જાણો આરોગ્ય માટે વેસ્ટર્ન ટોયલેટ વધુ ફાયદાકારક છે કે ભારતીય ટોયલેટ?

ઘણા સંશોધન અને શોધો થી જાણવા મળેલ છે કે ભલે વેસ્ટર્ન ટોયલેટ જોવામાં સુંદર અને આરામદાયક દેખાતું હોય પણ તેના ઘણા બધા નુકશાન પણ છે. સામે આરોગ્યની દ્રષ્ટીએ ભારતીય ટોયલેટ તમારા શરીર માટે ફાયદાકારક છે. જયારે તમે ભારતીય ટોયલેટ માંબેસો છો તો તમારા આખા પાચનતંત્ર ઉપર દબાણ રહે છે જેના લીધે તમારું પેટ સારી રીતે સાફ થઇ જાય છે.

ઘણી બીમારીઓથી બચવાનો પ્રશ્ન હોય કે દિવસમાં તણાવ ઓછો કરવાની વાત હોય, તેનાથી સારી રીતે પેટ સાફ થવું જરૂરી છે. સારી રીતે પેટ સાફ ન થાય તો ન માત્ર તબિયત ખરાબ રહે છે, પણ શરીરમાં તનાવ પણ રહે છે. પેટ સાફ કરવા માટે ટોયલેટની સીટ પણ ઘણો મોટો ભાગ ભજવે છે અને તે તમારા આરોગ્ય ઉપર પણ અસર કરે છે. જી હા વેસ્ટર્ન ટોયલેટ અને ભારતીય ટોયલેટનો ઉપયોગ પણ તમારી તબિયત ઉપર અસર કરે છે.

પણ લોકોને પ્રશ્ન હોય છે કે છેવટે તો વેસ્ટર્ન ટોયલેટ આરોગ્ય માટે સારું રહે છે કે ભારતીય ટોયલેટ? ઘણા રીસર્સ અને ઘણી શોધો દ્વારા જાણવા મળેલ છે કે ભલે વેસ્ટર્ન ટોયલેટ જોવામાં સુંદર અને આરામદાયક દેખાતું હોય પણ તેના ઘણા બધા નુકશાન પણ છે. સામે આરોગ્યની દ્રષ્ટીએ ભારતીય ટોયલેટ તમારા શરીર માટે ફાયદાકારક છે. આવો જાણીએ ભારતીય ટોયલેટ નો ઉપયોગ કરવાથી કયા ફાયદા થાય છે.

કસરત – જે લોકો નિયમિત રીતે કસરત નથી કરી શકતા, તેઓ ભારતીય ટોયલેટ નો ઉપયોગ કરવાનું શરુ કરી દે. ભારતીય ટોયલેટ માં તમે ઉઠો બેસો છો અને હાથનો ઉપયોગ કરો છો. તેના ઉપયોગ કરવાથી લોહીનું સર્ક્યુલેશન યોગ્ય રીતે જળવાઈ રહે છે. તે ઉપરાંત તમારા હાથ પગ અને માંસપેશીઓ માં થતા દુખાવાથી છુટકારો મળશે. જયારે વેસ્ટર્ન ટોયલેટમાં તમે આરામની સ્થિતિ માં બેસો છો જેના લીધે તમે વધુ હલન ચલન નથી કરી શકતા.

પાચનક્રિયા માટે ફાયદાકારક – જયારે તમે ભારતીય ટોયલેટમાં બેસો છો તો તમારા આખા પાચનતંત્ર ઉપર દબાણ રહે છે જેના લીધે તમારું પેટ સારી રીતે સાફ થાય છે. બીજી બાજુ વેસ્ટર્ન ટોયલેટ માં તમે આરામથી બેસી જાવ છો અને દબાણ ઓછું રહે છે અને પેટ સાફ થઇ શકતું નથી અને ઘણી વખત ડાઈજેશન સાથે જોડાયેલી તકલીફો ઉત્પન થઇ જાય છે.

પાણીની બચત – વેસ્ટર્ન ટોયલેટમાં વધુ પાણી વપરાય છે, છતાંપણ તેનાથી ગુદાની યોગ્ય સફાઈ થઇ શકતી નથી. તેના માટે તમારે ટોયલેટ પેપર ની જરૂર પડે છે. બીજી બાજુ ભારતીય ટોયલેટમાં સફાઈ માટે ઓછા પાણીનો ઉપયોગ થાય છે અને સફાઈ પણ સારી થઇ જાય છે.

તમે ઇન્ડિયન ટોયલેટ ના ફાયદા વધુ જાણવા અમિતાભ બચ્ચન અને ઈરફાન ખાન ની ફિલ્મ પીકુ માં પણ સમજી શકો છો