ભારતની જીતનો હીરો અથર્વ બનાવી રહ્યો છે ઘણા રિકોર્ડ, માં એ બસમાં ટિકિટ કાપીને ઉછેર્યો હતો.

હંમેશા સફળતાનો સ્વાદ તેને સ્વાદિષ્ટ લાગે છે જેમણે દિવસ રાત મહેનત કરીને તે સ્થાન પ્રાપ્ત કર્યું હોય. તેવા એક નહિ પરંતુ ઘણા ઉદાહરણ છે જેમણે નાનપણ ગરીબી અને લાચારીમાં પસાર કર્યું હોય પરંતુ માતા પિતાની મહેનતથી તેને એ સ્થાન પ્રાપ્ત થઇ જાય છે, જે તેમણે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય. આજે અમે એવા જ એક ક્રિકેટ ખેલાડી વિષે જણાવીશું જેણે અંડર-૧૯ ક્રિકેટમાં પોતાનું વિશેષ સ્થાન બનાવી લીધું છે. ભારતના વિજયનો હીરો અથર્વ બનાવી રહ્યો છે ઘણા નવા રેકોર્ડ, પરંતુ તેની માતા એ પોતાની તપસ્યાની કહાની જયારે જણાવી તો તે ઘણી લાગણીસભર હતી.

ભારતની જીતનો હીરો અથર્વ બનાવી રહ્યો છે ઘણા નવા રેકોર્ડ

ભારતના અંડર-૧૯ ક્રિકેટ ટીમે શનિવારે સાતમી વખત એશિયા કપ ઉપર કબજો કર્યો અને ફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને પાંચ રનથી હરાવી પણ દીધા. આ જીતનો હીરો પાંચ વિકેટ લેવા વાળા ડાબેરી ગુગલી બોલર અથર્વ અંકોલેકર, જે મહારાષ્ટ્રમાં અંધેરીના રહેવાસી છે. અંડર-૧૯ ટીમમાં પસંદ થયેલા અથર્વનો ઘણો સંઘર્ષ રહેલો છે અને તેમના પિતાનું અવસાન ૯ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૦માં થઇ ગયું હતું અને ત્યારે તેમની માતા વૈદેહીએ જ ઘર સંભાળ્યું.

તેને પતિની જગ્યાએ સરકારી બસ વિભાગ બેસ્ટમાં કંડકટરની નોકરી મળી ગઈ અને જયારે મીડિયાએ તેમની સાથે વાતચીત કરી ત્યારે વૈદેહીએ થોડી રસપ્રદ વાતો જણાવી. તેમણે જણાવ્યું, હું દરરોજની જેમ સવારે ઉઠીને નોકરી કરી રહી હતી એટલા માટે મેચ ન જોઈ શકી. તે દરમિયાન અથર્વના મિત્રોને સ્કોર પૂછતી રહેતી હતી.

બાંગ્લાદેશને જીતવા માટે માત્ર ૧૦૭ રનનું લક્ષ્ય મળ્યું હતું. બીજી પાળીમાં અથર્વને બોલિંગ મળી, તો મારી નોકરી પૂરી થઇ ગઈ હતી અને હું જલ્દી ઘરે પહોચી ગઈ. આકાશે ૩ વિકેટ લીધી તો મેચમાં આપણેને આશા જાગી ઉઠી. જયારે અથર્વ વિકેટો લેવા લાગ્યો તો મેચ રસપ્રદ બની ગઈ.

અથર્વની માતાએ તે વાતને આગળ લઇ જતા જણાવ્યું, તેણે બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીને આઉટ કર્યા તો લાગ્યું કે મેચ જીતી શકાય છે. તેણે ગઈ મેચમાં ૯૮ રન બનાવ્યા અને છેલ્લે બાંગ્લાદેશે ૧૦૦ રન પુરા કરી લીધા ત્યારે પણ અથર્વ જ બોલિંગ કરી રહ્યો હતો. અમારું ટેન્શન વધ્યું અને લાગ્યું કે જો આ મેચ ભારત હાર્યું તો તેનો સંપૂર્ણ ગુસ્સો મારા દીકરા ઉપર જ કાઢવામાં આવશે પરંતુ એવું થયું નહિ અને અથર્વે વિકેટ લીધી અને આપણે મેચ જીતી ગયા.

તમને જણાવી આપીએ કે અથર્વનો નાનો ભાઈ પણ અંડર-૧૪માં રમે છે. તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે અથર્વને ૧૫ કી.મી. દુર બસ દ્વારા ક્રિકેટ કીટ લઈને એમઆઈજીમાં પ્રેક્ટીસ માટે જવું પડતું હતું. ઘણી વખત ભારે કીટ અને થાક હોવાને કારણે તે ક્રિકેટ છોડી દેવાની વાત કરતો હતો, તો તેની માતા તેને સમજાવતી હતી. ૧૮ વર્ષના અથર્વ રમત સાથે જ મુંબઈના રિજવી કોલેજમાં બીજા વર્ષનો વિદ્યાર્થી પણ છે. ૯ વર્ષ પહેલા એક પ્રેક્ટીસ મેચમાં તેના દ્વારા માસ્ટર બ્લાસ્ટર સચિન પણ આઉટ થઇ ગયા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.