આપણા દેશમાં એવા ઘણા ધાર્મિક સ્થળ છે જે હિંદુ ધર્મની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. એ દરેક તીર્થ સ્થાનો ભક્તોની ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતિક છે. એમાંથી એક સ્થળ સોમનાથ મંદિરથી લગભગ પાંચ કી.મી. દુર ગુજરાતના વેરાવળમાં આવેલું છે, જેનું નામ ભાલકા તીર્થ છે.
માન્યતાઓ મુજબ આ મંદિર (ભાલકા તીર્થ) માં શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. લોકોનું માનવું છે કે ભગવાન કૃષ્ણ અહિયાં આવનારાની તમામ ઇચ્છાઓ પૂરી કરે છે. આ સ્થળ ઉપર એક ઝાડ પણ છે જે લગભગ પાંચ હજાર વર્ષ જુનું છે અને હજુ સુધી લીલુંછમ છે. અહિયાં આવવા વાળા લોકો આ ઝાડની પૂજા પણ કરે છે.
લાગ્યું હતું જરા નામના શિકારીનું તીર :
લોક કથાઓ મુજબ મહાભારતનું યુદ્ધ પૂરું થઇ ગયા પછી ૩૬ વર્ષ પછી સુધી યાદવ કુળ આવેશમાં આવી ગયા હતા અને અંદરો અંદર એકબીજા સાથે ઝગડવા લાગ્યા. તે કલેશથી દુ:ખી થઇને કૃષ્ણ સોમનાથ મંદિરથી લગભગ પાંચ કી.મી. દુર વેરાવળના આ સ્થળ ઉપર આરામ કરવા આવી ગયા.
શ્રી કૃષ્ણ જયારે ધ્યાનમગ્ન અવસ્થામાં સુતા હતા, ત્યારે જરા નામના ભીલને કાંઈક ચમકતું જોવા મળી આવ્યું. તેને લાગ્યું કે તે કોઈ મૃગની આંખ છે અને તેણે એ તરફ તીર છોડી દીધું. અને એ તીર સીધું કૃષ્ણના ડાબા પગમાં જઈને ઘુસી ગયું. જયારે જરા નજીક પહોંચ્યો તો એ જોઈને ભગવાન પાસે તેની માફી માંગવા લાગ્યો. જેને તેણે મૃગની આંખ સમજી હતી, તે ભગવાનના ડાબા પગની પાની હતી, જે ચમકી રહી હતી.
ભીલ જરાને સમજાવતા કૃષ્ણએ કહ્યું, કે તું કેમ ખોટો જ દુ:ખી થઇ રહ્યો છે, જે કાંઈ થયું તે વિધિ છે. બાણ લાગવાથી ઘાયલ ભગવાન કૃષ્ણ ભાલકાથી થોડા દુર આવેલા સ્થળ હિરણ નદીના કાંઠે પહોંચ્યા. કહેવામાં આવે છે કે આ સ્થળ ઉપર ભગવાન પંચતત્વમાં જ વિલીન થઇ ગયા.
આજે પણ ત્યાં રહેલા છે ભગવાન કૃષ્ણના ચરણોના નિશાન :
હિરણ નદી સોમનાથથી લગભગ દોઢ કી.મી. જેટલી દુર છે. અહિયાં નદીના કાંઠે આજે પણ ભગવાનના ચરણોના નિશાન રહેલા છે. આ સ્થળ આજે આખી દુનિયામાં દેહોત્સર્ગના નામથી પ્રસિદ્ધ છે.