, તો શિવજીની પૂજા કરતી વખતે સૌથી પહેલા વ્રત રાખવાનો સંકલ્પ લો.

સંકલ્પ લેવા માટે સૌથી પહેલા તમારા હાથ ઉપર જળ લો અને તમારા મનમાં આ વ્રત રાખવાનો સંકલ્પ લો. સંકલ્પ લેતી વખતે શિવજીને પ્રાર્થના કરો કે તમારું વ્રત સફળ થાય. જે પણ તમારી કામના છે તેને મનમાં બોલી દો અને આ જળ ધરતી ઉપર છાંટી દો. તેની સાથે જ શિવની પૂજા શરુ કરો.

મહાશિવરાત્રીના વ્રત દરમિયાન દૂધ અને ફળોનું જ સેવન કરવામાં આવે છે. એટલા માટે તમે પણ માત્ર દૂધ અને ફળ જ ખાવ.

સાંજના સમયે ફરી શિવજીની પૂજા કરો અને બની શકે તો શિવ પુરાણ પણ વાચો.

બીજા દિવસે સ્નાન કરી શિવજીની પૂજા કરો અને તમારું એ વ્રત ખોલી દો. વ્રત ખોલતી વખતે શિવજીને જો વ્રત દરમિયાન કોઈ ભૂલ થઇ ગઈ હોય તો તેના માટે માફી માગી લો.

મહાશિવરાત્રી પૂજાવિધિ ઘણી જ સરળ હોય છે અને આ પૂજા કરવાથી શિવ ભગવાન સ્વયં તમારું રક્ષણ કરે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.