એક જ આંગળામાંથી ઉઠી ભાઈની અર્થી અને બહેનની ડોલી, આખી રાત દીકરાના મૃત્યુનું દુઃખ દબાવી વિધિઓ કરી પિતાએ

કાનપુરના એક ગામમાંથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહિયાં એક સાથે ભાઈની અર્થી અને બહેનની ડોલી ઉપાડવામાં આવી. ભાઈના મૃત્યુની વાતને મનમાં દબાવીને પિતા રાત આખી લગ્નની વિધિ કરતા રહ્યા. તેવામાં ઘણી વખત માં એ જયારે દીકરાનું નામ લીધું, તો પિતાની આંખોમાં આવેલા આંસુ આંખોમાં જ સુકાઈ ગયા. સવારે જયારે બહેનની ડોલી ઉપડી ત્યાર પછી પિતાની આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ.

ઝીંઝક કરીયાઝાલા મંગલપુરના રહેવાસી અને પૂર્વ ફોજીની દીકરીના લગ્ન બુધવારે કિશોરા મુરાઇ ગાર્ડનમાં હતા. રાત્રે જાન આવ્યા પછી એક અકસ્માતમાં કન્યાના મોટા ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું.

તેની જાણ થતા પિતા ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો. ઘણા લોકોએ હિંમત આપી તો રાત્રે દીકરાના મૃત્યુનું દુઃખ દબાવીને દીકરીના લગ્નની વિધિ પૂરી કરી. સવારે વિદાય દરમિયાન પિતાની ધીરજનો અંત આવવા લાગ્યો.

ત્યાર પછી પણ તેમણે હિંમત પૂર્વક કામ લેતા પહેલા દીકરીને વિદાય કરી. પછી દીકરાની અર્થી ઉઠી. કુટુંબીજનોને એકદમથી વિખરાયેલા જોઈ દરેકની આંખો ભીની થઈ ગઈ. મંગલપુર પોલીસ સ્ટેશનના કરીયાઝાલા રોડના રહેવાસી અને આર્મીમાંથી નિવૃત્ત થયેલાં રામનરેશ યાદવની દીકરી અંજુના થનાર પતિની બુધવારે સિંધી કોલોની મરથના ઇટાવામાંથી જાન આવી હતી.

લગ્નનો કાર્યક્રમ ઘર પાસે જ એક ગેસ્ટ હાઉસમાં હતો. જાન પહોંચ્યા પછી સ્વાગતની તૈયારી ચાલી રહી હતી. ત્યારે કાંઈક વસ્તુ લેવા કન્યાનો ભાઈ હિમાંશુ યાદવ (૧૯) કરીયાઝાલા વળાંક પાસે આવેલા ઘરે ગયો હતો. ત્યાંથી પાછા આવતી વખતે કિશોરા વળાંક ઉપર કોઈ વાહને તેની બાઈકને ટક્કર મારી દીધી હતી.

રાહદારીઓના જણાવ્યા મુજબ પોલીસે તેને હોસ્પિટલ પહોંચાડ્યો. પણ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પિતા રામનરેશ દવાખાને પહોંચ્યા. ત્યાં તેમને ઘણું દુઃખ થયું હતું, પરંતુ અમુક લોકોએ લગ્નમાં વિઘ્ન પડવાની વાત સમજાવી તેમને શાંત કર્યા. આંસુ લુછીને પિતા ફરી ગેસ્ટ હાઉસ ગયા.

રાત આખી તેમણે પોતાના દીકરાના મૃત્યુનું દુઃખ મનમાં દબાવી રાખ્યું. લગ્નની વિધિ પૂરી કરાવી. સવારે દીકરીની વિદાય સુધી કોઈને જાણ થવા ન દીધી. સવારે દીકરીની વિદાય થયા પછી જ તમામને હિમાંશુના મૃત્યુની જાણકારી મળી તો શોક છવાઈ ગયો.

સાસરીયામાં પહોંચ્યા પછી કન્યા અંજુ પોતાના પતિ અનિકેત સાથે પાછી ઘરે આવી. ભાઈના શબ સાથે લપેટાઈને રડતા તે ઘણી વખત બેભાન થઈ ગઈ. તે જોઈ ત્યાં રહેલા લોકો પોતાના આંસુ રોકી ન શક્યા. લોકો કુટુંબીજનો સાથે નનામી બંધાવતા દરમિયાન પોતે પણ રડી પડતા હતા. કુટુંબીજનોએ શબને ઔરૈયા યમુના નદી કાંઠે લઈ જઈને અંતિમ સંસ્કાર કરી દીધા.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.