ભારતનું ચમત્કારિક મંદિર જ્યાં અંજની પુત્ર હનુમાન, લે છે શ્વાસ, જપે છે રામ નામની માળા

આપણા ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં હનુમાનજીની શક્તિઓ અને પરાક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવું કહેવામાં આવે છે કે હનુમાનજી વર્તમાન સમયમાં પણ ધરતી ઉપર અજ્ઞાત રૂપમાં વાસ કરે છે. મહાબલી હનુમાનજીને અમર રહેવાનું વરદાન પ્રાપ્ત થયું છે, તેને કારણે જ તે કલિયુગમાં પણ પોતાના ભક્તોનું રક્ષણ કરે છે. આમ જોવામાં આવે તો મહાબલી હનુમાનજીના ઘણા બધા મંદિરો દુનિયાભરમાં રહેલા છે અને હનુમાનજીના આ મંદિરો સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ પ્રચલિત છે, જે તેમની ઉપસ્થિતિનો અહેસાસ કરાવે છે.

પરંતુ આજે અમે આ પોસ્ટના માધ્યમથી હનુમાનજીના એક એવા મંદિર વિષે જાણકારી આપવાના છીએ જેના વિષે સાંભળીને તમને ઘણું આશ્ચર્ય થશે, કેમ કે આ મદિરમાં મહાબલી હનુમાનજીની મૂર્તિ શ્વાસ લે છે અને તેમના મોઢામાંથી સતત રામ નામના જાપ થતા રહે છે, એટલું જ નહિ પરંતુ અહિયાં રહેલા હનુમાનજીની મૂર્તિ પોતાના ભક્તોના હાથ માંથી પ્રસાદ પણ ગ્રહણ કરે છે.

અમે તમને જે મંદિર વિષે જાણકારી આપી રહ્યા છીએ તે હનુમાનજીનું ચમત્કારિક મંદિર ઇટાવામાં આવેલું છે, જ્યાં મહાબલી હનુમાનજીની જીવતી મૂર્તિ જોવા મળે છે, કાનપુર ગામ અને ઇટાવામાં ફીલુઆ સ્થાન ઉપર હનુમાનજીનું આ ચમત્કારિક મંદિર રહેલું છે, શહેરથી ૮ કી.મી. દુર યમુનાના કાંઠે બિહડમાં બનેલા આ મંદિરમાં હનુમાનજી લાડુ ખાય છે.

આ મંદિરની અંદર દુર દુરથી ભક્તો તેના દર્શન કરવા માટે આવે છે, ભક્ત તેને પીલુઆ વાળા મહાવીરના નામથી પણ બોલાવે છે, એવું માનવામાં આવે છે કે હનુમાનજીના આ મંદિરમાં દર્શન કરવાવાળા ભક્તોના જટિલ રોગો પણ ઠીક થઇ જાય છે.

પીલુઆ મહાવીર મંદિરની અંદર લોકો દુર દુરથી હનુમાનજીની પૂજા કરવા માટે આવે છે, અહીંયાના સ્થાનિક લોકોના કહેવા મુજબ આ મંદિરમાં મહાબલી હનુમાનજી ધ્યાનમગ્ન થઈને બેઠા છે અને તેની મૂર્તિ શ્વાસ લે છે, હનુમાનજીના શ્વાસનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાઈ આવે છે, એટલું જ નહિ હનુમાનજીની આ મૂર્તિ રામના નામ જપતી રહે છે, તેમના મોઢામાંથી રામ નામનો અવાજ નીકળતો રહે છે, અહિયાં જે હનુમાનજીની મૂર્તિ રહેલી છે તે સુતેલી અવસ્થામાં છે અને તેનું મોઢું દક્ષીણ દિશા તરફ છે.

આ મંદિર વિષે લોકોનું એવું કહેવું છે કે મહાબલી હનુમાનજીના મોઢા ઉપર લાડુ અને બુંદીનો ભોગ ચડાવીએ તો તેના મોઢા ઉપરથી થોડી જ વારમાં અદ્રશ્ય થઇ જાય છે, અત્યાર સુધી આ વાતની જાણકારી નથી મળી શકી કે ખરેખર જે પ્રસાદ તેમને ચડાવવામાં આવે છે તે ક્યા જતો રહે છે, અહિયાં જે પણ ભક્તો દર્શન કરવા આવે છે તેમના કહેવા મુજબ અહિયાં જે મનોકામના સાચા મનથી માંગવામાં આવે છે તે મનોકામના જરૂર પૂરી થાય છે.

મહાબલી હનુમાનજીના આ મંદિરના ચમત્કારોને કારણે જ લોકો તેમના દર્શન કરવા માટે દુર દુરથી મોટી સંખ્યામાં આવે છે અને અહિયાં પોતાના દુઃખ તકલીફને દુર કરવાની પ્રાર્થના કરે છે, આ મંદિરમાંથી ભક્ત ક્યારેય પણ નિરાશ થઈને નથી જતા, દરેક ભક્તનો અવાજ હનુમાનજી જરૂર સાંભળે છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.