આજે અમે તમને એક એવા નેતા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો કે ૭ વખત એમએલએ રહ્યા. પરંતુ પોતાનું ઘર ન બનાવી શક્યા. આજે પણ તે વ્યક્તિ ફેમીલી સાથે ભાડાના મકાનમાં રહે છે. કાંઈક આવી સ્થિતિ છે ૭ વખત એમએલએ રહેલા વ્યક્તિની. અમે વાત કરી રહ્યા છીએ યુપીના કાનપુર જીલ્લામાં રહેતા ૯૭ વર્ષના ભગવતી સિંહ વીરશાદની.
૩૦ સપ્ટેમ્બર ૧૯૨૧ ના રોજ ઉન્નાવમાં જન્મેલા ભગવતી ગામમાં પાંચ ધોરણ અભ્યાસ કર્યા પછી કાનપુર શહેરમાં પોતાના બાબુજી પાસે આવીને રહેવા લાગ્યા. અહિયાંથી તેમની રાજકીય કામગીરીની શરુઆત થઇ, અને ૭ વખત એમએલએ બન્યા. તેમને પાંચ છોકરા અને એક છોકરી છે. જેમના એક મોટા દીકરાનું મૃત્યુ થઇ ગયું છે. મોટો દીકરો રઘુવીર સિંહ નિવૃત્ત શિક્ષક, બીજા નંબરના દીકરા દિનેશ સિંહ નિવૃત્ત એયર ફોર્સ ઓફિસર, નરેશ સિંહ પ્રાઈવેટ જોબ કરે છે, રમેશ સિંહ ટેલીફોન વિભાગમાંથી નિવૃત છે. દીકરીના લગ્ન થઇ ગયા છે.
૭ વખતના ધારાસભ્ય ભગવતી સિંહ હાલના સમયમાં ધનકુડી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં પોતાના છેલ્લા દિવસો પસાર કરી રહ્યા છે. તેમની સાથે એક ભત્રીજો અને ત્રીજા નંબરનો દીકરો નરેશ સિંહ પોતાના પરિવાર સાથે રહે છે.
ભગવતી સિંહ કહે છે કે મારી પાસે પોતાનું કોઈ મકાન નથી, અને એમએલએ રહેવા દરમિયાન ક્યારે પણ તેના વિષે નથી વિચાર્યુ. મારું માનવું છે કે જે નેતા પોતાના ઘર વિષે વિચારે છે, તે ક્યારે પણ બીજાનું ભલું નથી કરી શકતા. હું જો મારા ઘર વિષે વિચારતે, તો ૭ વખત ધારાસભ્ય ન બન્યો હોત. લોકો મને ચૂંટણીમાં ઉભા રાખવા માટે મારા દરવાજા ઉપર અઠવાડિયું નહોતા બેસતા. મારો દીકરો પણ મારી આ વિચારસરણીને નથી માનતો. એટલા માટે તે આજે અલગ પોતાની દુનિયા વસાવીને રહે છે. એક દીકરો ગુજરાત, બીજો યુપીમાં અને ત્રીજો બેંગ્લોરમાં પોતાના પરિવાર સાથે રહે છે. બસ એક મારી સાથે છે.
ભગવતી સિંહ કહે છે. ઉન્નાવથી કાનપુર આવ્યા પછી કોલેજ જીવનમાં ઘણા ક્રાંતિકારીઓ સાથે સંપર્ક થઇ ગયો. તેને જોઈને લોકોની સેવા કરવાની ભાવના જાગી. તે દિવસોમાં કોંગ્રેસ પાર્ટીની બોલબાલા હતી. પાર્ટીનો ક્રેઝ જોઈ કોંગ્રેસમાં જોડાઈ ગયો. ૧૧ વર્ષની ઉંમરમાં કાનપુરના કપડા બજારમાં રહેલી એક દુકાનમાં કામ કરવા લાગ્યો. કપડા બજારમાં કામ કરવા વાળા કર્મચારીઓનું એક સંગઠન બનાવ્યું.
પછી તેમની રજાઓ અને કામ કરવાના સમય માટે લડ્યો અને તેમાં સફળ પણ રહ્યો. ભગવતી કહે છે, વર્ષ ૧૯૫૨ ની વિધાનસભા ચૂંટણીમાં પીએસપી પાર્ટીએ કાનપુરના જનરલગંજ સીટ ઉપરથી ટીકીટ આપી. પાર્ટીને લીડ કરી રહેલા જય પ્રકાશ નારાયણએ પોતે દિલ્હી બોલાવીને ટીકીટ આપી હતી. પરંતુ હું હારી ગયો.
ત્યાર પછી ૧૯૫૭ ના વિધાનસભા ચૂંટણીમાં પીએસપી પાર્ટી તરફથી ફરીથી ઉન્નાવની બારાસગવર સીટ ઉપરથી ચૂંટણી લડી અને જીતી ગયો. ૧૯૬૨ ની ચૂંટણીમાં બારાસગવર સીટ ઉપરથી કોંગ્રેસ ઉમેદવાર દેવદત્તએ મને હરાવી દીધો. ૧૯૬૭ ની ચૂંટણીમાં મેં જીત મેળવી. ત્યાર પછી ૧૯૬૯ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટીકીટ ઉપર લડ્યો અને જીતી ગયો. અહિયાંથી કોંગ્રેસ સાથે મારી સફર શરુ થઇ ગઈ. તે જીતની પરંપરા ૧૯૭૪ માં પણ ચાલુ રહી.
વર્ષ ૧૯૭૭ માં બીજેએસના દેવકી નંદનએ ફરી વખત મને હરાવી દીધા. ૧૯૯૧ માં હું મારી છેલ્લી ચૂંટણીમાં ચોધરી દેવકી નંદનને હરાવી હું ૭ મી વખત એમએલએ બન્યો.
ભગવતી સિંહને ઓળખવા વાળા કહે છે. એમએલએ રહેતી વખતે ભગવતી ગામમાં લોકોની સમસ્યાઓ સાંભળતા અને તેને દુર કરવા માટે કોઈપણ અધિકારીઓ સાથે માથાકૂટ કરી લેતા હતા. પોતાના ૪-૫ કાર્યકરો સાથે તે સાયકલ ઉપર ગામની મુલાકાતે નીકળી પડતા હતા. ૪-૪ દિવસ ઘરેથી બહાર રહેતા હતા. લોકોના ઘરે ઘરે જઈને કોંગ્રેસના સભ્ય બનાવતા હતા.
દુર નીકળી જવાથી રાત્રે કોઈ કાર્યકર્તાના ઘેર રોકાઈ જતો હતો. દિવસ દરમિયાન ઘેર આવનારા કાર્યકર્તાઓને ખાવાનું પણ ખવરાવતા હતા. ભગવતી સિંહ કહે છે. ૧૯૫૭ ની ચૂંટણી દરમિયાન મેં એક ગાડી ભાડે લઇને ચૂંટણી પ્રચાર કર્યો હતો. ઘરેથી નીકળતી વખતે પત્ની સ્વ. કલાવતીએ મને પૂરી અને શાક બાંધીને આપી દેતી હતી. આ રીતે મારું જીવન પસાર થયું છે.