ભારત મા શરૂ થઈ સૌથી પહેલી આખી કાચની ટ્રેન, આની મુંબઇ થી ગોવા ની મુસાફરી દંગ કરી દેશે

કોઈ જગ્યાના ટ્રિપની મજા ત્યારે બે ગણી થઇ જાય છે, જયારે સફર આરામદાયક હોય. પાછળના એક દશકાથી યાત્રીઓના સફરને શાંતિદાયક અને આરામદાયક બનાવવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે. આખા દેશના શહેરોને નાના વિસ્તાર અને ગામડાઓથી જોડાવાનું કામ ઝડપથી થઇ રહ્યું છે.

હોળી અને દિવાળી જેવા ઘણા તહેવારો ઉપર સ્પેશિયલ ટ્રેન અને બસ ચલાવવામાં આવે છે. આવી જ રીતે હમણા મુંબઈથી ગોવાનો સફર હજુ પણ વધુ દિલચસ્પ થઇ જશે. 18 સપ્ટેમ્બરથી દાદર અને મડગાંવ વચ્ચે ચાલવા વાળી શતાબ્દી એક્સપ્રેસમાં એક વિસ્ટીડોમ (ગ્લાસ-ટોપ) કોચ શરુ કરવામાં આવશે.

જાણો શું છે ખાસ વાતો :

એસી વિસ્ટાડોમ ટ્રેનમાં મુસાફરી કરવા વાળા મુસાફરો માટે આ વિશેષ કોચમાં રોટેબલ(ગોળ ફરી શકે એવી ખુરશી) ખુરશીઓ પર તેઓ બેસસે. સાથે જ આમાં મનોરંગન માટે હૈગિંગ એલસીડી ટીવી પણ છે. 40 સીટો વાળા આ કોચનો ખર્ચ 3.38 કરોડ રૂપિયા છે. આ ટ્રેનમાં 360 ડિગ્રી ફરવા વાળી પહોળી સીટો છે, જેનાથી મુસાફરી દરમિયાન બહારના નજારાનો શ્રેષ્ઠ અનુભવ થશે.

કેટલા દિવસ ચાલશે ટ્રેન?

આ ખાસ કોચને સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં કેન્દ્રીય રેલવેએ પોતાની મુખ્ય ઓફિસ શિવાજી ટર્મિનલ ઉપર મેળવી લીધો હતો. જાણકારી મુજબ ચોમાસામાં આ ટ્રેન અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે અને ચોમાસુ પૂરું થતા અઠવાડિયામાં 5 દિવસ ચાલશે. જન શતાબ્દી એક્સપ્રેસનો દાદરથી ઉપાડવાનો સમય સવારે 5.25 નો છે અને આ એ જ દિવસે સાંજે 4 વાગે મડગાંવ પહોંચી જાય છે.

એકઝીક્યુટીવ ક્લાસ જેટલું ભાડું :-

વિસ્ટાડોમ કોચોને ચૈન્નઇની ધ ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા છે, આ કોચનું ભાડું શતાબ્દી એક્સપ્રેસના એકઝીક્યુટીવ ક્લાસ જેટલુ જ હશે. મૂળ ભાડાં સાથે વધારાનો રિઝર્વેશન ચાર્જ, જીએસટી અને કોઈ અન્ય ચાર્જ જોડાઈ શકે છે. તેમણે જણાવ્યું “આમાં કોઈ કંસેશન(છૂટ) મળશે નહિ અને બધા મુસાફરોએ પૂરું ભાડું આપવું પડશે. આની ઓછામાં ઓછું મુસાફરીનું અંતર 50 કિલોમીટર હશે”

પર્યટકોને વધારવા માટે ઉપાડ્યુ આ પગલું :-

વિસ્ટાડોમ કોચ દેશામાં પહેલી વાર પર્યટકોને વધારવા માટે લોન્ચ કરેલ છે. જેનાથી મુંબઈ અને ગોવા ફરવા સિવાય આ ટ્રેનની મુસાફરી પણ યાત્રીઓને દિલચસ્પ લાગી શકે.

તમે ક્યારે જવાના છો ગોવા? કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવો. અને બને તો આ ટ્રેનથી જ જશો તો મજા દસ ગણી વધી જશે તમારું શું કહેવું છે?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે