ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

ફક્ત રીક્ષા ચલાવીને ભણાવ્યો દીકરાને, દીકરાએ સ્વર્ગીય માતા માટે જે કર્યું અકલ્પનિય છે.

સફળતા તેમને જ મળે છે, જે મહેનત કરે છે. મહેનત કરવા વાળાને હંમેશાં પોતાનું ધ્યેય પ્રાપ્ત થાય છે અને તેને સફળ થવામાં કોઈ રોકી શકતા નથી. ખરેખર, તેનું એક ઉદાહરણ મહારાષ્ટ્રના કોલ્હાપુર માંથી મળી આવ્યું છે. સ્કૂલનાં બાળકોની રિક્ષા ચલાવવા વાળાનો પુત્ર ધવન સાર્થક શશીકાંત આજે ભારતીય મિલેટ્રી એકેડેમી માંથી પાસ થઈને ભારતીય મિલેટ્રીનો અધિકારી બની ગયો છે. આવો આપણે જાણીએ, ધવન સાર્થકની મહેનતની આખી કહાની.

ધવનના પિતા રિક્ષા ચલાવે છે :-

ધવન સાર્થકના પિતા રિક્ષા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે અને તેમાંથી જે આવક થાય તેમાંથી તેના પરિવારનું ભરણપોષણ કરે છે. ધવનની માતાનું થોડા વર્ષો પહેલા માર્ગ અકસ્માતમાં અવસાન થઇ ગયું હતું. ધવન સિવાય તેનો એક મોટો ભાઈ પણ છે. તેના પિતા ઇચ્છતા હતા કે ધવન સારી રીતે અભ્યાસ કરે.

ધવનના અભ્યાસ માટે પિતાએ સખત મહેનત કરી અને તેની સંપૂર્ણ મહેનત ધવનના શિક્ષણ ઉપર લગાવી દીધી. તેનું પરિણામ એ છે કે આજે તેનો પુત્ર આર્મી ઓફિસર બની ગયો છે. ધવનના પિતાએ ધવનને માત્ર ભણાવ્યા જ નહીં, પરંતુ તેના પરિવારનું ભરણપોષણ પણ કર્યું.

પિતા રિક્ષા ડ્રાઈવર હતા, તેથી ઘરમાં પૈસાની તંગી રહેતી હતી, પણ તેણે ક્યારેય તેના પરિવારને કોઈ વસ્તુની ખામી પડવા દીધી ન હતી. તેમની ક્ષમતા મુજબ દરેક જરૂરિયાત પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો.

આર્મી ઓફિસર ધવન સાર્થક કહે છે કે મને સારું શિક્ષણ આપવા માટે મારા પિતાએ મને સારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો. અને જ્યારે મારો એનડીએમાં પ્રવેશ થયો ત્યારે પરિવારમાં એક આનંદનું વાતાવરણ હતું. ધવને કહ્યું કે આજે મારો પરિવાર મારી સાથે નથી, છતાં પણ મારા પરિવારની પ્રાર્થના હંમેશાં મારી સાથે હતી.

કોરોના લોકડાઉનને કારણે પાસિંગ આઉટ સમારોહમાં હાજર ન રહી શક્યા કુટુંબીજનો

કોરોના વૈશ્વિક રોગચાળાને કારણે લોકડાઉન સમયમાં ભારતીય લશ્કરી એકેડેમીના પાસિંગ આઉટ સમારોહમાં કોઈ પણ કેન્ડીડેટના પરિવાર વાળાને બોલાવવામાં આવ્યા ન હતા. ધવનનો પરિવાર પણ આ કડીમાં ભાગ લઈ શક્યો નહીં.

ભારતીય સૈન્ય એકેડેમીમાંથી કુલ 423 જવાનો પાસ થયા છે. આમાં ધવન સાર્થક પણ શામેલ છે. આર્મી ઓફિસર ધવન સાર્થકે જણાવ્યું હતું કે મારું બાળપણ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયું છે, પરંતુ મારા પિતાનો પ્રયાસ હતો કે હું તેમનું નામ રોશન કરુ અને આજે મેં તે કરી બતાવ્યું.

તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે આજે પણ ધવનના પિતા રિક્ષા ચલાવે છે અને તેના પરિવારનું ભરણપોષણ કરે છે. પરંતુ હવે ધવન તેમનો સહારો બનશે. ધવને એમ પણ કહ્યું હતું કે મારી મહેનત પાછળ મારા પરિવારનો હાથ છે અને પરિવાર વાળાની મહેનતે જ મને પ્રેરિત કર્યો છે.

તેમણે કહ્યું કે મારા પરિવારને મોટી આશા છે અને આજે હું તે અપેક્ષામાં સાચો સાબિત થઇ રહ્યો છું. ધવને કહ્યું કે તે જરૂરી નથી કે આપણે રાજાના ઘરે જન્મ્યા પછી જ રાજા બનીએ. પરંતુ, આપણે આપણા જીવનમાં એક સારા યોદ્ધા જરૂર બનવું જોઈએ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.