ભારતમાં પણ આવી ગઈ છે શુગર બેબી, શ્રીમંત લોકોના વિશેષ શોખ કરે છે પુરા.

પહેલાના સમયમાં લગ્ન વગર છોકરા છોકરી સાથે રહી શકતા ના હતા, ત્યાર પછી લીવ ઇન રીલેસન શીપ આવ્યું એમાં કોઈ પણ છોકરા છોકરી લગ્ન વગર સાથે રહેતા થયા આને આ સંબંધને લીવ ઇનમાં રહે છે એવું નવુ નામ મળ્યું. હવે લીવ ઇન પણ જુના સમયની વાત થઇ ગઈ છે અને નવો ટ્રેડ આવ્યો અને એ છે શુગર બેબીનો ટ્રેડ.

શ્રીમંતોની આ નવી રમતમાં હવે ડેટિંગનું રૂપ બદલાઈ રહ્યું છે. આ રમતમાં ભારતના મોટા શહેરોની યુવાન છોકરીઓની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અહેવાલ મુજબ શ્રીમંતોની આ રમતમાં દિવસેને દિવસે 20 થી 25 વર્ષની છોકરીઓની સંખ્યા વધી રહી છે. તેના બદલામાં તેને ન માત્ર લાખો રૂપિયાની ફાયનાન્સિયલ હેલ્પ મળી રહી છે, પણ તે પોતાના બધા શોખ પૂરા કરી રહી છે,

ગ્લેમરસ લાઇફ જીવી રહી છે, ત્યાં ઘણાને પોતાની કારકિર્દીમાં પણ તેનો ફાયદો મળી રહ્યો છે. બસ તેના માટે તેને શ્રીમંતો અથવા શ્રીમંત પ્રોફેશનલ સાથે એક વિશેષ સંબંધ રાખવાનો હોય છે, જેને શુગર સંબંધીનું નામ આપવામાં આવી રહ્યું છે.

જેમાં કોઈ યુવાન છોકરી કોઈ વધુ ઉંમરના શ્રીમંત અથવા પ્રોફેશનલ સાથે જોડાય છે. તે તેની સાથે બિઝનેસ ટુરથી લઇને હોલીડે ટુરમાં સાથે રહે છે, બંને વચ્ચે કેટલીક શરતો સાથે એક ઈંટેમેસી પણ થાય છે, જેના બદલામાં શ્રીમંત પુરુષ તરફથી શુગર બેબીને મોટી રકમ આપવામાં આવે છે. તેના બધા ખર્ચોનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

વિદેશી મહિલાએ પણ કર્યો બ્લોગમાં ઉલ્લેખ :-

શુગર રિલેશનશીપનો ટ્રેન્ડ ખાસ કરીને ભારતીય લોકો માટે અજાણ છે. બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તેના વિશે અમેરિકા માંથી ભારત આવેલી એક મહિલા એન્જેલા કારસોન એ પોતાના બ્લોગમાં પણ ઉલ્લેખ કર્યો છે.

તેમના જણાવ્યા મુજબ શુગર બેબી અને શુગર ડેડીનો ટ્રેન્ડ હવે ભારતમાં પણ આવી ગયો છે. તેઓ પોતે એવી પાર્ટીઓનો ઉલ્લેખ કર્યો છે, જ્યાંથી યંગ ગર્લ્સ અને મિડલ ઉંમર વાળા શ્રીમંત પુરુષો વચ્ચે આ સંબધ શરૂ થાય છે. જો કે તેમણે ઈન્ડિયામાં પણ આવો ટ્રેન્ડ જોઈને આશ્ચર્ય પણ દર્શાવ્યું છે.

મીડિયાના રિપોર્ટ્સ પણ થયો ઉલ્લેખ :-

એક મીડિયા અહેવાલમાં પણ આ વાતનો ઉલ્લેખ થયો છે કે ભારતમાં પણ શુગર બેબીજનો ટ્રેન્ડ શરૂ થયો છે, જેમાં ઇન્ટરનેટનું ખાસ યોગદાન છે. એક અંગ્રેજી સમાચારપત્રમાં છાપવામાં આવેલ અહેવાલ મુજબ, બેંગલુરુ જેવા શહેરોમાં 21-22 વર્ષથી 24-25 વર્ષની તમામ આધુનિક છોકરીઓ હવે શૂગર બેબીજ બનવામાં પાછી નથી પડી રહી, તેમના શુગર ડેડીના રૂપમાં બની રહેલા ભાગીદાર 39 વર્ષથી 45 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના શ્રીમંત પુરુષો છે. આમ તો આઇટી ઇન્ડસ્ટ્રીમાં આ ટ્રેન્ડ વધુ હોવાની વાત પણ કહેવામાં આવી છે.

શ્રીમંતો સાથે કરી રહ્યા છે આ ડીલ :-

શુગર રિલેશનશિપ વિદેશમાં નવો ટ્રેન્ડ નથી. યુ.એસ., બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં કોલેજ જતી બધી છોકરીઓ એક વેબસાઇટ દ્વારા આ ટ્રેન્ડમાં જોડાઈ રહી છે. તેને નવી જનરેશનની છોકરીઓમાં બોલ્ડનેસ તરીકે જોવામાં આવી રહી છે. આ છોકરીઓ પણ ખુલીને સામે આવી રહી છે અને કહે છે કે તે મોટા શહેરમાં રહીને ભણવાનો ખર્ચ ચલાવવા માટે આ રમતનો ભાગ બની રહી છે.

અહેવાલ મુજબ 28 વર્ષ ક્રિસ્ટિના અમેરિકાના કોઈ મોટા શહેરમાં રહીને ટોચની કોલેજ માંથી મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માગતી હતી. લાખોની ફી સાથે મોટા શહેરમાં રહેવાનો ખર્ચ તેની પાસે ન હતો. તેણે એવો રસ્તો પસંદ કર્યો, જેનાથી તેને માત્ર 2 વર્ષમાં 60 લાખ રૂપિયા મળ્યાં. તેનાથી ન માત્ર અભ્યાસ પૂરો થયો, પણ એશ-આરામનું જીવન પણ પસાર કર્યું. ક્રિસ્ટિનાએ શુગર બેબી બનવાનું નક્કી કર્યું.

એસસી ટાઇમ્સમાં છાપવામાં આવેલા અહેવાલ મુજબ શુગર બેબીજની ગેમમાં કોલેજ સ્ટુડન્ટ્સની સંખ્યા એક વર્ષમાં 60 ટકા વધી છે. તેના બદલામાં દરેકને સરેરાશ વર્ષ દરમ્યાન 1.7 કરોડ રૂપિયા સુધી ચુકવવામાં આવી રહ્યા છે. એક બીજા અહેવાલ અનુસાર તેમના લુક ઉપર અબજોપતિ વર્ષમાં 15 લાખ સુધી ખર્ચ કરી દેતા હોય છે.

રિલેશનને લઇને કોઈ બંધન નથી :-

શુગર બેબી એક જ સમયે 1 થી વધુ શ્રીમંત પુરુષો સાથે આવી રીલેશન રાખી શકે છે.

આ સંબંધમાં એક બીજાનું સન્માન કરવું જરૂરી હોય છે. ફિઝિકલ રિલેશન બનાવવું જરૂરી નથી.

વારંવાર શુગર ડેડિઝ પોતાની બિઝનેસ ટૂર અથવા વેકેશન ટૂરમાં સુગર બેબીજ સાથે લઈ જાય છે. તેઓ શ્રીમંત પુરુષો સાથે પોતાનું લકઝરી જીવનનો ભાગ પણ બનાવે છે.

વેબસાઈટ સિકિંગ અર્જેંમેંટડોટકોમ અનુસાર શુગર ડેડિઝમાં 26 ટકા વ્યવસાયી છે.

31 ટકા પ્રોફેશનલ અથવા એક્ઝિક્યુટિવ છે. શુગર બેબીજ વિદ્યાર્થીથી લઇને નોકરીયાત પણ હોઈ શકે છે.