ભારતના આ હાઇવે છે ભૂતિયા, ભૂલથી પણ જતા નહિ રાતે.

તમે જાણીને દંગ રહી જશો કે માત્ર ખંડેર અને જંગલ જ નહિ, ઘણા રોડ પણ એવા છે, જ્યાં લોકો એ ભૂત જોયાનો દાવો કર્યો છે. આવો તમને ભારત ન એવા જ ભૂતિયા રસ્તા વિષે જણાવીએ.

ભત-પ્રેતની વાતો આપણા માંથી મોટાભાગમાં લોકો એ ક્યાંકને ક્યાંક સાંભળી જ હશે. ભૂતોમાં વિશ્વાસ રાખવા વાળા લોકો હંમેશા આવા પ્રકારની વાતો સાંભળીને ધ્રુજી જાય છે, અને તેની ઉપર વિશ્વાસ ન કરવા વાળા લોકો આ વાતોથી રોમાંચિત થાય છે. તમે કોઈ જંગલ, સુમસામ ઘર કે મહેલ કે હોન્ટેડ હોવા વિષે ઘણી વાતો સાંભળી હશે.

તેમાંથી થોડી જગ્યાઓ એટલી બિહામણી છે કે પુરાતત્વ વિભાગે જ રાતના સમયે લોકોને ત્યાં ન જવા ઉપર મનાઈ કરી દીધી છે. તમે જાણીને ચકિત થશો કે માત્ર ખંડેર અને જંગલ જ નહિ, ઘણા રોડ પણ એવા છે. જ્યાં લોકોએ ભૂતને જોયાનો દાવો કર્યો છે. આવો તમને ભારતના એવા જ ભૂતિયા રસ્તા વિષે જણાવીએ છીએ.

2- લાઈન ઈસ્ટ કોસ્ટ રોડ :-

જેમણે આ રોડ પર ડ્રાઈવ કર્યું છે તે જણાવશે કે અહી ડ્રાઈવ કરવું કેટલું આનંદદાયક છે. પણ સુર્યાસ્ત પછી આ અનુભવ એકદમ બદલાઈ જાય છે. ઘણા લોકો રોડની નજીક સફેદ સાડીમાં અહી એક મહિલાને જોઈ ચુક્યા છે. જેનાથી ડ્રાઈવરનું ફોકસ હટે છે અને ગાડીનું એકસીડન્ટ થઇ જાય છે. તેના સિવાય એક બીજી વિચિત્ર વાત એ છે કે આ રોડના ઘણા ભાગનું તાપમાન અચાનક ઓછુ થઇ જાય છે. તે ઘણો ભયજનક અનુભવ હોય છે.

રાંચી જમશેદપુર નેશનલ હાઈવે 33 :-

આ દેશનો સૌથી ભયજનક હાઈવેમાંનો એક છે. આ 40 કિલોમીટરની અંદર ઘણા રોડ એકસીડન્ટ થઇ ચુક્યા છે. જેમાં મોટા ભાગની ઘટનામાં ચાલકનું મૃત્યુ થઇ છે. લોકો કહે છે કે આ રોડ એટલી ભયજનક છે કે તેના પર આવતા જ તમારા રોંગટા ઉભા થઇ જાય છે. લોકોમાં તેનો એટલો ભય છે કે રસ્તામાં ઘણી જગ્યા રોડની નજીક મંદિર બનાવ્યા છે.

લોકોનું માનવું છે કે રોડ પર દેખાતી મહિલાને બચાવવામાં ચાલક ગાડીનું સંતુલન ગુમાવી દે છે અને એકસીડન્ટ થઇ જાય છે.

કસારા ઘાટ, મુંબઈ નાસિક હાઈવે :-

મુંબઈ-નાસિક હાઈવેથી કસારા ઘાટની પણ ઘણી ભૂતિયા વાર્તા સાંભળવા મળે છે. ઘણા લોકોનું કહેવું છે કે તેમણે આ રોડ પર કોઈ ભૂત જોયું છે. ઘણા લોકોનો તો એ પણ દાવો છે કે તેમણે ઝાડ પર માથા વગરની ઘરડી સ્ત્રીને જોઈ છે.

નેશનલ હાઈવે 209, સત્યમંગલમ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી :-

લોકોનો દાવો છે કે અહી વિરપ્પન નામનો એક ચોર વસતો હતો. મર્યા પછી વિરપ્પનનું ભૂત પણ અહી રહે છે. ઘણા લોકોએ તેની રાડો સાંભળવાનો દાવો કર્યો છે.