ભારતીય રસ્તાની શાન રહી Ambassador ફરી આવશે ભારતમાં, નવો લુક જોઈને થઇ જશો ચકિત.

એક સમયે રોડની શોભા રહેલી એમ્બેસેડર કાર ફરી એક વખત પાછી આવવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ વખતે એમ્બેસેડર તમને જુના રંગમાં નહિ જોવા મળે, પરંતુ તેનો નવો અંદાઝ તમને આકર્ષી લેશે. એમ્બેસેડરને ફરી એક વખત અનોખા અંદાઝમાં જોશો અને અંદાઝ એવો કે સારી સારી કારો પણ તેની સામે ઝાંખી લાગશે.

ફ્રેંચના PSA Peugeot Citroen ગ્રુપ એ ૨૦૧૭ માં Ambassador ની નેમપ્લેટને પાછી મેળવી લીધી હતી અને હવે કંપનીની યોજના તેને ફરીથી રીલોન્ચ કરવાની છે. સમાચાર છે કે એમ્બેસેડરને નવા અવતારમાં લોન્ચ કરવામાં આવશે અને તેનું ઈલેક્ટ્રીક વર્જન લાવવામાં આવશે. એવા સમાચાર છે કે એમ્બેસેડરને માત્ર ખાસ કરીને ભારતમાં જ લોન્ચ કરવામાં આવશે.

તમને યાદ હશે કે હિન્દુસ્તાન મોટર્સ સાથે પીએસએ એ જાન્યુઆરી ૨૦૧૭ માં જોઈન્ટ વેંચર કર્યું હતું. પીએસએ એ એમ્બેસેડર બ્રાંડ ૮૦ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. તે દરમિયાન હિન્દુસ્તાન મોટર્સે આદેશ બહાર પાડી રહ્યા છે કે એમ્બેસેડર એક આઈકોનિક બ્રાંડ છે અને અમારા માટે કિંમતી છે. અમે એક યોગ્ય તકની શોધમાં હતા અને પીએસએ ગ્રુપ તરીકે અમને સાચા ખરીદવા વાળા મળી ગયા.

સમાચારોના જણાવ્યા મુજબ એમ્બેસેડર બ્રાંડ હેઠળ ઘણી ઇલેક્ટ્રોનિક કારોની સંપૂર્ણ રેંજ ઉતારવામાં આવશે. સાથે જ એક પ્રીમીયમ હેચબેક, કોમ્પેક્ટ એસયુવી કે ક્રાસઓવર પણ લોન્ચ કરી શકાય છે. અને તેનું એન્જીન Citroen માંથી લેવામાં આવશે. Citroen એ 2021 માં લોન્ચ કરવામાં આવશે. અને એમ્બેસેડર બ્રાંડને ૨૦૨૨ સુધી લોન્ચ કરવામાં આવશે. આ કંપની Peugeo ની કારો જેવી હશે.

Citroen ની પ્રીમીયમ બ્રાંડ ડીએસ એ યુરોપ માટે ઈલેક્ટ્રીક વ્હીકલ્સની રેંજની જાહેરાત કરી છે. જેને E-Tense બેજ હેઠળ લોન્ચ કરવામાં આવશે. DS3 ક્રોસબેંક E-Tense ને ને એમ્બેસેડરનો નવો અવતાર માનવામાં આવી રહ્યો છે. તે ઈલેક્ટ્રીક કાર સિંગલ ચાર્જ ઉપર ૩૩૦ કી.મી. જેટલું અંતર કાપશે.

જોઇને જ ગમી જાય એવી છે, કોમેન્ટમાં જણાવો કે કોની કોની પાસે આ એમ્બેસેડર કાર હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.