ભારતની અ ૧૨ સુંદર જગ્યાઓ પર આજે પણ શ્વાસ લે છે ઈતિહાસ, આ ફોટા જોઈ ને પણ ખુશ થઇ જાસો

UNESCO એ ભારતના તમામ ઐતિહસિક સ્થળોને તેમના સાંસ્કૃતિક અને ઐતિહસિક મહત્વ ના આધારે વૈશ્વિક ધરોહર માન્યા છે. ઇતિહાસમાં રૂચી રાખનાર અને ફરવાના શોખીન લોકો મોટે ભાગે માર્યાદિત સ્થાનો પર જ જાય છે.

જ્યારે આપણા દેશમાં એવા ઘણા સ્થાન છે, જે ભલે ઓછા પ્રસિદ્ધ હોય પણ ભારતના ઇતિહાસના મહત્વના ભાગ છે.
આજે અમે તમને જણાવીશું આવા જ કેટલાક ઐતિહાસિક સ્થળો વિષે, જેને ઓછા લોકો જાણે છે, પણ ઈતિહાસ માં તેમનું ઘણું મહત્વ છે.

૧. નીઝામત ઈમામબાડા, મુર્શિદાબાદ

મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળ નો એક જિલ્લો છે. અહી જુના સમયમાં અનેક ધર્મો, જાતિયો અને સંસ્કૃતીયોનો સંગમ રહ્યો છે. અહિયાનું નીઝામત ઈમામબાડા ભારતનો સૌથી મોટો ઈમામબાડા છે. પહેલા આ જ જગ્યા પર સિરાજુદુલા ના ઈમામબાડા હતા પરંતુ આગ લાગવાના કારણે ખરાબ થઇ ગયા. તેના સિવાય અહી તમે હજારર્દ્વારી પેલેસ, વસીફ મંજિલ, કટરા મસ્જીદ અને જહાકોસન તોપ જોઈ શકો છો.

૨. મલુટી, ઝારખંડ

મલુટી, ઝારખંડ રાજ્યના દુમકા જીલ્લા માં શીકારીપડા ની પાસે નાનું ગામ છે ત્યાં તમે જ્યાં પણ નજર કારશો, મંદિર જ દેખાશે.આ નાના ગામમાં 72 પ્રાચીન મંદિરો છે. પહેલા અહી ૧૦૮ મંદિર હતા, પરંતુ સંરક્ષણના અભાવને કારણે ૩૬ મંદિરો નષ્ટ થઇ ગયા.

૩. અર્વાલેમની ગુફાઓ, ગોવા

ગોવામાં સમુદ્રી તટો અને પાર્ટિયો સિવાય, કેટલીક ઐતિહાસિક જગ્યાઓ પણ છે. અહીની અર્વાલામની ગુફાઓ ને પાંડવ ગુફાઓ ના નામથી પણ ઓળખાય છે. અહી જઈને તમને લાગશે કે તમે પોતે પણ ઇતિહાસના કોઈ ભાગ માં પહોચી ગયા હોય. લોક કથાઓ અનુસાર પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન અહી શરણ લીધી હતી. આ જગ્યા પણજી થી ૩૬ કીલોમીટર દુર છે.

૪. જમ્પા ગેટવે, દીવ

જમ્પા ગેટવે, દીવનું એક પ્રમુખ પર્યટન સ્થળ છે. અહી શેરો, ફરિશ્તો અને પુજારીયોની નક્કાશી છે. અહી ૧૭૦૦ થી વધારે શિલાલેખ છે. તેથી ઇતિહાસમાં રૂચી રાખનાર માટે આ જગ્યા બેસ્ટ છે.

૫. કીરાડું ના મંદિર, રાજસ્થાન

રાજસ્થાનના બાડમેર ની પાસે કીરાડું માં કેટલાક મંદિર છે. આ મંદિરોને “રાજસ્થાનના ખજુરાઓ” પણ કહે છે. આ મંદિરો પોતાની શિલ્પકળા માટે વિખ્યાત છે. તેમનું નિર્માણ ૧૧મિ સદી માં થયું હતું.

૬.એરણ સ્મારક, મધ્યપ્રદેશ

એરણ મધ્યપ્રદેશ નું એક ગામ છે, જ્યાં રાષ્ટ્રીય મહત્વની તમામ વિરાસતો છે. આ જગ્યા સાગર થી લગભગ ૯૦ કિલોમીટર દુર છે. મધ્ય પ્રદેશમાં આવા ઘણા ઐતિહાસિક સ્થળો છે, જ્યાં હિંદુ, બુદ્ધ અને જૈન ધર્મોથી સંબંધિત સભ્યાતાઓના અવશેષ મળ્યા છે.

૭. લેહ પેલેસ, લદાખ

લેહ પેલેસ રાજા ‘સંગે નામગ્યાલ’ દ્વારા ૧૭મિ સદીમાં બનાવ્યો હતો. આ ૯ માળ નો મહેલ છે. લેહમાં ઘણી ઐતિહાસિક જગ્યાઓ છે. આ મહેલ અને તેની આજુ બાજુની સુંદરતા જોવાલાયક છે.

૮. સિરપુર, છત્તીસગઢ

સિરપુર, છત્તીસગઢ માં મહાનદી ના તટ પર આવેલ છે.અહી બુદ્ધ કાલની સભ્યાતાઓના અવશેષ મળ્યા છે. અહી નું લક્ષ્મણ મંદિર, ઈંટ માંથી બનેલું સૌથી સુંદર મંદિર છે.

૯. રબડેન્ટ્સ, સિક્કિમ

રબડેન્ટ્સ એક જમાનામાં સિક્કિમ ની રાજધાની હતી.અહી ઐતિહાસિક મહત્વની ઘણી વસ્તુઓ, મહેલ અને શિલાલેખ આજે પણ આવેલ છે. રબદેન્ત્સે પેલેસ ૧૮મી સદી માં બનાવાયું હતું. હવે આ મંદિર ખંડેર બની ચુકી છે, પરંતુ આનું ઐતિહાસિક મહત્વ અત્યારે પણ ઓછુ નથી થયું.

૧૦. તલાતલ ઘર, અસમ

તલાતલ ઘર એક મહેલ છે, જે અહોમ રાજવંશ નો નિવાસ હતો. આ જગ્યા રંગપુરની પાસે શિવસાગર થી ૪ કિલોમીટર દુર છે. અસમ નો આ મહેલ અહોમ રાજાઓ દ્વારા બનાવેલ સૌથી મોટો મહેલ છે.

૧૧. બેલાગુમ ફોર્ટ, કર્નાટક

બેલાગું ફોર્ટ અથવા બેલ્ગૌમ ફોર્ટ કર્નાટકનું એક ઐતિહાસિક પર્યટન સ્થળ છે. આ સુંદર કિલ્લો સહ્યાદ્રી પર્વત શ્રુંખલા ની પાસે છે.

૧૨. ઉંડાવલ્લી ગુફાઓ, આંધ્ર પ્રદેશ

ચોથી સદીમાં બનેલ ઊંડાવલી ગુફાઓ માં ૭ મંદિર છે. આ મંદિર ત્રિમૂર્તિ એટલે કે બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ ને સમર્પિત છે. અહી ભગવાન વિષ્ણુની એક મોટી મૂર્તિ છે.

ઈતિહાસ હંમેશા ઉત્શુક્તાનો વિષય રહ્યો છે. પોતાના ઈતિહાસ ને જાણવું અને તે સમયની સભ્યતાને જાણવું હોય તો તમે પણ આ જગ્યાઓ પર જરૂર જાઓ