ભત્રીજી આયતને ખોળામાં લઈને જોતા દેખાયા સલમાન ખાન, સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ ક્યૂટ ફોટો

બીગ બોસ અને બોલીવુડના શહેનશાહ સલમાન ખાન એક વખત ફરી મામા બની ગયા છે. સલમાન ખાનની સૌથી નાની બહેન અર્પિતાએ ગયા ડીસેમ્બર ૨૭, ૨૦૧૯ના રોજ એક વ્હાલી એવી દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ ઘણા લાંબા સમય પછી સલમાન ખાને પોતાની ભાણકીની મુલાકાત કરી. આ વ્હાલી એવી દીકરીનું નામ ઘરવાળાએ આયત રાખ્યું છે. બોલીવુડના દબંગ સલમાન ખાન પોતાની ભાણકીને મળવા માટે પોતાની બહેન પાસે ગયો અને પોતાની ભાણકી આયતને મળ્યા. આ સમયે સલમાન સાથે તેની માં પણ હાજર રહી.

પોતાની ભાણકીને મળ્યા સલમાન :-

લાંબા સમય પછી સલમાન ખાન પોતાની ભાણકી આયતને મળવા ગયા. પોતાની ભાણકીને મળીને સલમાન ઘણા ખુશ જોવા મળ્યા. આ સુંદર અવસરને પોતાના કેમેરામાં કેદ કરી અર્પિતા ખાને બંનેનો એક ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. બંનેનો ફોટો જોવો ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો કે લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો. આ તસ્વીર ઉપર સલમાન ખાનના ચાહકો સારી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ફોટો દ્વારા લોકો આયત અને ખાન ફેમીલીને ઢગલાબંધ અભિનંદન પણ આપી રહ્યા છે.

અર્પિતાએ શેર કર્યો ફોટો :-

અર્પિતા ખાન શર્માએ ઈંસ્ટાગ્રામ ઉપર દબંગ સલમાન ખાન અને તેની દીકરી આયતનો ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે સલમાન ખાન પોતાની ભાણકી આયતને ખોળામાં ઉપાડેલા છે. સલમાન ખાન પોતાની ભાણકીને ખુબ જ વધુ પ્રેમથી નિહાળી રહ્યા છે.

આયત તેમાં :-

અર્પિતા ખાને આ ફોટાને પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કરતા એક સુંદર કેપ્શન પણ લખ્યું છે અને તેની પાછળ માત્ર એક કારણ છે કે મને ખબર હતી કે તમે મારી સાથે છો અને મારી સાથે એવું કાંઈ નહિ બનવા દો. હવે આયતને પણ એવા સુરક્ષા વાળા હાથ મળી ગયા છે. આ હાથોને ભગવાને મોકલ્યા છે, ફોટામાં સલમાન ખાન સાથે તેની માં સલમા ખાન પણ જોવા મળી રહી છે. તે પણ આયતને પ્રેમથી જોઈ રહી છે અને તેની ખુશી ફોટામાં સ્પષ્ટ જોવા મળી રહી છે.

સલમાન ખાને પોતાની બહેન અર્પિતા પાસે પોતાના જન્મ દિવસની ગીફ્ટ માગી હતી. ત્યાર પછી તે વાતને ધ્યાનમાં રાખીને અર્પિતા અને તેના પતિ આયુષ શર્માએ નક્કી કરી લીધું હતું કે તે બાળકની ડીલીવરી સલમાન ખાનના જન્મ દિવસના દિવસે જ રાખશે. સલમાન ખાનને તેના જન્મ દિવસની ભેંટ આપતા અર્પિતાએ સલમાન ખાનને જન્મ દિવસના દિવસે જ બાળકીનો જન્મ આપ્યો હતો. ત્યાર પછી તેના ઘરમાં આનંદની લહેર દોડવા લાગી. અર્પિતાને એક બાળકીને જન્મ આપવા ઉપર બોલીવુડના તમામ લોકોએ તેને અભીનંદન આપ્યા, જેની પરંપરા હજુ સુધી ચાલુ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.