આ છે ભારતનું સૌથી સસ્તું બૂટનું માર્કેટ, 500 રૂપિયામાં મળે છે 2,000 ના બ્રાન્ડેડ બુટ.

આજના સમયમાં લોકોને જાત જાતના શોખ જોવા મળે છે. જેવા કે કપડા, ચશ્માં, ટોપી, વાહન, બુટ-ચપ્પલ વગેરે. અને તેમાં પણ લોકો ઘણા પૈસા ખર્ચ કરતા જોવા મળે છે. આજે અમે તમને બુટ-ચપ્પલની એવી માર્કેટ વિષે જણાવી શું જે જાણીને તમને પણ ખરેખર નવાઈ થશે, કેમ કે આ માર્કેટ એવા પ્રકારની છે કે ત્યાં બુટ-ચપ્પલ ઘણા જ સસ્તા અને સ્ટાઈલીસ્ટ મળી રહે છે. ત્યાં રીટેલ માર્કેટની સરખામણીમાં 30-40 ટકા ઓછા રેટ પર પણ મળે છે.

જો તમે ટ્રેન્ડી અને સ્ટાઈલીશ બુટ ખરીદવા પસંદ કરો છો? તો અમે તમને દેશના પસંદ કરેલા બુટ માર્કેટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાંથી તમે ઓછા ભાવમાં તેને ખરીદી શકો છો. ભારતના આ માર્કેટ્સમાં બુટ અને ચંપલ બીજા રીટેલ માર્કેટની સરખામણીમાં ઓછા રેટ પર મળે છે. અમે તમને આ માર્કેટ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે તેને સસ્તામાં ખરીદી શકો છો.

કુર્લા સ્ટેશન, મુંબઈ

મધ્ય મુંબઈમાં કુર્લા સ્ટેશનની એકદમ બહાર બુટનો હોલસેલ માર્કેટ સામાન્ય માણસ માટે ચંપલ અને બુટ ખરીદવાની સૌથી સારી જગ્યા છે. કુર્લા વિસ્તારમાં ભરાતા આ માર્કેટના નામથી જ આ વિસ્તાર જણાય છે. એટલું જ નહી કુર્લા બુટ માર્કેટ ખરીદનાર માટે પણ મુખ્ય શોપિંગ સ્પોટ બની ગયું છે. કુર્લા બુટ માર્કેટમાં દરેક પ્રકારના બુટ મળે છે. આ સ્થાનિક લોકોની સાથે સાથે પર્યટકોની વચ્ચે પણ લોકપ્રિય છે. મુંબઈના ઘણા વિસ્તારથી આવેલા પર્યટક પણ અહીના બજારમાં શોપિંગ કરવા આવે છે.

અહી મળી જાય છે બ્રાન્ડેડ બુટ :-

આ બજારમાં મોટી સંખ્યામાં દુકાનો છે, જ્યાં દરેક પ્રકારના બુટ મળે છે. અહી તમને બ્રાન્ડેડ બુટ પણ ઓછા ભાવમાં મળી શકે છે. કુર્લા બુટ માર્કેટમાં તમને દરેક બ્રાંડના બુટ મળશે, જેવા કે પુમા, નાઈકી, એડીદાસ અને ઘણા બીજા બુટના બ્રાંડ મળે છે. તે જ વાતથી ખરીદનારો આકર્ષિત થાય છે. આ બજારમાં ડીઝાઈનર બુટ પણ મળે છે લગ્ન માટે. જ્યાં તમને મોટી દુકાનોમાં જે બુટ 2000 રૂપિયામાં મળે છે તે અહી 500-800 રૂપિયાની વચ્ચે મળી જશે.

ચાંદની ચોક અને સરોજીની નગર માર્કેટ :-

સરોજીની નગર અને ચાંદની ચોકની માર્કેટ બલ્લીમરાનમાં ઓછી કિંમતમાં ફૂટવિયર ખરીદવાનો સારો વિકલ્પ મળી જશે. અહિયાં ભાવ રીટેલ માર્કેટની સરખામણીમાં ૩૦-૪૦ ટકા સુધી ઓછો રહે છે. બલ્લીમરાન હોલસેલ માર્કેટ છે. જો કે સરોજીની માર્કેટ રીટેલ માર્કેટ છે પરંતુ આ બીજી માર્કેટની સરખામણીમાં સસ્તી છે.

અહિયાં મોટાથી લઇને બાળકો સુધીના માટે ફૂટવિયર મળી જશે. તે જુદી દિલ્હી જામા મસ્જીદ પાસે ભરાતી માર્કેટમાં તમને ટ્રેડી અને સ્ટાઇલીસ્ટ બુટ માત્ર ૫૦ રૂપિયામાં મળી જશે. આ બુટ નવા હોય છે. અહિયાં મહિલાઓ અને પુરુષો બન્ને માટે પોષાય તેવા ભાવે બુટની ખરીદી કરી શકે છે.

ચપ્પલ વાળી ગલી, સદર બજાર :-

સદરબજારમાં આવેલી ચપ્પલ વાળી ગલીમાં તમે સસ્તા ભાવે બુટ ખરીદી શકો છો. અહિયાં બાળકોથી લઇને મોટી ઉંમરના સુધી માટે યોગ્ય ભાવે બુટ-ચપ્પલ મળી જાય છે. અહિયાં બીજી માર્કેટની સરખામણીમાં ૫૦ ટકા સુધી ભાવ ઓછા રહે છે.

આ માહિતી મની ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.