જાણો કેમ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવામાં નથી આવતી અને શિવજીની પૂજા કરવાથી લોકો ગભરાય છે.

ભગવાન શિવજી ઉપર ઘણા લોકોની આસ્થા છે અને દરેક ભગવાન શિવજીની પૂજા જરૂર કરે છે. ખાસ કરીને સોમવારના દિવસે લોકો મંદિરમાં જઈને શિવલિંગ ઉપર જળ અને દૂધ જરૂર ચડાવતા હોય છે. અને શિવજીને પ્રસન્ન કરી પોતાની મનોકામના પૂરી કરી લે છે. પરંતુ આપણા દેશમાં એક એવું પણ શિવજીનું મંદિર છે, જ્યાં લોકો જાય તો છે, પરંતુ ત્યાં બનેલા શિવલિંગની પૂજા કરવાથી ડરે છે.

આ મંદિર સાથે જોડાયેલી એક કથા અનુસાર આ મંદિરમાં બનેલા શિવલિંગની પૂજા કરવી ફળદાયક નથી માનવામાં આવતી અને જે પણ આ શિવલિંગની પૂજા કરે છે, તેમની પૂજા સફળ થતી નથી. તે કારણને લઇને લોકો આ મંદિરમાં આવે તો છે પરંતુ શિવલિંગની પૂજા નથી કરતા.

મંદિર સાથે જોડાયેલી કથા :-

શિવજીનું આ મંદિર ઉત્તરાખંડના પાટનગર દહેરાદુનથી લગભગ ૭૫ કિ.મી.ના અંતરે આવેલું છે. આ મંદિર બલ્તીર નામના એક ગામમાં છે. આ ગામના લોકોના જણાવ્યા મુજબ આ મંદિર અભિશાપ છે અને એટલા માટે લોકો આ મંદિરમાં જઈને પૂજા નથી કરતા. આ મંદિરનું નામ હથીયા દેવાલ છે અને લોકોનું એવી કહેવું છે કે આ મંદિરનું નિર્માણ સદીઓ પહેલા કરવામાં આવ્યું હતું.

આ મંદિરને રાજા ક્ત્યુટીના શાસનકાળે આપ્યું હતું. જેનો માત્ર એક જ હાથ હતો. આ શિલ્પકારે આ મંદિરને એક દિવસમાં બનાવી દીધું હતું. તે એક દિવસમાં જ આ મંદિર બનાવવાના સમાચાર જેવા જ તે જગ્યાએ રહેવા વાળા લોકોને મળ્યા તો તે આ મંદિરને જોવા માટે આવી ગયા. આ મંદિરમાં આવીને અહિયાંના લોકોએ આ મંદિરને બનાવવા વાળા શિલ્પકારને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ત્યાં ન મળ્યો.

જયારે લોકો મંદિરની અંદર ગયા, તો જોયું કે આ મંદિરમાં બનાવવામાં આવેલું શિવલિંગ કાંઈક અલગ છે. તે એ શિવલિંગને જયારે એક પંડિતે જોયું તો જાણ્યું કે શિવલિંગ ખોટી દિશા તરફ બનાવવામાં આવ્યું છે. જેને કારણે આ શિવલિંગ પૂજા માટે યોગ્ય નથી. આ શિવલિંગનું ખોટી દિશામાં હોવાને કારણે જ આ શિવલિંગની પૂજા નથી કરતા. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જો પૂજા કરવામાં આવે તો તે પૂજાનો લાભ નથી મળતો અને પૂજા દોષપૂર્ણ બની જાય છે.

કેમ રાખવામાં આવ્યું છે હથીયા દેવાલ નામ :-

આ મંદિરને બનાવવા વાળા શિલ્પકારનો એક જ હાથ હતો અને તેણે માત્ર પોતાના એક જ હાથનો ઉપયોગ કરી આ મંદિરને બનાવ્યું હતું. જેને કારણે જ આ મંદિરને હથીયા દેવાલ નામ આપવામાં આવ્યું. અને એવું માનવામાં આવે છે કે આ મંદિરને એક દિવસની અંદર બનાવવાને લીધે શિલ્પકારે શિવલિંગને ખોટી દિશામાં બનાવી દીધું હતું.

આ મંદિર ઘણું પ્રસિદ્ધ મંદિર છે અને આ મંદિર જોવા માટે લોકો દુર દુરથી આવે છે. પરંતુ આ મંદિરમાં બનેલા શિવલિંગની પૂજા કોઈ પણ વ્યક્તિ દ્વારા નથી કરવામાં આવતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.