લગન માં ”ભલા મોરી રામાં ભલા” ની જમાવટ

પોતાની રીતે વગર ખર્ચે લગન માં નવી નવી ક્રિયેટીવીટી કરી ને લગ્ન ને ખુબ યાદગાર બનાવી શકાય છે. બસ ખુબ પ્રેક્ટીસ ને ઓરીજનલ ગુજરાતી માતૃભાષા માં બનેલા સોંગ પર કરો તો એની રોનક જ અલગ થશે.

હજારો કરોડો નાં ખર્ચ લગન માં થતા હોય એનું સાભળેલું જ છે પણ એમાંથી કોઈ એ કાઈ યાદ નથી રહેતું હા જેને ખર્ચ કર્યો હોય ને જેના માટે થયો હોય એ આખી જીંદગી ભૂલતા નથી. એમને પણ ખર્ચા નું જ ખબર રે છે સુ કર્યું તું પણ વધુ ખબર નઈ રેતી હોય.

પણ હવે સોસીયલ મીડિયા માં નાના મોટા સસ્તા કે પુષ્કળ ખર્ચ વાળા લગન માંથી જે દિલ થી આયોજન થયેલા હોય એજ વાયરલ થાય છે બીજા ને પણ એવું એમના લગ્નો માં કરવા નાં વિચાર આવે છે. એને માટે કોઈ જાત નાં ખર્ચ કરવા ની જરૂર નથી બસ ૫ મિનીટ નાં સુંદર વિડીયો માટે સારે પ્રેક્ટીસ કરી ને આખી જીંદગી યુ ટ્યુબ પર મૂકી ને જોતા રહો.

ઘણા મેરેજ નાં સારા ડાંસ લોકો ખુબ એપ્રીસીયેટ કરે છે. પછી ભલે લાઈટીંગ બેકાર હોય કે સ્ટેજ પણ નાં હોય. સહુ થી વધુ વાયરલ થતા ડાંસ જે લોકો ને આવડતું નાં હોય છતા પણ દિલ થી મહેનત કરતા હોય એવા લોકો નાં ડાંસ વાયરલ થતા હોય છે કપિલ શર્મા નાં શો માં પણ એવા ઘણા લોકોએ ડાંસ કરી ને એનો શો પોપ્યુલર કરવા માં મોટું યોગદાન આપેલું છે. ઘણા લોકો મજાક ઉડાવતા હોય છે પણ એક હિન્દી ની કહેવત છે ”બદનામ હુયે તો ક્યા હુયા નામ તો હુયા” બાકી લોકો નું સુ છે સારા માં પણ ૧ હજાર એકસો ને એક ભૂલો ૧ મિનીટ માં કાઢી શકે.

આવા ડાંસ માટે કોઈ કેરીયોગ્રફર ની જરૂર નથી ગુજરાતી યો નાં લોહી માં જ છે બસ ખાલી જોઈ જોઈ ને થોડી પ્રેક્ટીસ કરી આરામ થી કરી શકો. જેમ સોના નાં દાગીના થી લઇ ને મેનુ માં કઈ વાનગી યો રાખવી સુધી નું આયોજન અને ખુબ મહેનત થાય છે એમાં એક મહેનત વધુ પણ આ એ જમવા નાં કે કપડા નાં મંડપ ડેકોરેશન કરતા વધુ યાદગાર બની જશે.

આ ગીત ને લોકો ઘણી જગ્યાએ વાપરે છે જેમાં ચુંટણી અને પાર્ટી માં ખાસ ફેમશ આ ગીત જે લગ્ન માં પણ મોજ કરાવે છે. આવા ઘણા ગીતો છે જેનો ઉપયોગ કરી ને લગ્ન ની શાન ને માહૌલ ખુશનુમા કરી શકો.

છેલ્લે એક જ મેસેજ આપીશું એને માનવું નાં માનવું તમારી મરજી છે બસ લગ્ન માં ખર્ચા ઓછા માં ઓછા કરી ને એન્જોય વધુ માં વધુ કરજો. દિલ થી એન્જોય કરેલું જ આખી જીંદગી યાદ રેસે.

તો જુયો આ લગ્ન માં કરી શકાય એવો ડાંસ ”ભલા મોરી રામા ભલા તારી રામા…

વિડીયો