ભારતના આ શહેરમાં ચારે બાજુ છે પાણી જ પાણી એક જગ્યાએથી બીજે જવા થાય છે બોટનો ઉપયોગ

આપણા દેશમાં ઘણા એવા શહેર છે. જ્યાં જઈને તમને કોઈ વિદેશી શહેરમાં આવવા જેવું લાગશે. દેશના દરેક રાજ્યની પોતાની એક જુદી જ ઓળખ છે. ઘણા લોકો વિદેશ ફરવાનું પસંદ કરે છે પણ પોતાના દેશમાં પણ ઘણા એવા શહેર છે જે કોઈ વિદેશી શહેરથી ઓછા નથી. આજે અમે તમને એક એવા જ શહેર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ શહેર પૂર્વનું વેનિસ કહેવાય છે. આ શહેરનું નામ “અલેપ્પી” છે જે કેરળમાં છે.

તમને જણાવી દઈએ કે અલેપ્પી શહેર ને “અલપ્પુઝા” ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમીમાં ફરવા માટે આ સ્થળ સૌથી ઉત્તમ અને આનંદિત છે. આ શહેરમાં વેનિસ શહેર જેવો દરિયો, હરિયાળી અને ઝીલ છે. એ જ કારણ છે કે આ શહેરને ભારતનું વેનિસ કહેવામાં આવે છે.

આ શહેર કોફીન પદ્ધતિસર રીતે બનાવવામાં આવેલ છે એટલે તમે હાઉસ બોટમાં બેસીને આ શહેરમાં સરળતાથી ફરી શકો છો. અહિયાં એક વખત આવ્યા પછી અહિયાં વારંવાર આવવાનું મન થશે. તમને જણાવી આપીએ કે અહિયાં દરિયો તથા પામના લાંબા લાંબા વૃક્ષોની સુંદરતા ઘણી જ આકર્ષક છે.

સનરાઈસ અને સનસેટની બાબતમાં આ શહેર વિશ્વમાં જાણીતું છે. વ્યુ પાર્ક અને લાઈટ હાઉસ આ શહેરની પ્રસિદ્ધ અને સુંદર સ્થળ છે. જ્યાં ઘણા લોકો ફરવા માટે આવે છે. તે ઉપરાંત આ શહેરમાં તમે પ્રખ્યાત ચર્ચ, મંદિર અને ઐતિહાસિક બિલ્ડીંગો પણ જોઈ શકો છો.

આ બધા ઉપરાંત તમે કૃષ્ણપુરમ પેલેસ પણ ફરવા જઈ શકો છો. આ ઘણું પસિદ્ધ સ્થળ છે જે એક પહાડ ઉપર આવેલ છે. તમે આ શહેરમાં પાંડવ વન રોક ગુફા પણ જઈ શકો છો. અહિયાં ઉપર ઘણા બધા ધાર્મિક સ્થળો છે, જેમાં અંમ્બાલાપુઝા શ્રીકૃષ્ણ મંદિર, અને મુલ્લકકલ રાજેશ્વરી મંદિર પ્રસિદ્ધ છે. તો આ ગરમીમાં તમે તમારા કુટુંબ સાથે જાવ ભારતમાં આવેલ અલેપ્પી શહેરમાં અને આનંદ લો વિદેશ ફરવાનો.