ભારતીય સેનાને હિમાલયમાં હિમમાનવ ‘યેતી’ના હાજરીનો કર્યો દાવો.

ભારતીય સેનાએ હિમાલયમાં હિમ માનવ ‘યેતી’ ની હયાતીનો દાવો કર્યો છે. તે પહેલી વખત છે, જયારે ભારતીય સેનાએ સાબિતી સાથે ‘યેતી’ ની હયાતીનો દાવો કર્યો છે. હાલમાં ભારતીય સેનાએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર અમુક ફોટા શેર કર્યા છે, જેમાં બરફ વચ્ચે મોટા મોટા પગના નિશાન જોઈ શકાય છે. આ નિશાન હિમમાનવ ‘યેતી’ ના માનવામાં આવી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે ‘યેતી’ નું રહસ્ય લગભગ ૯૦૦ વર્ષ જુનું છે. યેતીનો આકાર, આકૃતિને લઇને જુદા જુદા કિસ્સા અને વાર્તાઓ છે, પરંતુ તે હકીકતમાં કોઈને ખબર નથી કે તે છે કેવા? લદ્દામમાં થોડા બોદ્ધ મઠોએ હિમમાનવ યેતીને જોયાનો દાવો કર્યો હતો. તે ઉપરાંત નેપાળ અને તિબ્બતના હિમાલયમાં તેને જોવા મળ્યાનો દાવો કરવામાં આવી ચુક્યો છે.

યેતી વિષે કહેવામાં આવે છે કે તે એક વિશાળ વાનર જેવા હોય છે, જેના આખા શરીર ઉપર વાળ હોય છે અને જે વાંદરા જેવા દેખાય છે, પરંતુ માણસની જેમ બે પગ ઉપર ચાલી શકે છે. યેતી વિષે પ્રચલિત છે કે તે હિમાલયની ગુફાઓમાં અને કંદરાઓમાં રહે છે.

યેતીના કિસ્સા ૩૨૬ ઈ.સ. પૂર્વમાં પણ મળી આવે છે, જયારે સિકંદર ભારતને જીતવા આવી પહોચ્યો હતો, તેણે એક યેતીને જોવાની ઈચ્છા જાહેર કરી હતી કેમ કે તેણે યેતીની વાર્તાઓ સાંભળી હતી. આમ તો તેને યેતી જોવા ન મળ્યો. થોડા રીસર્ચર યેતી પોલર બીયરની જાતી સાથે જોડવામાં આવે છે, જે લગભગ ૪૦ હજાર વર્ષ જૂની જણાવવામાં આવી છે.

જો કે અમુકનું માનવું છે કે લુની જ એક જાતી છે, જે હિમાલયન રેંજમાં મળી આવી છે. એવી રીતે ઘણી બીજી થીયરી પણ છે, પરંતુ કોઈ પણ થીયરી ઉપર વૈજ્ઞાનિકોનો એક મત નથી.

સૌથી પહેલા હિમ માનવ વિષે જાણકારી ત્યારે મળી જયારે ૧૮૩૨ માં બંગાળની એશિયાટીક સોસાયટીના જર્નલમાં એક પર્વતારોહ્ક બીએચ હોજશનએ યેતી વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જયારે તે હિમાલયમાં ટ્રેકિંગ કરી રહ્યા હતા, ત્યારે તેના ગાઈડએ એક વિશાળકાય પ્રાણીને જોયું.

જે માણસની જેમ બે પગ ઉપર ચાલી રહ્યું હતું. જેના શરીર ઉપર ઘાટા લાંબા વાળ હતા. પરંતુ પર્વતારોહ્ક બીએચ હોજશનએ પોતે એ પ્રાણીને જોયું ન હતું. પરંતુ તેમણે આ ઘટનાનું વર્ણન કરતા તે જીવને યેતી નામ આપ્યું હતું. આવા પ્રકારની ઘણી સાબિતી સામે આવી છે.

યેતી હિમાલયી સભ્યતાના ભાગ જેવું છે. પરંતુ યેતીને હોવાનો દાવો ત્યારે સાબિત થયો છે, જયારે એક બ્રિટીશ ફોટોગ્રાફર એરિક શીપ્ટનએ તેને જોયાનો દાવો કર્યો. ખાસ કરીને જયારે ૧૯૫૧ માં બ્રિટીશ શોધક એરિક શેપ્ટન માઉન્ટ એવરેસ્ટ ઉપર જવા માટે પ્રચલિત રસ્તેથી અલગ એક રસ્તાની શોધ કરી રહ્યો હતો, તો તેને એક મોટા મોટા પગના નિશાન જોયા. તેમણે આ નિશાનોના ફોટા લઇ લીધા અને અહિયાંથી શરુ થઇ, આધુનિક યુગમાં યેતીના રહસ્યની ચર્ચા.

એટીકએ આ ફોટા પશ્ચિમી એવરેસ્ટના મેં લોંગ ગ્લેશીયર ઉપર પાડ્યા હતા. પગના આ નિશાન લગભગ ૧૩ ઇંચ લાંબા અને તેને અત્યાર સુધી હિમાલય ઉપર લેવામાં આવેલા ફોટા માંથી સૌથી રોચક ફોટામાં ગણવામાં આવે છે (આમ તો હજુ ભારતીય સેનાએ જે પગના નિશાન જોયા છે તે તેનાથી ઘણા વધુ મોટા છે.)

ત્યાર પછી તે આ બાબતનો એટલો મોટો મુદ્દો બન્યો કે નેપાળની સરકારે યેતી શોધવા માટે ૧૯૫૦ ના દશકમાં લાયસન્સ બહાર પાડ્યું. સ્પષ્ટ એવી કરવાની છે કે એક પણ યેતી શોધી શક્યા નથી.

ત્યાર પછી ઘણા લોકો એવું માનવા લાગ્યા કે તે કોઈ સામાન્ય કાળું રિંછ રહેલું હશે પરંતુ પગના નિશાન જોઈને ઘણા લોકો તેને યેતી જ માની રહ્યા. ત્યાર પછીથી યેતીને જોયાની ઘણી ઘટના સામે આવી અને ઘણા શોધકો અને શેરપાઓએ પગના નિશાન જોયાનો દાવો કર્યો પરંતુ કોઈ પુરાવા સાબિત ન કરી શકાયા.

એક હિમાચલી શોધક બયાન બરનએ ૧૯૫૯ માં અરુણ ઘાટીમાં યેતીના પગના નિશાન જોયા, ત્યાર પછી એક ઇટલીના પર્વતારોહક રેનોલ્ડ મેનસરએ તો એવો દાવો પણ કરી દીધો કે તેમણે યેતીને જોયું છે.

જેમ કે પહેલા કહેવામાં આવ્યું યેતી હિમાલયની સંસ્કૃતિનો ભાગ છે. તમે યેતીના નામથી હિમાલયની આસ પાસના વિસ્તારોમાં ઘણી એવી વસ્તુ વેચાતી જોઈ શકો છો. ત્યાં તમને યાક અને યેતી નામની હોટલ જોવા મળશે, પરંતુ યેતી એયરલાઈન્સ નેપાળની ઉત્તમ એયરલાઈન્સ માંથી એક છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.