શું તમે જાણો છો, ભારતના સૌથી પહેલા પાયલોટ કોણ હતા? જાણો સાચા મહેનતુ ની સફર જેને થયો અન્યાય

 

ભારતમાં સૌથી પહેલા વિમાન ઉડાડવાવાળા પાયલોટ (First Indian Pilot) કોણ હતા, તેના વિષે પ્રશ્ન પૂછવાથી સામાન્ય રીતે JRD Tata નું નામ સામે આવે છે. પણ શું તે સાચું છે ?

કેમ કે આ લેખમાં અમે જે વ્યક્તિની વાત કર જઈ રહ્યા છીએ, તેને એટલી પ્રસિદ્ધી નથી મળી, જેટલી મળવી જોઈતી હતી. બાળપણથી સંઘર્ષમય જીવન જીવનારા પણ ખુબ જ પ્રભાવશાળી શ્રી દત્તાત્રય લક્ષમણ પટવર્ધન (10 જુલાઈ 1883 થી 18 ઓક્ટોબર 1943) ભારતના સૌથી પહેલા પાયલોટ હતા. જેમનું નામ સુદ્ધાં લાખો લોકોએ નહી સાંભળ્યું હોય.

મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારના આવેલ રત્નાગીરીમાં જન્મેલા દત્તાત્રય પટવર્ધન, જેમને તેમના મિત્રો હમેશા ‘દત્તુ’ કહીને બોલાવતા હતા, બાળપણથી જ તોફાની અને ઉઠાપટક કરવાવાળા હતા, પાંચમું ધોરણ પાસ કર્યા પછી તેમના વર્તનથી કંટાળીને તેમના પિતા લખુ તાત્યાએ તેમને ઘરમાંથી કાઢી મુક્યા. ત્યાર પછી દત્તુ બાબુ કોલ્હાપુર આવી ગયા. થોડા દિવસો ત્યાં એક હોટલમાં કામ કર્યું અને પછી વગર ટીકીટે મુંબઈ તરફ ભાગી નીકળ્યા, કેમ કે તેમણે સાંભળ્યું હતું કે મુંબઈમાં સારી નોકરી મળી જાય છે. સારી નોકરી તો ન મળી, તેમ છતાં પણ પેટ ભરવા લાયક કામ તેમને મળી ગયું. છ મહિના તેમણે મુંબઈની એક દરગાહ ઉપર કુલીની નોકરી કરી. મશીનો, વાયરીંગ, રીપેરીંગની તેમની જન્મજાત ઓળખ તો હતી જ, તે જોઇને રેલવેના એક અધિકારીએ તેમને મોટુંગા રેલ્વે વર્કશોપમાં વાયરમેન તરીકે નોકરી આપી. ઝડપથી પોતાની શક્તિઓના બળથી દત્તાત્રય પટવર્ધન રેલ્વે ઇન્જિન ડ્રાયવર બની ગયા. અંગ્રેજોની વાંકી નજરથી બચવા અને પોતાની નોકરી બચાવવા માટે તેમણે ચાલાકીથી પોતાનું નામ “ડી. લૈકમેન પૈટ’ (દત્તાત્રય પટવર્ધનનું ટૂંકું નામ) રાખી લીધું.

પણ માત્ર ઇન્જિન ડ્રાયવર બનીને દત્ત ખુશ ન હતા. એક દિવસ તેમણે ન જાણે શું સુજ્યું બંદરગાહ ઉપર ફરતા ફરતા તે એક જર્મન વિમાન “સ્ટ્રાસ ફેલ્ચ” માં ધુસી ગયા અને કોલસાની એક ગુણીમાં સંતાઈ ગયા. જયારે વિમાન મધદરિયા માં પહોચ્યું તો આ મહાનુભાવ કોલસાની ગુણીમાંથી નીકળીને વિમાનના કેપ્ટન હેનરિક જોડેલ પાસે પહોચી ગયા અને પોતાની પ્રતિભા અને કારીગરી ના બળ ઉપર તેમને તે સમજાવવામાં સફળ થયા કે વિમાન ઇન્જિન સર્વિસનું કામ તે સંભાળી શકે છે. કેપ્ટને તેને વિમાનના વાયરીંગની દેખરેખનું કામ સોપી દીધું. પટવર્ધનના કામની ધગશ જોઇને કેપ્ટન હેનરિકે તેમની ઘણી મદદ કરી, અને તેમને જર્મનીમાં પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરાવ્યા, સાથે જ હૈમબર્ગની મૈરીન એન્જીન્યરીંગ કોલેજમાં દાખલ પણ કરાવી દીધા. (જુઓ, જયારે વ્યક્તિ હિમ્મત કરે છે, તો ઈશ્વર પણ કોઈ ને પણ મદદ કરવા માટે મોકલી આપે છે.)

મૈરીન એન્જીનીયરીંગ કોલેજની ડીગ્રી લીધા પછી દત્તુ પટવર્ધન સ્કોટલેંડ જતા રહ્યા અને ત્યાં તેમણે “ઓશન કિંગ” નામનું એક વિશાળ વિમાનમાં એન્જીનીર તરીકે નોકરી મેળવી. તે વિમાન 1991 માં બ્રિટનના લીવરપુલ થી ન્યોયોર્ક ના પ્રવાસ ઉપર હતા. આ વિમાન ઉપર તેમની ગજબની પ્રતિભા અને ટેકનીક સમજણ ને જોતા કંપનીએ તેમને 1912 માં એક બીજા વિમાન “તુકારામ” ઉપર મુંબઈ મોકલી દીધા. આવી રીતે તેમના જીવનનું એક મહત્વપૂર્ણ ચક્ર પૂરું થયું. પણ તેમના નસીબમાં આગળ ઘણું બધું લખાયેલ હતું.

1914 ની શરૂઆતમાં પહેલુ વિશ્વ યુદ્ધ શરુ થયું. દત્તાત્રય પટવર્ધન ખુરાફાતી હોવાની સાથે હિમ્મત અને સાહસી જ હતા. તેમણે બ્રિટીશ યુદ્ધ કાર્યાલયમાં જઈને કહ્યું કે તે સેનાને ‘એમ્બ્યુલન્સ વિભાગ’ માં કામ કરવા ઈચ્છે છે. તેમના વિષે બધા જ જાણતા હતા જ, એટલા માટે તેમણે તાત્કાલિક એક “મુખ્ય સૈનિક” તરીકે બ્રિટીશ આર્મીની સફળ ટુકડીમાં જોડી દેવામાં આવ્યા, બ્રિટીશ સેનામાં કાર્ય દરમ્યાન હવે પોતાના એન્જીરીયરીંગ મગજને ચલાવી, તેમણે જુદા જુદા હથીયારો, રાયફલ અને બોમ્બ વિષે ખાસ જાણકારી મેળવવાનું શરુ કર્યું. ફ્રાંસ સાથે યુદ્ધ માં તે મુખ્ય મોરચા ઉપર પણ ઉપસ્થિત રહ્યા. ફ્રાન્સમાં રહીને દત્તાત્રય પટવર્ધનને રોયલ એરફોર્સમાં ભરતી કરીને તેનું પ્રમોશન કરી આપ્યું. તેમને સેનાના ટોચના મોરચા ઉપર સમાન અને હથીયાર પહોચાડતા માલવાહક વિમાન ઉડાડવાનો મોકો મળી ગયો. બાળપણમાં જ મુંબઈના રેલ્વે વાયરમેન થી શરૂઆત કરીને વિમાનના એન્જીનનું રીપેરીંગ થી થઈ તે વિમાન ઉડાડવાની આ સફર દત્તુના કૌશલ્ય, પ્રતિભા અને હિમ્મતની જ કમાલ હતી.

પોતાની ઓફિસમાં દ્ત્તુએ વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીની રાજધાની બર્લીંગ ઉપર પણ બોમ્બમારો કર્યો, ત્યાં સુધી કે જર્મનીના મશહુર કેશર મહેલ ઉપર પણ તેમણે તે સમયે બોમ્બમારો કર્યો, જયારે બધાને તે ખબર છે કે ત્યાં “એંટી એયરક્રાફ્ટ ગન” લાગેલી છે. છતાં પણ પોતાના વિમાનને બચાવતા બચાવતા તે દુનિયાનો પહેલો બોમ્બર પાયલોટ બન્યો જેણે બર્લિનમાં જઈને બોમ્બ ફેક્યા હોય. આ વિલક્ષણ કામ અને બહાદુરી માટે કિંગ જોર્જ પંચમે જાતે “ડી.લેક્મન પૈટ” ને ઉચ્ચ મિલેટ્રી સન્માન આપ્યું.

હવે અહિયાં પણ તેની ખુરાફાત જુઓ.. સમારંભ વચ્ચે કિંગ જોર્જ ની સામે જ તેમણે કહી દીધું કે તે “ડી.લૈકમન પૈટ” નથી, પણ દત્તાત્રય લક્ષ્મણ પટવર્ધન છે અને તેમણે આ અંગ્રેજી નામ માત્ર એટલા માટે રાખ્યું હતું કે તેને નોકરી મળી જાય. હક્કા-બક્કા કિંગ જોર્જ પંચમે દત્તુના આ ખુલાશા થી ખોટું ન લાગ્યું, પણ ચોખવટ ના વખાણ જ કર્યા, અને તે સમારંભમાં સાર્વજનિક રીતે જ “યંગ મરાઠા ઇન બ્રિટીશ એયરફોર્સ” કહીને સમ્માનિત કર્યા. કિંગ જોર્જે તે પણ ધ્યાન દોર્યું કે આ મરાઠા યોદ્ધા વિરુદ્ધ બ્રિટીશ સેના કોઈપણ કાર્યવાહી ન કરે. આ ઘટના 24 એપ્રિલ 1919 ની. ઉચ્ચ સૈનિક સમ્માન પ્રાપ્ત કર્યા પછી દત્તુને રોયલ એયરફોર્સમાં લેફ્ટિનેંટ હોદ્દા ઉપર પ્રમોશન મળી ગયું, અને 1920 માં તેમનો પગાર 1200 રૂપિયા દર મહિનાનો હતો. દત્તાત્રય પટવર્ધને લખ્યું છે કે આ મારા જીવનની સૌથી મોટી આનંદની ક્ષણ હતી.

1921 માં મુંબઈના ગવર્નરે દત્તાત્રય પટવર્ધનને બે દિવસ માટે “શાહી અતિથી” તરીકે આમંત્રણ આપ્યું. પછી દત્તુજી રત્નાગીરી ગયા અને તેમણે ત્યાં ચંદ્રાતાઈ શેવડે સાથે લગ્ન કર્યા. પટવર્ધનએ 1930 માં સેવામાંથી નિવૃત્તિ કઈ લીધી. દત્તાત્રય પટવર્ધનની બહાદુરી અને રોયલ એયરફોર્સ માં અવકાશી કેરિયરનો આખો ઈતિહાસ લંડનના શાસનના ગેઝેટમાં 25 માર્ચ 1921 ના રોજ પ્રકાશિત થઇ. બ્રિટનના લગભગ તમામ સમાચાર પત્રોમાં ફોટા સાથે દત્તાત્રય પટવર્ધનની તમામ વિગતો 13 મેં 1919 ના અંકોમાં છાપેલ. ભારતમાં દ્ત્તુજી વિષે સૌથી પહેલો લેખ લોકમાન્ય તિલકના સમાચાર પત્ર”કેસરી” માં 13 મેં 1919 ના રોજ પ્રકાશિત થયો.

1939 માં બીજું વિશ્વયુદ્ધ શરુ થયું. નિવૃત હોવા છતાં બ્રિટીશ સરકારે દત્તાત્રય પટવર્ધન પાસે વિનંતી કરી કે તે દિલ્હીમાં સ્થાપેલ “ઓલ ઇન્ડિયા મિલેટ્રી, નેવલ એન્ડ ઈયરફોર્સ એકેડમી” ની સ્થાપનામાં કામગીરી કરે. દત્તાત્રય પટવર્ધનએ આ જવાબદારી પણ સારી નિભાવી. આ એકેડમીમાં દત્તાત્રય પટવર્ધનએ ઘણા સિપાઈઓ અને પાયલોટો ને પૂર્વ તાલીમ આપી. 18 ઓક્ટોબર 1943 માં કેન્સર થવાથી દત્તાત્રય પટવર્ધનનું મૃત્યુ થયું. તેમની પત્ની અને એકમાત્ર પુત્ર નાગપુરમાં જઈને વસવાટ કર્યો. આજની તારીખમાં તેમનો પૌત્ર પ્રભાકર પટવર્ધન કાંદીવલી મુંબઈમાં એક એન્જીનીયર કંપનીનું સંચાલન કરે છે. (એન્જીનીયરીંગ આ ખાનદાનના લોહીમાં જ છે).

છેલ્લે તે ઉલ્લેખ કરવો જરૂરી છે કે હમેશા “ભારતના સૌથી પહેલા પાયલોટ” તરીકે જેઆરડી ટાટા નું નામ લેવામાં આવે છે, જેમણે 1927 માં સૌથી પહેલા વિમાન ઉડાડ્યું, પણ હકીકતમાં દત્તાત્રય પટવર્ધનએ ટાટા થી ઘણા પહેલા એટલે કે 1914 માં જ બોમ્બર વિમાન ઉડાડીને પર્યાપ્ત સમ્માન આપીને તેમને “ભારતના પહેલા પાયલોટ” જાહેર કરવા જોઈએ.