ભારતના વીર કમાંડર અભિનંદનની લવ સ્ટોરી પણ છે ઘણી રસપ્રદ, બાળપણની મિત્રને બનાવી જીવનસાથી

ભારતના વીરપુત્ર અભિનંદન પોતાના દેશમાં પાછા આવી ગયા છે. ચહેરા પર એજ ગર્વ, ઉપર ઉઠેલી મૂછો, છાતી ગર્વથી ફૂલેલી અને આંખોમાં દેશ માટે પ્રેમ, આવા હતા અભિનંદનના ચહેરાના ભાવ જયારે એમણે પોતાની ધરતી પર પગ મુક્યો હતો ત્યારે. એમના પાછા આવવાની ઉત્સુકતા આખા દેશની આંખોમાં દેખાઈ રહી હતી. દરેક વ્યક્તિ એમને ઘરે લઇ આવવા માટે અને એમનું સ્વાગત કરવા માટે વાઘા બોર્ડર પણ પહોંચી ગયા હતા.

આજે અભિનંદન દેશના હીરો બની ગયા છે. દરેક તરફ એમની જ ચર્ચા થઇ રહી છે. એમની પ્રોફેશનલ લાઈફ અને સ્ટાઇલ તો આપણે જોઈ લીધી, પરંતુ શું તમને જાણો છો? એમની લવ લાઈફ પણ ઘણી રસપ્રદ છે. આજે તમને જણાવીશું એમના પરિવાર, લવસ્ટોરી અને એમની પત્ની વિશે જે એમની બાળપણની મિત્ર પણ છે.

આખો પરિવાર છે દેશની સેવા માટે તત્પર :

21 જૂન 1983 ના રોજ વિંગ કમાંડર અભિનંદન વર્થમાનનો જન્મ થયો હતો. એમનો પરિવાર ત્રણ પેઢીઓથી દેશની રક્ષા-સુરક્ષા માટે કાર્યરત છે. એવામાં દેશની રક્ષા કરવાની ભાવના એમને વારસામાં મળી છે. અભિનંદનના દાદા બીજા વિશ્વ યુદ્ધના સમયે એયરફોર્સમાં હતા. એમના પિતા એયરમાર્શલ સિમ્હાકુટ્ટી વર્થમાન પાંચ વર્ષ પહેલા જ રીટાયર થયા છે. સાથે જ એમની પત્ની તન્વી મારવાહ પણ સ્કવાડ્રનના પદ પર કાર્યરત છે.

અભિનંદનના પિતા કોઈ સામાન્ય પાયલટની જેમ નથી, તે એ લોકો માંથી એક છે જેમની પાસે 40 પ્રકારના વિમાન અને 4000 કલાક કરતા વધારે સમય ઉડવાનો અનુભવ છે. તે કારગિલ યુદ્ધ સમયે મિરાજ સ્કવાડ્રનના ચીફ ઓપરેશન ઓફિસર હતા. જયારે પાકિસ્તાનમાં કેદ અભિનંદનને પૂછવામાં આવ્યું હતું કે તે ભારતમાં કઈ જગ્યાએથી છે? તો એમણે પોતાના ઘરનું સરનામું આપવાની ના પાડી દીધી હતી, અને ફક્ત એટલું જ કહ્યું હતું કે તે ડાઉન સાઉથ માંથી છે.

અભિનંદન તમિલનાડુના તિરુવન્નામલાઇ જિલ્લામાં રહે છે, અને તે વર્ષ 2004 માં ફાઈટર પાયલટના પદ પર વાયુસેનામાં શામેલ થયા હતા. વર્તમાન સમયમાં અભિનંદન મિગ-21 વિમાનોની સ્કવાડ્રનનું નેતૃત્વ કરી રહ્યા છે. એમની ભાવના અને જોશને ફક્ત ભારત જ નહિ પાકિસ્તાન પણ માની ગયું છે. મિગ-21 વિમાન 60 વર્ષ જૂનું વિમાન છે. એનો ઉપયોગ કરીને અભિનંદને નવા F-16 વિમાનને નષ્ટ કરી દીધું. એમની આ બહાદુરી અને કૌશલ્યને જોઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ચકિત રહી ગયા છે.

પાંચમા ધોરણથી એકબીજાને જાણે છે પતિ-પત્ની :

જેટલા સાહસી અને કૌશલ્ય વાળા અભિનંદન છે, એટલા જ જોશ અને રોષથી ભરપુર છે. એમની પત્ની તન્વી મારવાહ. અભિનંદને પોતાની સ્કૂલની ફ્રેન્ડ તન્વી મારવાહ સાથે લગ્ન કર્યા છે. બંનેનો પ્રેમ પાંચમા ધોરણથી શરુ થઇ ગયો હતો. બાળપણમાં જ એમની મિત્રતા થઇ અને આગળ ભણતા ભણતા પ્રેમ પણ વધવા લાગ્યો. બંને એ કોલેજમાં માઈક્રોબાયોલોજીની ડિગ્રી એક સાથે પ્રાપ્ત કરી હતી અને પછી લગ્ન કરી લીધા. બંનેના બે બાળકો પણ છે. અભિનંદનને લગ્નનો સવાલ પૂછવા પર એમણે કહ્યું હતું કે એમના લગ્ન થઈ ગયા છે.

અભિનંદનનો ઉછેર જોધપુરમાં થયો હતો. અભિનંદનના પિતા જોધપુર એયરબેઝ પર 80 ના દશકમાં સ્ક્વાડ્રન લીડરના રુપમાં કાર્યરત હતા. તે ડેઝર્ટ સ્ક્વાડ્રનમાં મિગ વિમાનના પાયલટ હતા. તે હાલમાં ચેન્નાઈમાં રહે છે. અભિનંદનના ઘણા સાથી જોધપુર એયરબેઝ પર વિભિન્ન સ્ક્વાડ્રનમાં કાર્યરત છે.

અભિનંદનની માતાશ્રી શોભા ડોક્ટર છે. એમનો આખો પરિવાર દેશની સેવા માટે તત્પર છે. અભિનંદન પાકિસ્તાનના કબ્જામાં હોવાના સમાચાર આવ્યા તો એમના પરિવારને ગભરામણ જરૂર થઇ હતી. પણ એમને ગર્વ હતો એમના દીકરા અને પતિ પર અને હવે અભિનંદન પોતાના પરિવાર પાસે પાછા આવી ગયા છે.